આસન શા માટે ? અને કેવી રીતે ?

0
416

હલાસન
– ક્રિયા : આ આસનને હલાસન એટલે કહે છે કે તે કરતાં શરીરની આકૃતિ ખેડૂતના હળ જેવી હોય છે. સૌ પ્રથમ પીઠભર અને બંને પગ ભેગા કરીને સીધા સૂઓ. બેય હાથ શરીરની લગોલગ રાખો હથેળી જમીન પર રાખો, ધીરે ધીરે બંને હાથ પર જોર દઇ, પગને ગોઠણેથી વાળ્યા વિના, જમીનની 30 ડિગ્રીના ખૂણો બને તે રીતે ઊંચા કરો. થોડી ક્ષણો પછી તમારા પગ જમીનથી 60 ડિગ્રીનો ખૂણો બને તેટલો ઊંચા કરો અને તે સ્થિતી થોડી ક્ષણો સુધી જાળવી રાખો. હવે ધીમે ધીમે બંને પગ જમીનથી 60 ડિગ્રીનો ખૂણો બને તેટલા ઉંચા કરો. બંને હાથ ઉપર જોર લગાવી પગને તમારા મસ્તક ઉપર લાવો. તમારા પગની આંગળીઓ મસ્તકની પાછળ જમીનને ન સ્પર્શે ત્યાં સુધી બંને પગને નીચે લાવવાનું ચાલુ રાખો. આ રીતે પગને બને તેટલો વધુ પાછળ ખેંચો. હવે અંગુલિબંધ રચીને હથેળીને માથા ઉપર રાખો. કોણી જમીન સરસી રાખો. ધીમે ધીમે મૂળ સ્થિતીમાં પાછા આવો. પગ ગોઠણથી વાળો નહીં. ઝટકા મારતાં મારતાં પગ ઉંચા ન કરવા. પગને મસ્તક સુધી ન પહોંચે તો પરાણે ખેંચશો નહીં.
8 લાભ -મર્યાદા : પેટના સ્નાયુની તકલીફો, કબજિયાત જેવી તકલીફ દૂર થાય છે. અમુક પ્રકારના ડાયાબિટીસ માટે પણ આસન ઉપયોગી છે. જેમને ગરદનના મણકા તેમજ કરોડરજજુની તકલીફ હોય તેમણે આ આસન ખૂબ કાળજીપૂર્વક કરવું. હલાસન પછી તુરંત ભુજાંગસન કરાય તો હલાસનનો મહતમ લાભ મેળવી શકાય. યોગક્રિયા પ્રશિક્ષકના કહ્યા મુજબ કરવી.

NO COMMENTS