આદુ વાળી ચા પીવાથી થતા ફાયદા

0
173

આદુ વાળી ચા પીવાના છે અનેક ફાયદા, તમે બધા એ તો જાણો જ છો કે આદુની તાસીર ગરમ હોવાથી ઠંડીમાં આદુ યુક્ત ચા પીવી હીતાવહ છે. પણ તેનાથી ક્યા ફાયદા થાય છે તે ખુબ ઓછા લોકો જાણે છે. તમારી જાણ માટે અહી એક વાત નોંધવી જ રહી કે એકમાત્ર આદુ વાળી ચા પીવાથી જ અનેક ફાયદા થાય છે. આદુમાં ઓક્સીડેંટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબુત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યા દૂર થાય છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુ વાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવુ જ જોઈએ. તો આજે જાણી લો આદુ વાળી ચા પીવાથી કેટલા ફાયદા થાય છે તે જાણો. આયુર્વેદિક ફાયદા આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુ વાળી ચા પીવાથી શરીરમાંથી પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેમાં પેદા થતી સમસ્યા દૂર થઈ જાય છે કારણકે આદુની તાસીર ગરમ છે. શરદી -ખાંસી દૂર થાય જો તમને કાયમ શર્દી રહેતી હોય અને થવાતો ખાંસી રહેતી હોય તો તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.આદુ વાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શર્દી ખાસીમાં રાહત થશે. ભુખ ઉઘડશે ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ. આદુ વાળી ચા પીવાથી ભુખ ઉઘડે છે.આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે ઈંજાઈમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે. પાચન બને મજબુત જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનુ યોગ્ય રીતે પચતુ નથી.જેના કારણે કબજીયાતની સમસ્યા ઉભી થાય છે. આદુ એ પાચ્ય પદાર્થની ગણનામાં અગ્રેસર છે. શરીરમાં પ્રવેશતાની સાથે જ અન્ય વાયુ છુટો કરે છે. જેના કારણે તમારી ડાયેજેસ્ટ સિસ્ટમ યોગ્ય રીતે થતા કબજીયાતની સમસ્યા દૂર થાય છે. આળસ દૂર થાય આદુ શરીરમાં ઉર્જા ભરવાનુ કામ કરે છે. આદુ વાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે. રોજ આદુ વાળી ચા પીઓને પછી જુઓ દિવસ ભર પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટીવ રહો છો.તાજગી સભર શરીર માટે આદુને આયુર્વેદ પણ કરે છે સાલમ. શરીરની પ્રાણાલીને રાખે મદમસ્ત ઠંડીની મોસમાં શરીર ઠુઠવાઈ ન જાય તે માટે આપણા વડવાઓ આદુથી ભરપુર વસાણા ખાતા અને ખવડાવતા. આજે પણ ગુજરાતમાં શિયાળામાં શરીરને ગરમી બક્ષતા વસાણા ખાવાની પરંપરા છે. આદુનો ઉપયોગ ન માત્ર શરદી-ખાંસી દૂર કરે છે પણ શકીકની સંચાર પ્રાણાલીને પણ અંદરથી ગરમ બનાવે છે. વધતી ઉંમરને રોકે છે આદુમાં એંટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એંજીગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે. મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુ યુક્ત ચા પીવાનુ શરૂ કરવુ જોઈએ. આદુમાં ચહેરા પરની કરચલીઓ સાથે એન્ટી એજીંગની સમસ્યાને દૂર કરવાની ગજબની તાકાત રહેલી છે, પણ તેનો ફાયદો ત્યારે જ અનુભવી શકશો જ્યારે તેનો ઉપયોગ કરશો.

NO COMMENTS