કાશ્મીરી પંડિતોની દર્દનાક વ્યથા : અમારા જ દેશમાં અમે ગુલામ !

0
373

(આસ્થા મેગેઝીન-રાજકોટ)

એક કાશ્મીરી પંડિત લોકોને પૂછે છે : અમારું ઘર, અમારી ચેતના, જન્મભૂમિની સુગંધ, અમારા અધિકાર, અમારું માન-સન્માન પાછું મળશે ? પાછી ફરશે અમારી વહુ-દીકરીઓની લૂંટાયેલી આબરું ? અમારી આગળ ઘેટાં-બકરાંની માફક અમારા લાલને રાક્ષસોએ રહેસી નાખ્યા છે. ! એ નિર્દોષોનું શરીર જીવંત કી આપી શકશો ? અમને ભગવાન ભરોસે છોડી દેવાયા છે. અહીં કયોય કોઇ નેતા કે અધિકારી આવે છે. બધા ઠાલાં આશ્ર્વાસનો આપીને ચાલ્યા જાય છે. ફરી આવવાનો વાયદો આપીને 22 વર્ષ પહેલા જયાં હતા ત્યાં જ આજે પણ છીએ. અમને દેશવાસીઓની સહાનુભૂતિ મળી છે. પરંતુ રેકયુલરિઝમના ઓરમાયા વર્તને અમને પથ્થર હદયના બનાવી દીધા છે. અને ચેતનાહીન બની ગયા છીએ. અમારી હસ્તી મિટાવવા અમને આ સ્થિતીમાં છોડી દેવાયા છે.
છેલ્લા 22-22 વર્ષની નર્કાગાર જિંદગીથી અમે તૂટી ગયા છીએ. ચહેરા ઉપર ઉંમર કરતાં વહેલા કરચલીઓના જાળા બાઝી ગયા છે. કાશ્મીરમાં તો શ્રીનગરના સમૃદ્ધ વિસ્તારમાં ચાર માળના મકાનમાં બધાના અલગ રુમ હતા. પરંતુ આજે જમ્મુમાં કબૂતરખાના જેવી નાની ઓરડીમાં આખા કુટુંબ સાથે રહેવું પડે છે. મા-બહેન દીકરીઓ, વહુ, બધા એક જ રૂમમાં.
એક સમયે કાશ્મીરના રાજા જેવી જિંદગી ગુજારનારા કાશ્મીરી વિસ્થાપિતો દીનહીન હાલતમાં જમ્મુમાં દિવસો પસાર કરી રહ્યા છે. યુવાનો પાસે શ્રીનગરમાં જમીન મિલ્કત હતી. કરોડોમાં આળોટતા હતા. અને આજે એ ભિમારી બની ગયા છે. એટલું જ નહી અમુક યુવાનો તો શ્રીનગર છોડતાં પાગલ બની ગયા છે. વિસ્થાપિત શિબિરમાં ખુલ્લા પગે દોડા દોડ કર્યા કરતી. કયારેક કોઇના હાથમાંથી રોટલો છીનવી લેતી,
તો ગમે ત્યારે તેની ઉપર પથ્થરો ફેંકતી અડઘી રાતે એ ગણગણતી..
એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન, તુઝપે દિલ કુરબાન..
…અને આ માનો અવાજ ગુંજતા જ ચારેબાજુ કપડામાં લપેટાઇને સૂતેલા વિસ્થાપિત પંડિતો પોક મૂકીને રડતા. કાશ્મીરની યાદ, ઘર છોડવાનું દર્દ એમને શૂળની માફક ભોંકાયા કરે છે. કોણ કોને સાંત્વના આપે ? બધાની વ્યથા એકસરખી છે છતાં એકબીજાને હૈયાધારણા આપતાં આપતાં સ્વપ્ન સંસારમાં ખોવાઇ જાય છે. આપણી સેક્યુલરિઝમની વ્યાખ્યામાંથી પેદા થયેલું આ દર્દ છે.
જમ્મુના નગરકોટા કેમ્પની માફક જ કાશ્મીરના વિસ્થાપિત પંડિતો જમ્મુ-દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં છેલ્લા અઢી દાયકા થઈ પોતાના જ દેશમાં શરણાર્થી બનીને દારુણ જીવન ગુજારી રહ્યા છે. કબૂતરખાના જેવી એકાદ ઓરડીમાં બેઠાં બેઠાં પોતાની કરુણ હાલત પર રડી પડે છે તો કયોક દેશની બિનસાંપ્રદાયિકતાને આ સ્થિતી માટે ગુનેગાર ગણી બિનસાંપ્રદાયિક નેતાઓને ગાળો ભાંડે છે. ખીણમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોનો સાંસ્કૃતિક અને શારીરિક નરસંહાર કર્યો હોવા છતાં આ વિસ્થાપિત કાશ્મીરીઓ પોતાના ઘેર પાછા ફરવા તડપી રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકાર પર એમને ભરોસો નથી છતાં ઘરની યાદ એમને કાશ્મીરી ખીણ તરફ ખેંચી રહી છે.
કાશ્મીરી પંડિત શરણાર્થીઓની પીડાને સમજવી ખૂબ અઘરી છે. તમે શબ્દો વડે એમને સહાનુભૂતિ તો વ્યકત કરી શકો પરંતુ એમણે વેઠેલી યાતના, દુ:ખને સમજવું ઘણું કઠિન છે.
કાશ્મીર છોડતાં કેટલી વેદના થઇ હશે ? પુરખુ વિસ્થાપિત શિબિરના અગ્રણીઓ કહે છે : અમે કાશ્મીરથી ભાગીને નથી આવ્યા પરંતુ અમને કાશ્મીરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા છે.
રાત્રે અમારા ઘરના બારણે ધમકીભર્યા કાગળો ચીપકાવી દેવાતા, એમાં લખ્યું હોય, પંડિતો જીવતા રહેવું હોય તો ઘર છોડીને ચાલ્યા જાવ. પાશવી અત્યાચારો વધતાં નાછૂકટકે અમારે કાશ્મીર ખીણ છોડવી પડી. અમે પંડિતો, લઘુમતીમાં હતા, એટલો જ અમારો વાંક હતો. એથી પણ મોટો ગુનો અમારો એ હતો કે અમે ભારતીય છીએ અને ભારતને પ્રેમ કરીએ છીએ.
દેશપ્રેમી હોવાના કારણે જ 40 લાખની વસ્તીમાં માત્ર 2-3 લાખ લઘુમતી પંડિતો કચડાંતા રહ્યા, પીસાતા રહ્યા, મરતા રહ્યા, અનેક યાતનાઓ સહન કરીને ભારતે આઝાદી મેળવી હતી. એ જ આપણા ભારતમાં અમે ગુલામ બની ગયા ! આપણી માતૃભૂમિ પ્રત્યે લગાવ હોવાના કારણે જ અમે કાશ્મીર જવા માટે તડપી રહ્યા છીએ. અમારું ઘર અમારા બાગ-બગીચા જોવા તરસી રહ્યા છીએ. અમારા પૂર્વજોની ભૂમિ અમને પોકારી રહી છે.
પંડિતો હાલમાં 600થી વધુ પરિવારો કાશ્મીર છોડીને જમ્મુમાં વસી રહ્યા છે. આ બધા પંડિતો એવા છે કે જેમની પાસે એક સમયે કરોડોની મિલ્કત હતી. આજે સ્થિતી એવી છે કે, આકરો તાપ, ભયંકર વાવાઝોડું કે મૂશળધાર વરસાદમાં મુશ્કેલીઓનો સામનો કરવા હજુય રઝળી રહ્યા છે. આ પંડિતો યાતના ભરી દોજખ જિંદગીથી હવે ટેવાઇ ગયા છે. હોઠ સુકાઇ ગયા છે. આંખો અંદર જતી રહી છે.
કરોડોના આસામી ગણાતા આ કાશ્મીરી પંડિતો આજે લૂખો રોટલો ખાઇને જીવન વ્યતિત કરી રહ્યા છે. દરેક ચૂંટણી પછી કાશ્મીરી પંડિતોને ઘરે પાછા ફરવાની થોડીક આશા બંધાય છે. પરંતુ એની આશા પર દરેક વખતે પાણી ફરી વળે છે.

NO COMMENTS