ઓસડિયાં

0
1134

– અનિંદ્રા : રાત્રે સુવાના સમયથી એક કલાક પહેલા એક ગ્લાસ ગાયના દૂધમાં એક ચમચી ગંઠોડા પાવડર સાથે ચમચી જાયફળનો પાવડર નાંખીને પીવું.
– અશકિત : પાકા દાડમના દાણાનો રસ કાઢી એક કપ જેટલો રસ પીવાથી તરત શકિત આપે છે.
– અરૂચી : જમતા પહેલાં બે ચમચી આદુનો રસ તથા ચપડી સિંધાલુણ ભેગા કરી લેવાથી ભૂખ ઉઘડે છે. અરૂચી મટે છે.
– આધાશીશી : જે બાજુનું માથું દુખતું હોય તેનાથી વિરુદ્ધ નાકમાં અગથિયાના પાનનો રસ કાઢી દરરોજ સવારે સૂર્યોદય પહેલાં 8-10 ટીપાં નાંખવા.
– આમવાત : એક કપ દૂધમાં પ-6 અરડૂસીનાં પાન ફૂટીને નાખવાં તથા એક ચમચી સાકર ઉમેરી ઉકાળવું પછી ગાળીને તે દૂધ સવાર સાંજ બે વાર પીવું.
– આંખ આવવી : ત્રિફલા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખવુંપછી સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવી. એ રીતે સવારે પલાળી રાત્રે આંખો ધોવી.
– આંખની ગરમી : દિવેલના 2-3 મોટા પાન લઇ માથા ઉપર બાંધવા
– એસીડીટી : શતાવરીનો એક ચમચી પાવડર સવાર સાંજ બેવાર પાણી સાથે લેવો.
– ઉલટી : સૂકી ગળોનો ઉકાળો કરી એક કપ ઉકાળો દિવસમાં ત્રણ-ચાર વખત પીવો અથવા લીલી ગળોનો રસ અડધો કપ મધ સાથે પીવો.
– કફ,શરદી : ધી, ગોળ અને સૂંઠની નાની ગોળી બનાવી દિવસમાં ત્રણ વાર ખાવી.
– કબજિયાત : થોડો હરડેનો પાવડર રાત્રે સુતી વખતે હૂંફાળા પાણી સાથે લેવો.
– કમરનો દુ:ખાવો : રોજ સવારે મેથીનો પાવડર ગળવો.
– કરમીયા : વાવડીંગના 15-20 જેટલા દાણા બીજ દુધમાં ઉકાળીને તે દૂધ બાળકને પીવડાવવું.
– કાનમાં પરૂ : ડમરાના પાનનો રસ કાઢી 10 ટીપાં કાનમાં નાંખવા
– કાકડા : અક્કલગરાનો પાવડર મોંમા રાખીને દિવસમાં બેથી ત્રણવાર ચૂસવો
– કાનમાં ચસકા : 10 ગ્રામ તલના તેલમાં લસણની બે કળી તથા અડધી ચમચી અજમો નાખી ઉકાળવું ત્યારબાદ તેલને ગાળી લઇ તેનાં 5 ટીપાં નાખવાં.
– કુતરું કરડવું : વિલાયતી આમલી (ગોરસ આંબલી-મીઠી) ના 15 પાન થોડી થોડી વારે ચાવીને રસ ઉતારવો. હડકવાના ઇન્જેકશન માટે તજવીજ કરવી.
– ભસ્મક રોગ : ખાઉધરાપણું, દરરોજ સવારમાં 10-12 તાજાં લીમડાનાં પાન ચાવીને ખાઇ જવાં અને ઉપરથી ધરાઇને પાણી પીવું
– ખાંસી,ઉધરસ : પાંચ કારેલાના પાન, આદુ ટુકડો, લીલી હળદર, તુલસીના પાન, પાંચ ભેગા વાટી રસ કાઢી મધ મેળવીને પીવાથી મટે છે.
– ગળુ બેસી જવું : ચણોઢીના પાન મોંમા ચાવી તેનો રસ દિવસમાં ચાર વાર ગળે ઉતારવો.
– ગુંમડા : ગુંમડા માટે પહેલાં ઊંધાચત્તી (સમુદ્રશોષ-વરધારો) નાં પાનનો ઉંધો ભાગ બાંધવો, તેને રૂઝવવા માટે પાનનો ચત્તો ભાગ બાંધવો.
– ધા,જખમ : એલચાનાં પાનનો રસ અથવા પાનને સૂકવી તેનો પાવડર ઘા ઉપર લગાવવો.
– ચામડીની ક્રાંતિ વધારવા : તાજુ સફેદ માખણ, 1 ભાગ કુંવાર પાઠાનો રસ, 1 ભાગ ગિલોડીના પાનનો રસ, 1 ભાગ હળદર પાવડર, 1 ભાગ તલનું તેલ બધી વસ્તુનું મિશ્રણ કરી દરરોજ સવારે સ્નાન કરતા પહેલા ચામડી પર ઘસવાથી ચામડીની ક્રાંતિ વધે છે.
– ચિત્તભ્રમ : બ્રાહ્મીના લીલા છોડ લાવી તેનું શાક બનાવીને અથવા તેનો રસ અને ખાંડ નાખી શરબત બનાવી પીવું.
– ડાયાબિટીસ : લીલા મામેજવાના છોડને કુટી તેનો રસ કાઢી અડધો કપ જેટલો રસ સવાર સાંજે બે વાર પીવો.
– તાવ : આકડાના પાન ગરમ કરી કપાળ ઉપર મુકવાથી પરસેવો થઇને તાવ ઉતરી જાય છે.
– દમ શ્ર્વાસ : ભોંયરીંગણી ના પંચાગને સૂકવી તેનો પાવડર બનાવી એક ચમચી પાવડર સવાર સાંજ મધ સાથે લેવો.
– દાઝવા ઉપર : કુંવારપાઠાના પાનનો રસ કાઢી દાઝયા પર વારંવાર ચોપડવો.
– દારૂનો નશો : દારૂનો નશો ચઢયો હોય ત્યારે કાકડી ખાવાથી નશો ઉતરી જાય છે.
– દાંતનો દુ:ખાવો : અક્કલગરાનાં મૂળનો પાવડર તથા કાંટાશેરીયાના પાનનો રસ ભેગા કરી દુ:ખતા દાંત પર વારંવાર મુકવાં.
– દાંતમાં પરૂ : વડની વડવાઇને તલના તેલમાં ઉકાળી તે તેલથી ત્રણવાર મોંમા રાખી કોગળા કરવા.
– નસકોરી ફુટવી: માથા પર દિવેલ ભરી ઠંડા પાણીની ધાર પાડવી.
– પગના ચીરા : દિવેલ અને પાણી ભેંગા કરી બરાબર ફીણવું અને ચીરા પર ભેંગા કરી લગાવવું.
– ભાંગેલા હાડકાં : હાડકાસાંકળના વેલાનો રસ કાઢી અડદની દાળમાં મીકસ કરી ભજીયાં બનાવી 100 ગ્રામ જેટલાં રોજ ખાવા.
– મચકોડ : આવળનાં પાન, આમલીનાં પાન, હળદર તથા મીઠું સરખા ભાગે લઇ વાટીને તેનો મચકોડ ઉપર લેપ કરવો.
– માથાનો દુ:ખાવો : તુલસીનાં પાનનો રસ કાઢી કપાળ ઉપર ચોપડવો.
– માથાનો ખોડો : સરગવાના પાંદડાનો રસ કાઢી માથામાં ઘસીને ચોપડવો. થોડી વાર રહેવા દઇને માથું ધોઇ નાખવું.
– માથામાં જૂ પડવી : લીમડાનાં પાન પાણીમાં ઉકાળી તેનાથી માથું ધોવું તથા લીંબોડીનું તેલ માથામાં નાંખવું.
– માસિક વખતની પીડા : એક ચમચી અશાળીયાનો પાવડર સવાર સાંજ પાણી સાથે લેવો.
– મેલેરીયા :કાળા મરી 11 નંગ તથા તુલસીના પાન 11 લઇ પાણીમાં નાખી તેનો ઉકાળો કરવો અને દિવસમાં ત્રણ વાર ઉકાળો કરી પીવો.
– મેદવૃદ્ધિ : અરણીના પાનનો રસ કાઢી અડધો કપ જેટલો રસ સવાર સાંજ બે વાર ચોખ્ખા મધ સાથે પીવો.
– મોઢા પરના ખીલ : ગાયના દૂધ સાથે ચારોળીને લસોટી ખીલ ઉપર તેનો બે વાર લેપ કરવો.
– મોઢામાં ચાંદા : મધ અને કાથો સમાન ભાગે લઇ મિશ્રણ કરી મોંમા દિવસમાં ચાર વખત ચોપડવાથી મટે છે.
– મૂંઢમાર : હીરાબોળ તથા આંબાહળદરને પાણીમાં ઘી તેનો બે થી ત્રણ વાર લેપ કરવો.
– લકવો : અડદની દાળનાં વડાં બનાવી ધીમાં તળીને ખાવાં.
– વાળ ખરવા : લીંબુનો રસ તથા થોડું દહીં અને થોડું મધ નાખી તેનું બરાબર મિશ્રણ કરી વાળ ધોવાથી ખરતા વાળ અટકી જાય છે.
– વાળ કાળા કરવા માટે : એક લીટર કોપરેલમાં 100 ગ્રામ ભાંગરાનો રસ, 100 ગ્રામ ભોંયઆમલી અને પ0 ગ્રામ કેરીની ગોટલી નાખી ઉકાળવું. પછી ગાળી લઈ તે કોપરેલ દરરોજ માથામાં ઘસી ઘસીને નાંખવું તથા આ તેલના બંને નાકમાં સવાર સાંજ 10 ટીપાં નાંખવા
– પેટનો ગેસ, વાયુ : તુલસીના પાનનો રસ બે ચમચી તથા એક ચમચી આદુનો રસ મધ સાથે મિકસ કરી દિવસમાં ત્રણવાર પીવો.
– શરદી : તુલસીનાં પાન, લીલી ચા ના પાન, ફુદીનો અડઘા રૂપિયા ભાર તથા આદુનો નાનો ટુકડો લઇ એક કપ જેટલા પાણીમાં ઉકાળી થોડો ગોળ નાખી દિવસમાં ત્રણવાર પીવાથી શરદી મટી જાય છે.
– શીળસ : થોડી હળદર ખાવી.
– સંધિવા : દિવેલની મીંજ કાઢી પાણી સાથે વાટી સાંધા પર લેપ કરવેા
– સોજા : સાટોડીના મૂળનો ઉકાળો કરી એક કપ ઉકાળો સવાર સાંજ તેનો લેપ કરવો.
– હરસ મસા : પીલુડી(ખાખસ ) નું તેલ રૂમાં બોળી ગુદામાં તેનું પોતું કરવું.
– હેડકી : પા ચમચી આમળાં, પા ચમચી લીંડીપીપર તથા સૂંઠ પા ચમચી લઇ એક કપ જેટલા પાણીમાં ઉકાળી ગાળીને થોડીક સાકર મેળવી પીવું.

NO COMMENTS