આસન શા માટે ? અને કેવી રીતે ?

0
330

સિંહાસન
ક્રિયા : બંને હથેળી ગોઠણ પર રાખી, આંગળીઓ ફેલાવી, મોં ફાડી, અભ્યાસી નાકના ટેરવા પર દ્રષ્ટિ ફેરવે અને સુસ્થિત રહે. શ્રેઠ યોગીઓ દ્વારા પુરસ્કૃત થયેલ આ આસનને સિંહાસન કહેવામાંઆવે છે. આસોનોમાં શ્રેષ્ઠ આસન ત્રણે બન્ધને સરળ બનાવે છે. સિંહ તરીકે ઓળખાતા પ્રાણીને સંસ્કૃતમાં સિંહ કહે છે, તેથી સિંહ જેવી આકૃતિ બનાવાતા આ આસનને સિંહાસન કહે છે. વજ્રાસનની સ્થિતીમાં બેસી નિતંબ પ્રદેશને થોડા ઉંચા કરો, જમણા પગની એડી અને અગ્રભાગ પર મૂકી કાતર જેવી આકૃતિ બનાવો. એડીઓ પર બેસો અને જમણો હાથ જમણા ગોઠણ પર અને ડાબા ગોઠણ પર રાખી આંગળીઓ ફેલાવો. જીભ બની શકે તેટલી બહાર કાઢો. નાસાગ્ર દ્રષ્ટિ રાખો.
આસન પહેલાંની મૂળ સ્થિતીમાં આવતાં પહેલાં જીભ મોંમા લો, મોં પર તનાવ દૂર કરો અને હાથ શિથિલ કરો. ગોઠણ પર રાખેલા હાથ સીધા રહેવા જોઇએ. અને છાતી ટટ્ટાર રહેવી જોઇએ. જીભ બહાર કાઢતી વખતે સહેજ અવાત સાથે મોં વાટે શ્ર્વાસ બહાર કાઢવો. શ્ર્વાસ બહાર કાઢયા પછી થોડી સેંકડ માટે તે સ્થિતી જાળવી રાખો. જીભ અંદર લીધી પછી ફરી આસન વિધી કરવી.
લાભ મર્યાદા : આ આસનથી ડોકના સ્નાયુઓને વ્યાયામ મળે છે અને ત્યાંનું રુધિારાભિષણ સુધરે છે. આ આસનથી કંઠ-ગ્રંથીઓ પણ આરોગ્યમય બને છે. આ આસનથી કેટલાક પ્રકારની કાકડાની તકલીફોનું નિવારણ થાય છે. સૌ કોઇ આ આસન કરી શકે છે. (કોઇપણ આસન પ્રશિક્ષક પાસેથી શીખી કરવા)

NO COMMENTS