પૃથ્વીનું અમૃત સમાન : ગાયનું દુધ

0
938

શહેરમાં 99 ટકા શહેરીજનોના નસીબમાં શુધ્ધ દેશી ગાયનું દુધ કે ધી નથી. જર્સી ગાયના દૂધમાં સંતોષ 

હાલમાં આપણા શહેરોમાં જયાં ગાયનું દૂધ જવ્વલે જ જોવા મળે છે. અને સોફટ ડ્રિંકસ તો ઘરે ઘરે જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ પૂરાવા સાથે શોધી કાઢયું છે કે, ગાયના દૂધમાં સોનાની રજકણો છે. ગાયના દૂધનો જે પીળો રંગ છે તે આ સુવર્ણને આભારી છે. અને સોફટ ડ્રિંકસમાં એસિડ હોય છે. જે હાડકાને ગાળી નાખે છે. છતાં તેનો ભાવ વધારે છે જો આપણે સાચા ગાયના દૂધની કિંમત સમજતા હોઇએ તો તેની ભારોભાર સોનું પણ ચૂકવવા તૈયાર થઇ જાય ગાયના દૂધના નામે શહેરોમાં જે ડેરીનું દૂધ મલે છે તે હકીકતમાં ગાયનું દૂધ નહીં પણ જર્સી કે વર્ણશંકર ગાયોનું દૂધ હોય છે. અથવા પાવડર મિશ્રીત દૂધ હોય છે.
જર્સી અને વિદેશી ગાયો તે હકિકતમાં ગાયો નથી પણ ડુકકરના વર્ગનું એક પ્રાણી છે. આ પ્રાણીનું કદ ગાયના કદનું હોય છે. તમે ધ્યાનથી જોશો તો ડુકકરને લગતી જોવા મળશે. આ કારણે જ ગાયના દૂધમાં જે તત્વો જોવા મળશે તે જર્સી ગાયના દૂધમાં તત્વો જોવા નહીં મળે. અને આપણેભ્રમમાં રહેતા હોય છીએ કે ગાયનું દૂધ છે પરંતુ વાસ્તવીકતા કંઇક અલગ જ છે.આયુર્વેદના પ્રાચીન ગ્રંથો મુજબ ગાયના દૂધના ગુણો મેળવવા હોય તો દેશી ગાયનું દૂધ જ પીવું પડે. નવજાત શિશુ માટે શ્રેષ્ઠ માતાનું દૂધ છે. માતાના દૂધ પછી બીજા નંબરે ગાયનું દૂધ આવે છે.આધુનિક આહાર શાસ્ત્ર મત મુજબ ગાયના દૂધમાં 23 પ્રકારના પ્રોટીન, 17 પ્રકારના ખનિજ તત્વો, 11 પ્રકારના ડેર એસિડ, પાંચ પ્રકારના વિટામીન, બે પ્રકારના શર્કરા, તાંબુ, લોહ, આયોડિન, મેંગેનીઝ, સિલીકોન વગેરે હોય છે. કે જે પાચનતંત્ર અને શરીરની તમામ રચનાઓને શરીર ટકાવી રાખવામાં મદદરુપ થાય છે.
રશિયન વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી પંચગવ્ય એટલે દૂધ, ઘી, છાશસ મુત્ર અને છાણ ઉપર સંશોધન કરીને શોધી કાઢયું હતું કે આ પાંચેય પદાર્થોમં સ્ટ્રોન્શિયમ નામનું તત્વ હોય છે. જે અણુ કિરણોનો મુકાબલો કરવા સક્ષ્મ છે. જે ઘરોમાં ગાયના છાણનો બળતણ તરીકે અથવા ધૂપમાં ઉપયોગ કરવામાં આવતો હોય તેને કિરણોત્સર્ગ્રની અસર થતી નથી. જે મનુષ્યો પોતાના આહારમાં ગાયનું દૂઘ, ધી, છાશ વગેરેનો ઉપયોગ કરે છે તેઓ અણુકિરણોત્સર્ગની અસરમાંથી બચી જાય છે.
જૂના જમાનામાં લોકો ઘરની બહાર ગાયના છાણનું તાપણું કરવા તેની પાછળ પણાવા જ કોઇ આશય હોવો જોઇએ. વૈદિક ધર્મમાં જે હોમ-હવન કરવામાં આવે છે તેમાં પણ ગાયના ઘીનો અર્ધ્ય આપવામાં આવે છે. મંદિરોમાં પણ ગાયના ઘીના દિવા પ્રગટાવતા હોવાથી વાતાવરણમાં પવિત્રતા અને શુધ્ધતા જળવાઇ રહે છે. વીજળીના દિવામાં આવી શુધ્ધતા અને પવિત્રતા જળવાતી નથી.
મહાભારતમાં જે યક્ષનો પ્રસંગ આવે છે તેમાં મહારાજા યુધ્ધિષ્ઠરને પ્રશ્ર્ન કરવામાં આવે છે આ પૃથ્વી પરનું અમૃત કયું ? તેના જવાબમાં ધર્મરાજા કહે છે. ગાયનું દૂધ. આ જવાબને યક્ષરાજ પણ માન્ય રાખે છે. આયુર્વેદના મતે ગાયનું દૂધ અત્યંત સ્વાદિષ્ટ,સુંવાળું, કોમળ, ચીકાશવાળું, મધુર, રુચિકર, લોહી વધારનાર, બુધ્ધિવર્ધક અને આયુષ્યવર્ધક હોય છે. ગાયના દુધને સંજીવની ગણવામાં આવે છે. ગાય વગડામાં જઇને જેટલી જડ્ડીબુટીઓ પોતાના આહારમાં ગ્રહણ કરે છે તે બધાના ગુણો તેના દૂધમાં જોવા મળે છે.
ગાયના દૂધ બાળકો માટે ઉતમ ગણાય છે માટે જ માતાના દૂધ પછી બીજું સ્થાન ગાયના દૂધને આપવામાં આવ્યું છે. ગાયના દૂધ પીનારા બાળકો અત્યંત બુધ્ધિશાળી હોય છે. ગાયનું વાછરડું જન્મતાવેત એક કલાકમાં ઉછળકૂદ કરતું જોવા મળે છે. ગાયનું દૂધ પીવાથી થાક ઉતરી જાય છે. ગાયનું દૂધ વિષનાશક હોય છે. હોજરીમાં પડેલા ચાંદા માટે ગાયનું દૂધ ઉત્તમ ઔષધ છે. પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યા મુજબ ગાયના શરીરમાં સૂર્યકેતુ નાડી હોય છે આ નાડી ગાયની ખૂંધમાં હોય છે. આ નાડી વડે તે સૂર્યપ્રકાશની મદદથી પોતાના શરીરમાં સુવર્ણ પેદા કરે છે. આ સુવર્ણના અંશો દૂધમાં અને ઘીમાં પણ જોવા મળે છે. જર્સી ગાયને ખૂંધ જ નથી હોતી. આજે શહેરમાં ગમે તેટલો શ્રીમંત માણસ હોય છતાં પણ પોતાના આંગણામાં ગાય બાંધી શકતો નથી. કે તેનું તાજું દૂધ પી શકતો નથી….

NO COMMENTS