જાણો.અખરોટ ખાવાથી થતા ફાયદા

0
2055

અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે. અખરોટના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જગ્લાન્સ નિગ્રા છે. ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીરમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે. દાંત માટે અખરોટના સ્વાસ્થ્ય ગુણોને કારણે ડેન્ટિસ્ટ પણ તેના સેવનની સલાહ આપે છે. અખરોટમાં ફાયબર, વિટામીન-બી, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે. અખરોટ અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાંચથી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટ ઉપરાતં કાજુ, બદામ, પિસ્તા પણ પ્રોટીન અને વિટામીનથી ભરપૂર હોય છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય. અખરોટમાં ભરપૂર માત્રામાં વિટામીન ઈ અને પ્રોટીન જોવા મળે છે. તેમાં મીટની સરખામણીએ વધુ પ્રોટીન હોય છે. તેનાથી સ્કિન ગ્લો કરવા લાગે છે અને વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાનાં સંશોધકોએ લગભગ ૫૦ વધુ વજનવાળા અને ડાયાબીટીસનો રોગ ધરાવતા સ્ત્રી-પુરુષના આરોગ્યપ્રદ આહારમાં રોજ ૩૦ ગ્રામ અખરોટનો ઉમેંરો કર્યો. પછી તેઓએ નોધ્યું કે અખરોટથી દર્દીમાં ઇન્સ્યુલીન લેવલનો વધારો નોંધાયો અને શુગર ઘટયું હતું. અખરોટમાં વિટામીન ઇ એન્ટી ઓકિસડન્ટ છે તેમજ એમાંથી નીકળતું તેલ ઓમેગા ઓઈલ અને પોલિ અનસેચરેટેડ ફેટ્સ ભરપૂર હોય છે .જેથી ઇન્સ્યુલીનની કામગીરી ખોરવ્યા વિના ચયાપચયની ક્રિયા થાય છે અને દર્દીમાં શુગર લેવલ કાબુમાં રહે છે. અખરોટ શરીરને કેન્સરથી બચાવે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સરના સેલને એકઠા થતા રોકે છે. અખરોટ બ્રેસ્ટ કેન્સરને પણ રોકવામાં સૌથી વધુ લાભદાયક માનવામાં આવે છે

NO COMMENTS