કાયદો કાયદાનું કામ કરશે : પો. કમિ. અનુપમસિંઘ ગેહલોત

0
1465
rajkot police
rajkot police

રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંઘ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ ફટાફટ ગુન્હા નો ઉકેલ આવવા લાગ્યો છે. રાત્રિના સમય દરમિયાન શહેરમાં ચોકે ચોકે નાઇટ પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત શંકાસ્પદ લાગતી કારોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે ખુલ્લી રહેતી ચા ની હોટલો અને પાન ના ગલ્લાઓ પણ 12 વાગ્યા પહેલા બંધ કરી દેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં વધી રહેલા ક્રાઇમને કંટ્રોલ કરવા માટે કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત દ્વારા જડબેસલાક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દારુના બુટલેગરો અને દારુ પકડાવા લાગ્યા છે. તોફાની તત્ત્વો અને લુખ્ખાઓ ને કાયદાનું ભાન કરાવવા માટે કમિશનર દ્વારા હેલ્પલાઇ નંબર અને કોઇપણ નાગરિક પોતાના પ્રશ્ર્ન બાબતે તેમને કમિશનર કચેરી ખાતે રૂબરૂ મળી શકે છે તેવું પણ એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસ કમિશનર પોતે ખુદ નાઇટ પેટ્રોલિગ કરી રાજકોટ શહેરના નામાંકિત વિસ્તારોમાં જઇ ચેકિંગ કરી ગુન્હેગારોને પકડે છે ઉપરાંત કોઇપણ ગુન્હામાં જઇ જાત તપાસ પણ કરી રહ્યા છે. રાજકોટના ભુમાફિયાઓને પણ લીટીમાં રહેવા કમિશનર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે. જો કાયદાની અંદર રહેવું હોય તો જ રાજકોટમાં રહેજો તેવું સ્પષ્ટ પણે કમિશમનર દ્વારા કહી દેવામાં આવ્યું છે. ઉપરાંત રાજકોટ શહેરને પસાર થતા હાઇવે ઉપર પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરંતુ સાથો સાથ રાજકોટ શહેરમાં મોટામાં મોટું દુષણ વ્યાજખોરોનું તે કમિશનર ઉપર એક પડકારજનક પ્રશ્ર છે.

જયારે શહેરમાં ગુન્હાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે કમિશનર દ્વારા કડક હાથે કામ લેવાનું શરુ કરી દેવાયું છે. કમિશનર ના ચાર્જ સંભાળતાની સાથે બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે. જો શહેર પોલીસની આવી જ કડક કાર્યવાહી રહે તો શહેરમાંથી ગુન્હાનું પ્રમાણ ઘટતું જશે.

NO COMMENTS