ઇસ્લામાબાદ ઉપર એફ-16 લડાકુ વિમાન ઉડતા જોઇ હોંશ ઉડી ગયા

0
139

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ઉપર ગઇકાલે બુધવારે મોડી રાત્રીના એફ-16 લડાકુ વિમાન ઉડતા જોઇ લોકોનો હોંશ ઉડી ગયા હતા. ફાઇટર જેટના અવાજ થી લોકો ગભરાઇ ગયા હતા. અને તમામ લોકો ઇસ્લામાબાદમાં ઘરની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાનના એક પત્રકારે આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું કે : ઉરી હુમલા પછી હાલાત જોતા ભારત તરફથી કાર્યવાહી ની આશંકા છે. આ આશંકા વચ્ચે તેણે ફાઇટર પ્લેન થી વોર એકસરસાઇઝ શરુ કરી દીધી છે. ઇસ્લામાબાદ પેશાવર હાઇવે બંધ કરી દેવામં આવ્યો છે. ત્યાંથી લડાકૂ ઇમાને ઉડાન ભરી હતી. ઉરી હુમલા બાદ પાકિસ્તાન સેના યુદ્ધ માટેની તૈયારીઓ કરી રહ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS