માથાના વાળની સંભાળ

0
1680

( આસ્થા મેગેઝીન -રાજકોટ)

માથાના વાળના મૂળમાં કુદરતે તેલ મુકેલું છે, જેથી વાળને જરૂરી ખોરાક મળી રહે તે ઘટ્ટ અને કાળા રહે. વાળના પોષણ માટે કુદરતે તેના મૂળમાં મૂકેલા તેલથી અનેક બારીક નસો અને કોશોને ઠંડી ગરમીથી રક્ષણ મળે છે. ઘણા લોકો દરરોજ સાબુ ઘસી ગરમ પાણીથી સ્નાન કરે છે અને કુદરતના ઉજણનું આ તેલ ધોવામાં કાઢી નાખે છે. માથુ ધોવામાં ખાસ કરીને સાબુનો કે શેમ્પુનો ઉપયોગ કરવો નહીં. માથાને ખૂબ ધસો. તેલ માલિસ કરો. શિયાળામાં સરસિયાથી અને ઉનાળામાં તલના તેલથી માલિસ કરવું જોઇએ. નારાયણ તેલ બારેમાસ વાપરી શકાય. માલિસ કર્યા બાદ તેલવાળા હાથે વાળને ખેંચતાણ કરો. ધીમા હાથે વાળીને વ્યાયામ આપવો. મૂળને કસરત મળવાથી ઊંજણનું તેલ વધારે છૂટશે. વાળ ઘટ્ટ બનશે. અને ખરતા અટકશે. માલિસ કર્યા બાદ ધીમા હાથે વાળને ટપારો, થપાટો, મારો, ઠોકો, આમ કરવાથી વાળના મૂળને કસરત મળી રહે છે અને વાળના મૂળનાં છિદ્રો ખુલ્લાં થતાં કુદરતી તેલનું ઉંજણ સારી રીતે થાય છે. માથાના મૂળ પાસે બારીક અવયવોને લોહીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. અને રોગ સામેની ક્ષમતા પ્રાપ્ત થાય છે. ઉંજણથી ખોરાક મળી રહેવાથી વાળ ઘટ્ટ બને છે. શીર્ષાસન કે સર્વાંગાસન જેવા આસનો નિયમિત કરવાથી માથાના વાળ તેમજ માથાના અવયવો ચમત્કારીક બને છે.
યુવાવસ્થામાં આસન કરવાથી વાળને ભરપૂર તંદુરસ્તી અને પોષણ મળી રહે છે. મોટી ઉંમરે પણ વાળ કાળા રહે છે. ઠંડી અને ગરમીમાં રક્ષણ માટે ભગવાને વાળ આપેલા છે. આચાર, વિહાર તેમજ રહેણીકરણીમાં આધુનિકતાના નામે વિકૃતિ આવી છે.
કેટલાયના માથાના વાળ ભરયુવાનીમાં સફેદ થઇ જાય છે કે ખરી પડે છે. વાળને સુંવાળા, ઘટ કે કાળા રાખવા માટે વૈજ્ઞાનિક માવજત અને કસરતની જરૂર પડે છે. માથના વાળ અકાળે ધોળા થાય, ખરી પડે કે માથે ટાલ પડી તે પહેલાં જરૂરી માલીશ, વ્યાયામ, ખોરાકમાં કાળજી રાખવી જોઇએ. માથું હંમેશા ધોવા માટે ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઇએ. ઠંડીની ઋતુમાં હુંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. વાળ તેલ રહિત થવાથી અકાળે બરછટ અને ખરવા લાગે છે. વધુ ને વધુ વાળ ખરવા લાગે છે. સફેદ થવા લાગે છે. માટે વધુને વધુ તૈલી વાળ રાખવા જોઇએ.

NO COMMENTS