ઘરગથ્થુ ઉપચાર

0
2518

 ગળો: લીમડાની ગળો શ્રેષ્ઠ ગણાય છે. કોઇપણ રોગથી થતા તાવને દૂર કરે છે. યકૃતની કમજોરી દૂર કરે છે. મેલેરિયામાં પણ ઉપયોગી છે. જૂના ટાઇફોઇડ,ક્ષય, કાલા અજાર, ડાયાબીટીસ, જુની ખાંસી વગેરેમાં ફાયદો આપે છે. આંતરડામાં બેકટેરીયાથી સારો ફાયદો આપે છે. ઘી સાથે વાયુ સામક સાકર સાથે પિત્ત શામક અને મધ સાથે કફ શામક છે.
– સારિવા: ત્રિદોષશામક છે. રકતશુદ્ધિ પણ કરે છે. કોઇપણ પ્રકારનું શરીરનાં અંદરનું પાણી બહાર કાઢે છે. કોઇપણ પ્રકારનું શરીરનાં અંદરનું પાણી બહાર કાઢે છે. પેશાબ તેમજ પરસેવાની છૂટ વધારે છે. ચામડીના રોગોમાં ખાસ લાભકારી છે. લોહીમાં ફેલાયેલું ઝેર પેશાબ વાટે બહાર કાઢે છે. મૂળની છાલ, તાજી કૂંપળો તેમજ પાતળી ડાળીઓ કામ લાગે છે.
 લોધ્ર: કફ-પિત્ત શામક, લોહી થંભવનાર છે. ગર્ભાશયના રકત સ્ત્રાવમાં ઉપયોગી છે. ગર્ભાશયનો સોજો એન્ડોમેટ્રીઓસીસ, શ્ર્વેત કે રકતપ્રદર, ફિલોપીયન ટયૂબનો સોજો વગેરેમાં તત્કાળ લાભ આપે છે. ગર્ભાશય કે યોનિ સંબંધી રોગોમાં બસ્તી અપાય છે. છાલનું ચૂર્ણ, કવાથ, અપાય છે.
– આંબળા: દવા તરીકે જંગલી આંબળા વપરાય છે. મહા મહિનામાં છાંયે સૂકવીને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો વિટામીન સી ઓછું નાશ પામે છે. કાણાં પાડી ઉકાળી તડકામાં ચાસણીમાં રાખવાથી ત્રણ વર્ષ સુધી તેના ગુણ જળવાઇ રહે છે. અને સ્વાદિષ્ટ બને છે. આંબળા ત્રિદોષનાશક છે. ખાસ કરીને પેટનાં ચાંદા, પેટની ચૂંક, મોમાં છાલા પડવા, હાડકાનાં બિમારી, ભોજનમાં અરૂચી, ઉલટી, હેડકી વગેરેમાં બહુ ઉપયોગી ગણાય છે. છાતીની બળતરા જો પીત્તને લીધે થતી હોય તો તેમાં તત્કાળ રાહત આપે છે. ફળનું ચૂર્ણ 3 થી 6 ગ્રામ દિવસમાં બે વાર, તાજો રસ પાંચ ચમચી, મધ અથવા ખાંડની ચાસણી સાથે દિવસમાં બે વાર તેમજ ચૂર્ણનો કવાથ ગોળાની રાબ સાથે એક બેવાર દિવસમાં વાપરવામાં આવે છે. માટે આંબળા અકસીર મનાય છે.

– તુલસી: ગુણધર્મ માટે કાળી તુલસી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજા પાનનો વપરાશ ઉત્તમ ગણાય પાન,મૂળ,બી, ઉપયોગી છે. દરેક પ્રકારના કફ, વાયુ,વિકારોમાં ઉપયોગી નિવડે છે. કોઇપણ પ્રકારની પેટનું ચૂંક તેમજ આંતરડાના કૃમિમાંઉપયોગી છે. લોહી શુદ્ધ કરે છે. ખાંસી,દમ તેમજ તેની લીધે થા અન્ય દુ:ખાવામાં ઉપયોગી નિવડે છે.

– શતાવરી : મૂળ ઉપયોગી છે વાત,પિત્તનાશક છે. ધાતુઓ માંસ, શુક્રાણુમાં વધારો કરે છે. કોઇપણ પ્રકારના રોગમાં વાપરી શકાય છે. આંતરડાની ગરમીને શાંત કરવા અતિ ઉત્તમ છે. શતાવરી ધૃત, શતમૂલ્યાદિલેહ, શતાવરી પાનકશ તરીકે મળે છે. ગર્ભાશયના રોગો માટે પણ શતાવરી ચૂર્ણ બહુ ઉપયોગી નિવડે છે.
– બલા ખરેટી : મૂળ અને બીજ વપરાય છે. મગજ માટે ઉત્તેજક છે અને શ્ર્વાસનળીને પહોળી બનાવે છે. વાત પિત્ત શામક છે. અને ક્ષય તેમજ સામાન્ય નબળાઇમાં વાપરવામાં આવે છે. પક્ષઘાત, સાંધાના રોગ, પ્રદર, ગર્ભાશયની નબળાઇ તેમજ તાવનાં ઘણું લાભદાયક છે. શુક્રાણુઓને વધારે છે. હદયને બળ આપી લોહી શુદ્ધિ પણ કરે છે. ઓજસ વધારના શ્રેષ્ઠ ઔષધિ છે.
– કાંચનાર: છાલ તેમજ ફુલ વપરાય છે. કફ,પિત શામક, સોજો ઉતારનાર છે. પેરોટીડ ગ્રંથી તેમજ ગોઇટરનો સોજો દૂર કરે છે. ચયાપચયને સમતોલ બનાવે છે. છાલનું ચૂર્ણ વાપરવામાં આવે છે. કાંચનારાદિ કવાથ અને કાંચનાર ગુગળ તરીકે ઓળખવામાં આવે છે.
– વાવડીંગ: કફ-વાત શામક છે. જેની અસર શરીરનાં બધા અંગો પર થાય છે. દાંતના કૃમિ તેમજ દુ:ખાવામાં કવાથનો કોગળો લાભ આપે છે. મંદાગ્નિ મટાડે છે. કૃમિધ્ન તરીકે સર્વશ્રેષ્ઠ છે. ફાઇલોરીયા, ટીનીયા તેમજ અન્ય પ્રકારના કૃમિમાં ખાલી પેટે ચૂર્ણ જુલાબ સાથે લેવાથી કૃમિ દૂર થાય છે. લોહીનું શુદ્ધિ કરણ કરે છે. ઇન્દ્રજવ સાથે વાવડીંગ આપવાથી કૃમિ કાયમને માટે દૂર થાય છે. દુધ તથા છાશ સાથે પણ આપવામાં આવે છે.

– ધાણા: ધાણા આખા ભારતમાં થાય છે. ધાણા જઠરાગ્નિવર્ધક, વાયુ નાશક, ઉત્તેજક હોય છે. ધાણાનાં પાંદડા કોથમીર અરુચિ દૂર કરે છે. અપચામાં અને વાયુવિકારમાં પણ વપરાય છે. અને વીર્યવર્ધક હોય છે. તલના તેલમાં કોથમીરને તળીને એનો લેપ તૈયાર કરાય છે. સોજા પર લગાવવાથી સોજો બેસી જાય છ.ે

– બીલું : અર્ધ પાકા ફળને ઉપયોગમાં લેવું જોઇએ કાચું બીલું આમપાચક છે. તેમાં ઝાડા રોકવાના ગુણ છે. પાકું બીલું સુગંધિત તથા ઠંડક આપનાર છે. તેનો આકાર નારંગી કે દાડમ જેવો હોય છે. તેની છાલ કઠણ હોય છે. બીલામાં ક્ષાર તત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. તેમાં વનસ્પતિ ક્ષાર મીઠશ પણ છે. ઝાડા અને મરડાને લીધી આવેલ અશકિત માટે પણ બીલું ફાયદાકાર છે.
– મેથી : મેથીનાં બી અને પાંદડાં ઉપયોગમાં લેવાય છે. મેથી દાણાને શેકી, ખાંડીને ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ પેટનું દર્દ, વાયુ વિકાર, શરીરની ગરી દૂર કરવામાં ઉપયોગી નીવડે છે. મેથીદાણાનો ઉપયોગ કોફીની જગ્યાએ કરી શકાય છે. તેને ઘીમાં શેકીને ચૂર્ણ બનાવવું. દહીંમાં મેથીદાણા પલાળી દહીંનુ સેવન કરવાથી મરડામાં ફાયદો થાય છે. મેથીદાણા સરસવ, હિંગ અને હળદર વગેરે સરખા લઇને ઘીમાં શેકીને ચૂર્ણ બનાવવું પેટની ચૂંક અને સાંધાના દુ:ખાવા માટેનો અકસીર ઉપચાર છે.
– અજમો: અજમાનો ખાસ ગુણ પાચન છે. એમાંથી સુવાસ આવે છે. તેમાં વિકારવાયુનું નિવારણ છે. તે પેટનાના વિકારવાયુને હરે છે. અજમો પેટની ચૂંક પણ મટાડે છે. કબજિયાતને દૂર કરવા માટે અજમો એક સર્વોત્તમ ઉપાય છે. તે સ્વાદિષ્ઠ અને શકિતવર્ધક છે. અર્જીણ, ઝાડા અને કોલેરાની ઊલટીમાં અજમાનો ઉપયોગ થાય છે. સિંધવ,હિંગ, આદુ, કાળાં મરી, ઇલાયચી, અને હીમેજમાં અજમો મેળવી બનાવેલું ચૂર્ણ પાચક ચૂર્ણ બની જાય છે. ચાર ચમચી અજમાનું પાણી, ચાર ચમચી લીંબુનો રસ અને પાંચ ટીપ્પાં ઇલાયચીને અર્ક લેવાથી અર્જીણ દૂર થાય છે.

હળદર: સંસ્કૃતમાં હળદરને હરિદ્રા કહે છે. હળદર એક જાતના છોડનું મૂળ છે. તેનો રંગ પીળો છે. એની સુવાસ મધ્યમ કહેવાય. હળદર વાયુનાશક, મગજશકિત વધારનાર છે. એ મળાશયના વાયુવિકાર અને મદાગ્નિમાં સેવવા યોગ્ય છે. એ ભૂખ લગાડે છે. હળદરનો ઉપયોગ બધી જાતનાં શાકભાજી, દાળ અને ખીચડીમાં થાય છે. હળદર નાખવાથી એમાં સુગંધ અને સ્વાદ આવે છે. ગુમડા પર હળદર,મીઠું, તેલ અને લોટ મેળવીને બનાવેલી પોટલી લગાડવાથી મટી જાય છે. શરદી થઇ હોય ત્યારે હળદરનો ધુમાડો શ્ર્વાસ સાથે અંદર લેવાથી તેનો ઉપદ્રવ મટી જાય છે.
જટામાંસી : જટામાંસી ઉતેજક, પાચક, કફનિવારક, શરીરનું સંકોચન મટાડનાર છે. જૂનો તાવ, કોઢ,વિષમાગ્નિ, ઝાડા આંખોના દર્દો, દમ શ્ર્વાસારોધ તથા સંધિવામાં એ લાભકારી છે. હિસ્ટીરીયા, હદયગતિની તીવ્રતા અને વાયુ પ્રકોપમાં હિતકારી છે. જટામાંસીનો અર્ક સ્નાયુની નબળાઇ અને શરીરના દુખાવામાં એ આરામ આપે છે.
– કુંવાર: સ્વાદે મીઠી છે. કુંવાર ત્રણ જાતની હોય છે. ત્રણે જાતમાં રસાયણ ગુણો સરખા હોય છે. કુંવારના પાંદડાને ત્રાંસા કાપીને તેમાંથી આસવ તૈયાર કરાય છે. આ આસવ પાણીમાં ઓગળી જાય તેવો હોય છે. નિયમિત રજસ્ત્રાવ લાવનારી છે. જઠરાગ્નિ સતેજ કરે છે. અને પેટની ક્રિયાઓને ઉત્તેજિત કરે છે. રજોદર્શનન થતું હોય અને લોહી થોડા પ્રમાણમાં હોય તો લોહ સાથે આને મેળવી શકાય છે.
– કપુર: કોઇ બેભાન થઇ ગયો હોય તો 1 રતી કપુર દૂધમાં ભેળવીને અપાય છે. કપૂરનો ગુણ ગરમીથી થતા દર્દો દૂર કરવાનો છે. કપૂર વધારે પ્રમાણમાં આપવામાં આવે તો નપુંસકતા આવે છે. કપૂર સ્પર્શનિવારક છે.દાંતનો દૂખાવો દૂર કરવા એનો ઉપયોગ કરવામાં આવે છે. દાંતના પોલણમાં કપૂરનો ભુકો ભરવામાં આવે છે. કપૂર અને સરસીયાના તેલ ભેળવી માલીશ કરવાથી વા ના રોગો મટે છે. સ્તનમાં દૂધનો જમાવ રોકવા માટે પણ ઉપયોગ થાય છે.

– સૂંઠ: ઘણાં દર્દોમાં કામ આપતી સહેલાઇથી મેળવી શકાતી ઔષધ છે. લીલા આદુને છાંયામાં સૂકવી સૂંઠ બનાવાય છે. તે શકિત વર્ધક, કફ, વાત શામક છે અને લોહિના વિકારોમાં ફાયદાકારક છે. જુનાં સાંધાના દર્દોમાં પણ શ્રેષ્ઠકામ આપે છે. બાહ્ય ઉપચાર તરીકે વાટીને તેનો લેપ કરી શકાય છે. ભોજન પહેલાં લેવામાં આવતાં ભૂખ ઉઘડે છે. તાવમાં પણ ઉપયોગી છે. હરિદ્રાખંડ, પંચસમ ચૂર્ણ, રાસ્નાદિ કવાથ, સુંઠીસુરા રૂપે મળે છે. અશ્ર્વગંધા કે નિર્ગુંડી સાથે તે આમવાતમાં સારો ફાયદો આપે છે. આદુ તથા મધ સાથે પ થી 10 મિલી. પણ લેવામાં આવે છે.
શંખપુષ્પી: પંચાણ ચૂર્ણ તેમજ તાજો રસ વપરાય છે. તે બુદ્ધિવર્ધક તેમજ ત્રિદોષનાશક છે. મગજ અને હદય માટે ઠંડક આપનાર, તાણ ઓછી કરનાર છે. ઉત્તેજના, તાણ, ક્ષોભ વગેરેને લીધે લોહીનું દબાણ ઉંચુ જતું હોય તો રોકે છે. સામાન્ય નબળાઇમાં બળવર્ધક છે.
– શતાવરી : મૂળ ઉપયોગી છે વાત,પિત્તશામક છે, ધાતુઓ, માંસ, શુક્રાણુમાં વૃધ્ધિ લાવે છે. કોઇ પણ પ્રકારનો રોગી વાપરી શકે છે. ચયાપચયની ગરમીને શાંત કરી બળ આપે છે. કોઇ પણ તત્વની ખામી હોય તો આ દવા ત્યાં પહોંચી જઇ ફાયદો કરે છે. હદયની ક્ષમતા વધારે છે. ગર્ભાશય માટે પણ સારું છે. શતાવરી ધૃત, શતમૂલ્યાદિલેહ, શતાવરી પાનકશ તરીકે મળે છે.
– બલા, ખરેટી : મૂળ અને બીજ વપરાય છે. મગજ માટે ઉત્તેજક છે અને શ્ર્વાસનળીને પહોળી બનાવે છે વાત-પિત્ત શામક છે અને ક્ષય તેમજ સામાન્ય નબળાઇમાં વપરાય છે. પક્ષઘાત, સાંધાના રોગ, પ્રદર, ગર્ભાશયની નબળાઇ તેમજ તાવમાં ઘણું લાભદાયક છે. શુક્રાણુઓને વધારે છે. નાડીઓને બળ આપે છે અને સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધારે છે. હદયને બળ આપી લોહી શુદ્ધિની માત્રા વધારે છે. ઓજસ વધારનાર શ્રેષ્ઠ ઔષધ છે. બલાદિકવાથ બલાધધૃત, બલાધરિષ્ટ તરીકે પણ ઓળખાય છે.

– કંટકારી : ભૂખરાં ફુલ ઉપયોગમાં લેવામાં આવેછે. પંચાંગ પણઉપયોગી છે. કફ,વાયુ શામક છે. બાળકોની ખાંસી, ક્રોનિક બ્રોન્કાઇટીસ, લેરીજાઇટીસ, હિચકી, શ્ર્વાસ રોગ, એલર્જિક બ્રોન્કાટિીસમાં વપરાય છે. હદય પરનો સોજો મટાડનાર, લોહીનું દબાણ ઓછું કરનાર છે. પંચાગ કવાથ દિવસમાં 60 મિલિ બે વાર લેવો જોઇએ. આદુનો રસ સાથે લેવાથી દમનો અસાધ્ય રોગ પણ મટે છે. વ્યાધિ હરિતકી તરીકે બજારમાં મળે છે.
– જેઠી મધ : આનાં મૂળ ઉપયોગમાં લેવાય છે. તે અંદરથી પીળું અને રસદાર હોય છે. તેમજ હલકી મીઠી સુગંધવાળું હોય છે. બળતરા ઓછી કરનાર, વાત-પિત્ત શામક, તરસ મટાડનાર, પેટની બળતરા, ચાંદાના ઘા, પેટની ચૂંક, આંચકી, માટે અક્ષીર છે. નાડીઓને બળ આપનાર, બુધ્ધિ વર્ધક છે. કબજિયાત મટાડે છે. અને યકૃતને પણ ફાયદો આપેછે. દમનો વેગ શાંત પડે છે. અને કફ જલ્દી નીકળી જાય છે. 6 ગ્રામ ચૂર્ણ ઠંડા પાણી સાથે એક બે વાર લેવામાં આવે છે. કવાથના રૂપમાં 15 મિલી દિવસમાં ર થી 3 વાર આપવામાં આવે છે. અર્ક 1.5 ગ્રામ લેવો જોઇએ.
– હરડે : માણસની માતા સમાન હિતકારી ગણાય છે. હરડે ત્રિદોષ હર છે. લવણ સાથે કફના રોગોમાં, ખાંડ-સાકર સાથે પિત્તના રોગોમાં તેમજ ઘી સાથે વાયુજન્ય રોગોમાં આપવામાં આવે છે. જુની કબજિયાત, આંતરડાને નુકસાન કર્યા સિવાય દુર કરે છે. બાહ્ય રોગોનાં જીવાણું ને મારી દુર્ગંધ મટાડે છે. નાડીઓને બળ આપે છે. કુમિ રોગ, પાંડુરોગ, મંદાગ્નિ, યકૃત પ્લીહાની વૃધ્ધિમાં વાપરી શકાય છે. સૂકા ફળનું ચૂર્ણ 3 ગ્રામ વપરાય છે. ગેસ્ટ્રાઇસમાં મોમાં રાખી ચાવીને, કબજીયાત, હરસ મસાનો સોજો ઉતારવા હરડેનો કવાથ એનિમા પણ અપાય છે. અભ્યારિષ્ટ, પથ્યાદિવટી ચિત્ર હરિતકી રૂપે બજારમાં મળે છે. પરંતુ કોઇપણ જડ્ડબુટી કોઇ વૈદ્ય કે ડોકટરની સલાહ અનુસાર લેવી આવશ્યક હોય છે. અને તેમના માર્ગદર્શન મુજબ જ ઉપયોગ કરવો હિતાવહ છે.

NO COMMENTS