જિદ્દી-મહત્વાકાંક્ષી- માથા ફરેલ માનવી એટલે મંગળ શનિ

0
384

જયોતિષશાસ્ત્રમાં શત્રુ ગ્રહોના સંબંધો માનવીના મૈત્રીપૂર્ણ સંબંધો, માનવીના સ્વભાવ, તેની રહેણીકરણી રીતભાત અને સામાજિક માન મરતબો પર ભારે અસર કરે છે. બ્રહ્માંડમાં આવો એક સંબંધ છે. મંગળ અને શનિ ગ્રહનો કે જે જાતકને કયારેક મક્કમ,જિદ્દી, તો કયારેક મહત્વાકાંક્ષી અને માથાભારે બનાવે છે. દેવ અને દાવન અને માનવનાં યુધ્ધો પ્રાચીન અને જૂનાં યુધ્ધો ગ્રહો ગ્રહો વચ્ચે ખેલાંતા આવ્યા છે. એક ગ્રહ બીજા ગ્રહથી ડરે અને એક માનવી બીજા માનવીના કારણે મરે તો બિચારી જીંદગી શું કરે કયારેક ગ્રહોની આંતરિક શત્રુતાના કારણે માનવી પારાવાર નુકશાન ભોગવે છે. ગ્રહોની પ્રતિકૂળ યુતિ અને સંબંધોને માપવામાં બદતર બનાવે છે. શનિ મંગળના સંબંધ માનબવીને એટલી હદે મહત્વાકાંક્ષી બનાવી મૂકે છે. કે કયારેક એક માનવીની જીદ અને માથાભારે વૃતિને કારણે જગત પર શાપ અને હાહાકાર ફેલાઇ જાય છે. શનિ મંગળના અવળા સંબંધના કારણે સમગ્ર જગત ઉપર અત્યાચાર ફેલાવી જંગલિયતની વ્યાખ્યાનો પરિચય કરાવે છે. મંગળ અને શનિના વિપરીત સંબંધો જન્મકુંડળીમાં એક વિરોધાભાસ અને વૈમન્સ્ય ઉભું કરે છે.
જયોતિષશાસ્ત્રના મૂળભૂત સિધ્ધાંત મંગળ અને શનિને ઘણી બધી રીતે જુદા પાડે છે. આ બંને ગ્રહોના સ્વભાવ અને લક્ષણ સાવ જ જુદા જુદા અને અલગ હોય છે. જેમ કે મંગળ ઝડપી અને તેજ ગતિશિલ ગ્રહ છે જયારે શનિ અતિ મંદ ગતિનો ગ્રહ છે. મંગળ એક રાશિમાં લગભગ અઢિ વર્ષ રહે છે. મંગળનો રંગ લાલ અને શનિનો રંગ વાદળી છે. મંગળ પર અઢળક તાંબુ અને સલ્ફયુરીક એસિડ આવેલાં છે. આથી મંગળનો ગ્રહ અતિ ઉગ્ર રહે છે.
જયારે શનિ પર એક પ્રકારનું મોરથુંથું પ્રકારનું ઝેરી તત્વનું પ્રમાણ છે. આથી શનિ પર જીવનની શકયતાઓ નહિવત છે. ગ્રહ મંડળમાં દરેક ગ્રહની જાતિ નકકી કરવામાં આવી છે. તે મુજબ મંગળને પુરુષ ગ્રહ ગણવામાં આવે છે. જયારે શનિ નપુંસક ગ્રહ છે. મંગળનું અન્ન ઘઉં અને શનિનું અડદ છે. આમ અસંખ્ય બાબતો મંગળ અને શનિને એકબીજાથી જુદા પાડે છે. અને આ કારણોથી માનવીની જન્મકુંડળીમાં જો શનિ મંગળના સંબંધ હોય તો સામાન્ય માણસ કરતાં સાવ જુદો અર્થાત કયારેક જિદ્દી તો કયારેક મક્કમ તો કયારેક પરોપકારી તો કયારેક મહત્વાકાંક્ષી તો કયારેક માથાભારે પણ આવું સાવ અનોખું વ્યકિતત્વ માત્રને માત્ર શનિ મંગળના સંબંધમાં જ બને છે. હિટલર આ યુતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.
પૃથ્વી પર રામ રાવણની રામાયણ તો કયારેક અર્જુન દુર્યોધન અને શ્રી કૃષ્ણનું મહાભારત છે. દેવ દાનવ અને માનવનાં યુધ્ધો પ્રાચીન કાળથી ખેલાંતા આવ્યા છે. પરંતુ એનાથી અતિ અર્વાચીન પ્રાચીન અને જૂનાં યુધ્ધો ગ્રહો ગ્રહો વચ્ચે ખેલાંતા આવ્યા છે. એક ગ્રહ બીજા ગ્રહથી ડરે અને એક માનવી બીજા માનવીના કારણે મરે તો બિચારી જીંદગી શું કરે ? કાયરેક ગ્રહોની આંતરિક શત્રુતા પણ માનવીના જીવન ઉપર અસર કરતા જોવા મળે છે.
બેનજીર ભુટ્ટોની મક્કમતા, જીદ અને શાસન પ્રાપ્તિ માટે માથાફરેલ મિજાજથી કોણ અજાણ છે બેનજીરની મહત્વાકાંક્ષાઓને તોલવા બેસીએ તો દુનિયાનાં ત્રાજવાં ટુંકા પડે. આ છે શનિ મંગળના અજીબો ગરીબ સંબોધોની કમાલ.

NO COMMENTS