મસ્તક ઉપર તિલક રોજ કરવું જોઇએ

0
603

( સુરેશભાઇ ત્રિવેદી)

આપણા દેશમાં કપાળ ઉપર તિલક કરવાની પ્રથા પ્રચલિત છે. આ એક પ્રાચીન પ્રથા છે. આપણા શરીરમાં સાત શુકન કેન્દ્ર છે. જે અપાર શકિતનો ભંડાર છે. આને ચક્ર કહેવામાં આવે છે. મસ્તકના વચ્ચે કપાળમાં જે સ્થાન પર તિલક કરવામાં આવે છે. તે ભાગ આજ્ઞા ચક્ર છે. શરીર શાસ્ત્રના અનુસાર પીનિયલ ગ્રન્થિનું સ્થાન હોવાને કારણે, જયારે પીનિયલ ગ્રન્થિને ઉદીપ્ત કરવામાં આવે છે ત્યારે મસ્તકની અંદર એક પ્રકારના પ્રકાશની અનુભૂતિ થાય છે. પીનિયલ ગ્રન્થિના ઉદીપનથી આજ્ઞાચક્રનું ઉદીપન થાય આથી ધાર્મિક કર્મકાંડ,પૂજા ઉપાસના કે શુભકાર્યોમાં તિલક કરવાની પ્રથા છે. હિન્દુ પરંપરામાં મસ્તક પર તિલક કરવું શુભ  માનવામાં આવે છે. આને સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવે છે. વિજય મેળવાની કામના, હોળી પર હળદર, ચંદન કે કુમકુમનું તિલક કરવામાં આવે છે. સ્ત્રીઓ લાલ કુમકુમનો ચાંદલો કરે છે તે પણ કારણ વગર નહીં પણ ખાસ પ્રયોજનથી લાલ રંગ ઉર્જા તથા સ્ફૂર્તિનું પ્રતિક છે. ચાંદલો સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે. તિલક કરવું માતાજીની ભકિતમાં પણ જોડાયેલો છે. માતાજીની પૂજા કરીને માથા પર તિલક કરવામાં આવે છે. તિલક માતાજીના આશિર્વાદનું પ્રતિક માનવામાં આવે છે. આનાથી આજ્ઞાચક્રને નિયમિત ઉતેજના મળતી રહે છે. શાસ્ત્રો અનુસાર માથને ઇષ્ટદેવનું પ્રતિક માનવામાં આવે છે. આપણા ઇષ્ટદેવનું સ્મરણ આપણને સદૈવ રહે તેવી ધારણા, ધ્યાનમાં રાખી મનમાં આ કેન્દ્ર બિન્દુની સ્મૃતિ થાય.શરીર વ્યાપી ચેતના બને આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત થતી રહે તેથી આ તિલક યા ચાંદલા દ્વારા આજ્ઞાચક્ર પર એકત્રિત કરી ત્રીજા નેત્રને જાગ્રૃત કરી શકે તેથી આપણે  માનસિક જગતમાં પ્રવેશ કરી શકીએ. તિલક કરવાથી સ્વભાવમાં સુધારો આવે છે. અને જોવા વાળા પર સાત્વિક ભાવ પડે છે. તિલક જે પદાર્થનું કરવામાં આવે તે પદાર્થને શરીરને જરૂરત હોય તે પણ પૂર્ણ થાય છે. તિલક કોઇ ખાસ પ્રયોજનથી પણ કરવામાં આવે છે. જેમ કે મોક્ષપ્રાપ્તિ કરવી હોય તો તિલક અંગુઠાથી, શત્રુના નાશ માટે તર્જનીથી, ધન પ્રાપ્તિ માટે  મધ્યાથી તથા શાન્તિ માટે અનામિકાથી કરવામાં આવે છે. દેવતાઓને તિલક મધ્યમા આંગળીથી કરવામાં આવે છે. આમ તો તિલક અનામિકા આંગળી દ્રારા કરવામાં આવે છે. અને આમાં ફકત ચંદન જ લગાવાય છે. તિલક સાથે ચોખા લગાવાથી લક્ષ્મીજીને આકર્ષિત કરવા તથા ઠંડક અને સાત્વિકતા મેળવવાનું કારણ છુપાયેલ છે આથી દરેક વ્યકિતએ તલક જરૂર કરવું જોઇએ. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તિલક કરવું ઉપયોગી માનવામાં આવે છે માથું ચહેરાનું મધ્યમ ભાગ છે.
તેની વચમાં તિલક કરી દ્રષ્ટિને બાંધી રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. તિલક હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે. તિલક ફકત ધાર્મિક માન્યતા નથી. તિલક કરવાથી મનને શાંતિ મળે છે.
ચંદનને ઓરસીયા ઉપર ઘસીને તિલક કરવામાં આવે છે. આનાથી મુખમંડળની આભા સૌમ્ય દેખાય છે. તિલકથી માનસિક ઉત્તેજના પર નિયંત્રણ મેળવી શકાય છે. શાસ્ત્રોમાં પંચ ગંઘ યા અષ્ટગંધ થી બનેલ તિલક કરવાનું મોટું મહત્વ છે. તંત્ર શાસ્ત્રમાં શરીરના તેર ભાગમાં છે. પરંતુ આખા શરીરનું સંચાલન મસ્તક કરે છે આથી તેના પર તિલક કરવાની પ્રથા વધુ પ્રચલિત છે. માટે હિન્દુ શાસ્ત્રમાં તિલકનું અત્યંત મહત્વ છે. ઋષિમુનિઓ, યોગી, સાધુ,સંત આટલા માટે તો તિલક કરે છે. તિલક દ્રારા મનુષ્યનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. તિલકમાં સૌથી શ્રેષ્ઠ તિલક ચંદન કે જે ઓરસીયા ઉપર ઘસીને બનાવામાં આવે છે. તિલક એ હિન્દુ સંસ્કૃતિના પ્રતિક સમાન છે

NO COMMENTS