ક્રાઇમનો આતંક સાયબરમાં

0
23
how protect to cyber crime
  • (અન્વી ત્રિવેદી-અમદાવાદ)

અત્યારને જમાનો ઇન્ટરનેટ નો છે. યુવાનો કદાચ એક ટાઇમ જમવાનું રહી જાય પણ ઇન્ટરનેટ નો ઉપયોગ કર્યા વગર નહીં રહી શકે. જયારે ઇન્ટરનેટનો આટલો વ્યાપ વધી ગયો છે ત્યારે આ માધ્યમ થકી અનેક ગૂનાઓ પણ નોંધાતા હોય છે જેના આપણે પણ ઘણી વખત ભોગ બની ચકયા હોઇશું ! અથવા તો બનીશું. અને પછી કયાં રજૂઆત કરવી, શું કરવું એ ખબર હોતી નથી. અને સાથે અત્યારે આ એપણ જાણવું અગત્યનું છે કે આપણે ઇન્ટરનેટ થકી થતા ગુનાઓથી કેવી રીતે બચી શકાય ? આ ગુનાઓને ટેક્નિકલ ભાષામાં સાયબર ક્રાઇમ કહેવાય છે. આજે આપણે માહિતગાર હશું તે સાયબર ક્રાઇમથી બચી શકીશું.
સાયબર ક્રાઇમ કોને કહેવાય ?
ઓનલાઇન થતા ગુનાઓને સાઇબર ક્રાઇમ કહે છે. એમાં ટેકસ અને વેલ્ફેરની છેતરપિંડી, ક્રેડિટ કાર્ડની છેતરપિંડી અને પૈસા લઇને વેચેલી વસ્તુઓ ન મોકલવી વગેરેનો સમાવેશ થાય છે. વેબકાફેમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું. સાયબર ક્રાઇમ વિરોધી કાયદા વિષે.
ઘણા દેશોમાં ગુનાખોરી હંમેશાં મોટો મુદ્દો રહ્યો છે. દા.ત. અકે દેશના ન્યાયાધીશ જણાવે છે કે દુ:ખદ હકીકત તો એ છે કે કદાચ નહીં પણ ચોકકસ તમે ગુનાખોરી ભોગ બનશો. કદાચ બીજી જગ્યાઓએ ગુનાખોરીનું પ્રમાણ બહુ નથી, તોપણ, બધું બરાબર છે એમ માની લેવું મૂર્ખામી ગણાશે, કેમ કે એમ માનવાથી સહેલાઇથી ગુનાનો ભોગ બની જવાય.
ભલેને તમે વધારે કે ઓછી ગુનાખોરીવાળા વિસ્તારમાં રહેતા હો, તમે પોતાનું અને સગા વહાલાનું જીવન કેવી રીતે સલામત બનાવી શકો ? તમે બાઇબલના આ મહત્વના સિદ્ધાંત પર ધ્યાન આપી શકો : ડાહ્યો માણસ હાનિ આવતી જોઇને સંતાઇ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે. અને દંડાય છે. ગુનાખોરીથી શારીરિક ઇજા થાય અને માલ મિલકત પણ છીનવાઇ જાય. એટલું જ નહીં, એનાથી ઘણા લોકોને માનસિક અને લાગણીમય રીતે ઊંડી અસર પણ થાય છે.
આપણે આપણા ધરની બહાર જઇએ છીએ ત્યારે ઘરને અવશ્ય બંધ કરીને તાળું મારીએ છીએ. પરંતુ ઘર પ્રત્યે આટલી જાગૃતિ દાખવનાર આજનાં 21મી સદીના આપણે સહુ આપણી અંગત માહિતી સોશિયલ મીડિયા ઉપર, એટીએમનાં પિન નંબર અને બેંકના ખાતા નંબર સહિત ક્રેડિટ કાર્ડ નંબર વગેરે સરળતાથી ગમે તેને આપી દેતા હોઇએ છીએ. જેના કારણે આપણો ડેટા ચોરાય જાય છે અને ત્યારબાદ સાયબર ક્રાઇમ અસ્તિત્વમાં આવે છે. આથી સાયબર ક્રાઇમ માટે અન્ય કરતા આપણે ખુદ વધારે જવાબદાર છીએ.
આજનાં ઝડપી સમયમાં વોટસઅપ અને ફેસબુક યુવા પેઢી માટે અનિવાર્ય અંગ બની ગયા છે, પરંતુ એ જ સોશિયલ મીડિયાના માધ્યમથી સાઇબર ક્રાઇમના અનેક ગુનાઓ વધ્યા છે. ઘણી વખત યુવતીઓના કિસ્સા સમાજમાં પ્રતિષ્ઠાના કારણે બહાર આવતા નથી. ખાસ પ્રોફાઇલ તસવીર રાખતી યુવતીઓ સાથે સાઇબર ક્રાઇમની સંભાવના વધે છે.
સાયબર ક્રાઇમ કરનારાઓ રૂપિયાની લાલચવાળા લોકોને ફસાવે છે અને એ તેમના માટે અત્યંત સરળ બની જાય છે. થોડા વર્ષો અગાઉ ઇમેલ દ્વારા સંદેશો મોકલીને વિદેશની કોઇ લોટરી લાગી છે તેમ જણાવી ને બેંક એકાઉન્ટની માહિતી અને નંબર મેળવી લેવાતા હતા. જેમાં મોબાઇલ આવ્યા બાદ એસ.એમ.એસ. દ્વારા ખોટા સંદેશો મોકલીને મોટી રકમ જીત્યાના દાવાઓ કરીને અંગત માહિતી મેળવી લેવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ચાલાકી સામે જાગૃત બનવું જોઇએ.
કેટલાક વર્ષો પહેલા સાયબર ક્રાઇમની એવી વ્યાખ્યા કરવામાં આવતી હતી કે, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી જે ગુના આચરવામાં આવે તેને સાઇબર ક્રાઇમ કહે છે, પરંતુ માત્ર 8 વર્ષની અંદર ભારતમાં આ વ્યાખ્યામાં ફેરફાર થયો છે. અને માત્ર કોમ્પ્યુટર જ નહીં, પરંતુ ઇલેકટ્રોનિકસ ડિવાઇઝના મિસયુઝ કરવામાં આવે તેને પણ સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે.
અસલી દેખાતી જેવી વેબસાઇટથી છેતરાશો નહીં
કાયદેસરની આર્થિક સંસ્થાઓ તમને ઇમેલતી અંગત માહિતી આપવાનું જણાવશે નહીં. કંઇ ખરીદતા કે ઓનલાઇન પૈસાનું રોકાણ કરતા પહેલા કંપનીની શાખ વિશે ખાતરી કરી લેવી. વિદેશમાં આવેલી કંપની સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખો કેમ કે જો કોઇ સમસ્યા ઊભી થાય તો તેને ઉકેલવી અધરી છે. કંપની વિષે સચોટ માહિતી મેળવવી, પોલીસી, સરનામું, ફોન નંબર , છુપા ખર્ચા વગેરે માહિતી મેળવો.

માનવામાં ન આવે એવી ઓફર હોય તો ચેતતા રહો :
ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ માટે લોભી અને મફતમાં વસ્તુ મેળવવા ઇચ્છનારાઓ સહેલો શિકાર હોય છે. તેઓ કદાચ લાલચ મૂકે, થોડી મહેનતમાં અઢળક પૈસા કમાઓ, તમને લોન મળી શકે એમ ન હોય તો પણ લોન કે ક્રેડિટ કાર્ડની ઓફર, અથવા ઓછા રોકાણમાં પુષ્કળ ફાયદો દેખાડે, રોકાણની વાત આવે ત્યારે પૂરતો સમય લઇને વિચારો, રોકાણ કરવાનું ઉતેજન આપનારાઓના દબાણમાં આવી ન જો. કંપની બરાબર છે કે નહીં તેની ખાતરી કર્યા વગર પૈસા રોકવાનું વચન આપશો નહિં.
ઓળખની ચોરી (આઇડેન્ટિટી થેફટ) કોને કહેવાય ?
છેતરપિંડી કે કોઇ ગુના માટે, બીજાની અંગત માહિતી ગેરકાયદે મેળવવી અને વાપરવી. લોકોને એ કઇ રીતે અસર કરે છે ? ક્રેડિટ કાર્ડ કે લોન મેળવવા અથવા બેન્કમાં નવું ખાતું ખોલાવવા ચોરો તમારી ઓળખનો ઉપયોગ કરી શકે. પછી તેઓ તમારા નામે મોટું દેવું કરી નાખી શકે. ભલે તમે દેવું માફ કરાવી દો પણ કેટલા સમય માટે તમને બેન્ક અમુક સવલતો આપવાનું બંધ કરી શકે.
તમે શું કરી શકો ?
અંગત માહિતી સાચવીને રાખો. જો તમને ઓનલાઇન ખરીદી કરતા હો કે બેન્ક ખાતું વાપરતા હો તો નિયમિત પાસવર્ડ બદલતા રહો. જો બીજાનું કમ્પ્યુટર વાપરતા હો તો એમ ચોકકસ કરવું જ જોઇએ. અને જેમ આગળ જોઇ ગયા તેમ જો કોઇ ઇમેલથી તમારી અંગત માહિતી માંગે તો જલ્દીથી વિશ્ર્વાસ કરશો નહીં. ઓળખની ચોરી કરનારાઓ ફકત કમ્પ્યુટર જ વાપરતા નથી તેઓ કોઇપણ રીતે બેન્ક સ્ટેટમેન્ટ, ચેકબુક, ક્રેડિટ કાર્ડ, અને સોશિયલ સિકયોરિટી નંબર જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવવા માંગતા હોય છે. એટલા માટે નાના ટુકડા કર્યા પછી જ કચરામાં નાખવા જોઇએ જો તમને લાગે કે મહત્વનો કાગળ ખોવાયો છે તો તરત જ એના વિશે રીપોર્ટ કરવો જોઇએ. તમારા ખાતાની વિગતો તપાસતા રહો. ઓળખની ચોરી સામે લડવા સજાગ રહેવું ઘણું મહત્વનું છે. જો ઓળખની ચોરીને તરત જ પારખી લેવામાં આવે તો એનાથી ઘણા લાભ થશે. તમારા બેન્ક સ્ટેટમેન્ટ નિયમિત જુઓ અને ખાતામાંથી તમારી જાણ બહાર લેવડ દેવડ થઇ તો નથી ને એ તપાસો..ખરું કે આજની દુનિયામાં કંઇપણ થઇ શકે છે. અરે, સૌથી વધારે સાવચેત હોય એવી વ્યકિત પણ ગુનાઓનો ભોગ બની શકે છે. અરે, સૌથી વધારે સાવચેત હોય એવી વ્યકિત પણ ગુનાનો ભોગ બની શકે છે.
ઇન્ટરનેટની શોધ બાદ તેના વપરાશ અતિશય પ્રમાણમાં વિકસ્યો છે. માહિતી મેળવવી સહેલું બન્યું છે. સાથે જ જયાં ખાંડ ઢોળાઇ હોય ત્યાં કીડીઓ પણ મળી જ આવે એમ જ ઇન્ટરનેટનો દુરુપયોગ પણ ખૂબ વધી ગયો છે. વિશ્ર્વનો સૌપ્રથમ સાયબર ક્રાઇમ વિરોધી કાયદો 1970 માં તૈયાર થયો જેનું નામ ડેટા પ્રોટેકશન એકટ હતું. છતાં સાયબર ક્રાઇમ વધતો જ જાય છે. જેથી વધુ કડક નિયમોની જરૂર જણાતા ભારત સરકારે 17 ઓકટોબરે 2000 ની તારીખે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ નામનો કાયદો પસાર કર્યો.
સાયબર ક્રાઇમથી કેવી સજાઓ થાય છે ? અને કયાં કાયદાઓ તે માટે ઘડાયેલા છે ?
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 43 અનુસાર કમ્પ્યુટરમાં રહેલી માહિતીનો નાશ કરવો, માહિતી બદલી નાખવી, ચોરી કરવી જેવું કોઇપણ કાર્ય કમ્પ્યુટરમાં રહેલ ડેટા અથવા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડવાના હેતુથી, અને તે કમ્પ્યુટર ના માલિક ની પરવાનગી વિના થતું હોય તો આવા સંજોગોમાં રૂપિયા 1 કરોડ સુધીનો દંડ અસરગ્રસ્ત વ્યકિતને ચૂકવવા પાત્ર થાય છે.
ઇન્ફો. ટેકનોલોજી એકટ 2008 ની કલમ 43-એ અનુસાર કેન્દ્ર સરકારના આદેશ મુજબ જે કંપનીઓ લોકોના ડેટા જાળવતી હોય અને તેની રક્ષા કરતી હોય તેવી પરિસ્થિતિઓમાં જો કંપની બેદરકારી જણાય અથવા માહિતીની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડે તો એ કંપની અસરગ્રસ્ત લોકોનો નુકસાન ની ભરપાઇ કરી આપવી પડે છે.
ઇન્ફો. ટેકનોલોજી એકટ, 2008 ની કલમ 66 મુજબ કમ્પ્યુટર સિસ્ટમ ને હેક કરવા બદલ ત્રણ વર્ષ ની જેલ થઇ શકે છે જે વધુ બે વર્ષ સુધી પણ લંબાઇ શકે છે. સાયબર ક્રાઇમ માટે દુનિયાભરમાં ખૂબજ કડક નિયમો છે. જેથી સાયબર ક્રાઇમ કરતા પહેલા સો વાર વિચારવું…
સોશિયલ મિડિયાના બંધાણી ન બનો..
કેટલાક લોકો સોશિયલ નેટવર્કિંગના બંધાણી હોય છે. લોકો એક જ ફલેટમાં, સોસાયટીમાં, ઓફિસમાં કામ કરતા હોવા છતાં એકબીજા સાથે સોશિયલ સાઇટસ દ્વારા વધુ નજીક રહેતા હોય છે. ઓા બધી બાબતો તમારા રોજિંદા કામમાં અડચણ બની શકે છે. કેટલાક લોકોને સોશિયલ નેટકવર્કિંગ સાઇટ પર ટાઇમપાસ કરવાની લત લાગી ગઇ હોય તો અભ્યાસ પર પણ તેની અસર થાય છે. સાઇટસ પર પોતાની વધુ પડતી વિગતો, ફોટોગ્રાફસ મૂકયા હશે તો એ બધાનો કોણ કયારે કેવો ઉપયોગ કરશે એના તમારો કોઇનો કંટ્રોલ રહેતો નથી. ઘણા લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અવારનવાર ભવિષ્યનો વિચાર કર્યા વિના પોતાની અંગત બાબતો મૂકે છે, તો કેટલાક મજાક ખાતર ખોટી, અયોગ્ય અને કોઇપણ બાબતને મોટી કરીને પણ મૂકતાં હોય છે. પરંતુ એ ધ્યાનમાં લેવું રહ્યું કે, હવે એ સમય આવી ગયો છે કે કોર્પોરેટ કંપની તમને નોકરીના ઇન્ટરવ્યૂ માટે બોલવતાં પહેલાં ઇન્ટરનેટ પર તમારા વિશે પૂરતી
માહિતી મેળવી લે છે. વળી લગ્ન માટે પણ જન્મકુંડળી સાથે કર્મકુંડળી આવી સાઇટસ પર જોઇ તપાસી લેવામાં આવતી હોય છે.

શું કહે છે આઇ.ટી. એક્ષપર્ટ હેમાંગભાઇ રાવલ :

hemang Raval
hemang Raval

સોશિયલ નેટવર્કિંગ સાઇટ એ સોશિયલ સિકયોર સાઇટ રહી નથી. તેના દ્વારા પર્સનલ તેમજ અન્ય માહિતી ચોરાવાનો પૂરેપૂરો સંભવ છે. આથી તેનો ઉપયોગ કરતી વખતે સચેત રહેવું જોઇએ. કારણ કે આજે જે રીતે તેનો લોકો જાણે અજાણે બેફામ, ચિંતા કર્યા વગર અને સાવચેતીનાં પગલાં લીધાં વિના ઉપયોગ કરી રહ્યાં છે તે રીતે લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ગુનાઓનું પ્રમાણ વધી શકે છે. વળી તેના ફાયદાની સાથે ગેરફાયદા વધી રહ્યા છે ત્યારે તેના પર એકિટવ સાથે સિકયોર પણ રહેવું જોઇએ, વર્ચ્યુઅલ લાઇફને રિયલ લાઇફ જેટલી ઝાઝી સમજ હોતી નથી. રોજ રાત્રે સોસાયટીના નાકે કે પાનના ગલ્લે મળતાં મિત્રો આજે ફેસબુક પ્રકારની સોશિયલ સાઇટસની દીવાલ અટેલે કે વોલ પર મેસેજ લખીને હાય, હેલ્લો, કેમ છો ની આપલે કરતા જોવા મળે છે. ચરમસીમાની હદ તો ત્યારે વટી જાય છે જયારે ચેટિંગ અને મેસેજ સુધી તો ઠીક, પરંતુ લોકોને રિયલ વાસ્તવિકતા ના સ્થાને આભાસી જીવનનું વળગણ લાગતું જાય છે. આવામાં ફેસબુક દ્વારા વર્ચ્યુઅલ લાઇફ જીવવાનો અતિરેક વધી રહ્યો હોય ત્યારે તેના પર સિકયોરિટી માટેની અમુક બાબતો ઉપર પણ ધ્યાન રાખવું જોઇએ તેથી નજર કરીએ આ મહત્ત્વની બાબત પર..
યોગ્ય પાસવર્ડની પસંદગી કરો
ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં યોગ્ય પાસવર્ડની પસંદગી કરવી એ સૌથી મહત્ત્વની બાબત છે. તમારા ફેસબુકના પાસવર્ડ કયારેય પણ નબળો ન રાખો જો કે કોઇપણ ઓનલાઇન માટે યોગ્ય મજબૂત પાસવર્ડ રાખવો જોઇએ. પાસવર્ડ તમારું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર વગેરેનો ઉપયોગ ન કરવો. ડિકશનરીમાં સહેલાઇથી મળી શકે તેમજ યાદ રાખી શકાય તેવા શબ્દો પણ પાસવર્ડ તરીકે ઉપયોગ ન કરવા. પાસવર્ડ બને ત્યાં સુધી આઠ અક્ષરનો રાખવો. પાસવર્ડ નંબર, સિમ્બોલ અને અક્ષરોનું પણ મિશ્રણ કરી રાખો.
સંપૂર્ણ જન્મતારીખ ન આપો
ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગમાં તમારી સંપૂર્ણ જન્મતારીખ આપવી કોકવાર મુસીબત નોતરી શકે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ની માહિતી ચોરવા માટે તેમજ તેને એકસેસ કરવા માટે સૌથી વધુ ઉપયોગી પરિબળ જન્મતારીખ હોય છે. જો સંપૂર્ણ જન્મતારીખ આપવામાં આવી હોય તો હેકર્સ દ્વારા તેનો દુરુપયોગ કરવો શકય બની શકે છે. આથી શકય હોય ત્યાં સુધી જન્મતારીખ આપવાનું ટાળવું જોઇએ.
ફેમિલી મેમ્બર્સના નામને પ્રદર્શિત ન કરો
તમારા પ્રોફાઇલની માહિતી માં તમારા ફેમીલી મેમ્બર્સ અને ખાસ કરીને તમારા બાળકોને નામને પ્રદર્શિત ન કરો. તેના પર અપલોડ કરેલ કોઇપણ પ્રકારના ફોટામાં પણ તમારા ફેમિલી મેમ્બર્સ અને બાળકોના નામ અને તેને લગતા ટેગ કરીને ન રાખો. ફોટોમાં ટેગ આપ્યા હોય તેને દૂર કરવા. ફેમીલી મેમ્બર્સ નામ, બાળકોના નામ ઓળખ તકલીફમાં મુકવાનું કારણ બની શકે.
કયારેય તમારી અંગત બાબત જાહેર ન કરો
ઘણી વખત યુઝર દરેક માહિતી સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે, પરંતુ કયારેય પણ તમારી અંગત બાબતોને તેમાં જાહેર ન કરો. આમ કરવાથી તમારા મિત્રો સિવાય અન્ય અજાણી વ્યકિત તમારી ઉપર નજર રાખી શકે છે. તમારા બહારગામ જવાના લોકેશન ના આધારે ચોરો પણ નજર રાખી શકે છે.
અંગત માહિતીના એકસેસ રાઇટની ગોઠવણી કરો
સોશિયલ મિડિયા પર લોકો પ્રવૃત્તિ સાથે અંગત બાબતો અને પ્રસંગોની માહિતી અને ફોટા પણ મૂકતાં હોય છે. તેમાં દરેક માહિતીને મર્યાદિત લોકો જ તેને જોઇ શકે અને તેનો ઉપયોગ કરી શકે તે પ્રમાણે સેટિંગ્સ આપવા શકય છે. અંગત માહિતી મર્યાદિત લોકો સાથે જ શેર કરો, તમારા મિત્રોના મિત્રો એમ કોણ કોણ માહિતી તમારી જોઇ શકે તેનાં સેટિંગ્સ ઉપલબ્ધ છે. તમારી અંગત બાબતો ફોન નંબર, મોબાઇલ નંબર, એડ્રેસ બને ત્યાં સુધી કોઇ એકસેસ ન કરી શકે તે મુજબ સેટિંગ કરવું હિતાવહ છે.
પ્રોફાઇલ અજાણી વ્યકિત-સર્ચ એન્જિન પર ન મળે તેનું સેટિંગ
તમારી પ્રોફાઇલ તમારા મિત્રો જ જોઇ શકે અને અન્ય અજાણી વ્યકિતઓ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને પણ તે ન મેળવી શકાય તે પ્રમણે સેટિંગ્સ કરવા હિતાવહ છે. અજાણી વ્યકિતઓ તમારી પ્રોફાઇલ ન જોઇ શકે તે માટે તમારા ફ્રેન્ડસ અને તે સિવાય અન્ય કોઇ વેબસાઇટ સર્ચ ન કરી શકે તેવું સેટિંગ્સ કરો. આ માટે પ્રોફાઇલ પેજના પ્રાઇવસી સેટિંગ્સમાં જઇને ફ્રેન્ડસનું ઓપ્શન સિલેકટ કરો. પબ્લિક સર્ચ રિઝલ્ટ ઓપ્શનના ચેકમાર્કને દૂર કરો, જેથી તમારી પ્રોફાઇલ ઉપલબ્ધ થશે નહીં.
બાળકો-ટીનેજર્સને સોશિયલ નેટવર્કિંગ સાઇટથી દૂર રાખો
સોશિયલ સાઇટસ પોતાની સાઇટસ ઉપયોગ માટે 13 વર્ષની ઉંમરની મર્યાદા રાખી છે. આમ છતાં તમારું બાળકો તે ઉપયોગ કરવા પરિપકવ ન હોય શકે તેવું પણ હોઇ શકે. તમારું બાળક ફેસબુક નો ઉપયોગ કરતું હોય તો તેના ફ્રેન્ડ બની તમામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખો. તેના પ્રોફાઇલની ડિટેલ માં તમારું ઇમેલ એડ્રેસ આપો. જેથી તેના અપડેટ નોટીફીકેશન તમને મળે.
સોશિયલ મીડિયા ઉપર મિત્ર બનાવતા પહેલા ધ્યાન રાખો
સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ઓનલાઇન મિત્રો મળવાના, પરંતુ અહીં અજાણી વ્યકિતને મિત્ર બનાવતાં સાવચેતી રાખવી જોઇએ. કોઇપણ અજાણી વ્યકિતને તમારી અંગત, ઘરેલું, ધંધાકીય બાબતો શેર ન કરવી વધારે હિતાવહ છે. ઉપરાંત ખોટી તેમજ અયોગ્ય બાબતો મૂકતા પહેલાં સો વખત વિચાર કરવો જોઇએ.

NO COMMENTS