માહિતી અધિકારનો ઉપયોગ કેવી રીતે કરશો

0
970

(આસ્થા મગેઝીન રાજકોટ-ગુજરાત)

પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રિય માહિતી પંચ અને રાજય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજયની સ્થાપના કરેલી છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરિકો સર્વોપરિ છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસદની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતિઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવાબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલાં નાણાં કેવી રીતે ખર્ચાયાં ? તે જાણવાનો દેશના તમામ નાગરિકોને અધિકાર છે. નાગરીકોનો જણાવનો અધિકાર માહિતી અધિકારનો કાયદો-2005 દ્વારા નિશ્ર્ચિત થય છે. આ કાયદો તમામ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારનો ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બને છે.

  • માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?

માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય, રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેકટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તામંડળની પહોંચમાં આવતી માહિતી. માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરાંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
ફઆ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકોને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ 6(1)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજૂ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂર સહાય કરશે.
ફઅરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી
ફઅરજીમાં તમને જરૂરી માહિતી ટૂંકમાં માંગો. તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે. અથવા સ્પષ્ટતાના અભાવે આપને બિનજરૂરી માહિતી મળે તેવું બને અરજીમાં….
(1) જાહેર માહિતી અધિકારી, તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું
(2) અરજદારનું નામ તથા ટપાલનું સરનામું
(3) તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત.
(4) તમે ભરેલી અરજી ફીની વિગત. જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હો તો બી.પી.એલ. કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોનાં નામ લખેલા પાનાની સ્વપ્રમાણિત ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બીડાણ તરીકે કરો.
(પ) તમે માહિતી અધિકારના કાયદ હેઠળની માહિતી માંગો છો તેવું સ્પષ્ટ લખો.
ફતમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
ફઅરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નકકી કરવાનો અધિકાર નાગરિકનો છે.
ફજાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકાર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહે છે, તેથી પહોંચ મેળવવાનું ભૂલશો નહીં.

  • અરજી કોને આપશો ?

માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી, નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
ફઆપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગને જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપથી મળશે.
ફકાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજૂ થયેલી કોઇપણ ખાતેને લગતી માહિતી અંગેની અરજી સ્વીકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ 6(3) મુજબ અરજ પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતેને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
ફઅરજી જાહેર માહિતી અધિકારને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સામાં રૂ.10 અને રાજય સરકારમાં રજૂ થયેલી અરજી માટે રૂ. 20 અરજી ફી (બી.પી.એલ. સિવાયના અરજદારોએ ) ભરવાની રહે છે. કેન્દ્ર સરકારને રજૂ કરવાની અરજી નક્કી કરેલી પોસ્ટ ઓફિસમાં પણ ફી સાથે આપી શકાય છે.
ફરાજય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી,ડિમાન્ડ ડ્રાફટ, પે ઓર્ડર કે નોન જયુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચોંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ ડ્રાફટ, બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વીકારવાની ના પાડી શકે નહીં અને જો તે અરજી કે ફી સ્વીકારવાની ના પાડે તો માહિતી અધિકારના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારવામાં આવી છે તેમ ગણાય છે. અને આવા કિસ્સામાં અરજદાર માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.

  • અરજી કર્યા પછી શું ?

જાહેર માહિતી અધિકારીને અરજી મળ્યા પછી તે ચકાસશે કે અરજી ફી જમા થઇ શકે છે કે નહીં ?
બી.પી.એલ. કુંટુંબના અરજદારે માહિતી માટે કોઇ ચાર્જ ભરવાનો થતો નથી. આ માટે અજી સાથે બી.પી.એલ. કાર્ડ અથવા દાખલાની નકલ જોડવાની રહે છે.
માહિતી અધિકાર ગુજરાત નિયમો-2005ની કલમ 3 (1) મુજબ જાહેર માહિતી અધિકારી તમને અરજી મળ્યાની પહોંચ આપશે.

જો તમે અરજી સાથે ફી નહીં ભરી હોય તો જાહેર માહિતી અધિકાર નિયમ 3 (2) પ્રમાણે ફી ભરવા જાણ કરશે.
તમે માંગેલી માહિતી એકત્ર કી, તે માટે તમારે ભરવાની થતી રકમની તમને લેખિતમાં જાણ કરશે.
જો તમે માંગેલી માહિતી વ્યકિતના જીવન અને સ્વાતંત્રને લગતી હોય તો 48 કલાકમાં પૂરી પાડવાની કાયદાની કલમ 7 (1) માં જોગવાઇ છે.
કાયદાની કલમ 8 માં આ કાયદા હેઠળ જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેવી બાબતોની યાદી આપવામાં આવી છે.
જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવી હોય તેમ છતાંય ભ્રષ્ટાચાર માનવઅધિકારનો ભંગ અને વ્યાપક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં આવેથી પૂરી પાડવાની રહે છે.
જાહેર માહિતીઅધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જરૂરી છે. તો જાહેર માહિતી અધિકારી તે માહિતી પૂરી પાડશે.
આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીને રાજયની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતીનો કોઇપણ નાગરિકને ઇન્કાર કરી શકાશે નહીં.
ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાંઆવે તો શું કરવું ?
ત્રીસ દિવસમાં માહિતી ના મળે તો, તમે જે તે વિભાગના અપીલ સત્તાધિકારીને અપીલ કરી શકો છો.
અધૂરી, ખોટી કે ગેરમાર્ગો દોરતી માહિતી મળ્ે કે તે માટે ભરવાની રકમ અપ્રમાણસર કે નિયમ વિરુદ્ધ લાગે તો રાજય માહિતી આયોગને કાયદાની કલમ 18(1) (2) હેઠળ સીધી ફરિયાદ કરી શકાય છે.
જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ હોય તેવી વ્યકિત, અથવા ત્રીસ દિવસમાં કોઇ નિર્ણય ના મળ્યો તે સંજોગોમાં તે પછીના ત્રીસ દિવસની અંદર કાયદા હેઠળ નિમાયેલા અપીલ સત્તાધિકારીને અપીલ થઇ શકે છે.
અપીલ માટે કોઇ ફી ભરવાની હોતી નથી.
અપીલ સાદા કાગળ પર લખવાની રહે છે તેમાં,
(1) અપીલ સત્તાધિકારી, વિભાગ-કચેરીનું નામ
(2) અપીલ કરનારનું નામ અને સરનામું
(3) જાહેર માહિતી અધિકારી, વિભાગ, સરનામું
(4) જે નિર્ણય સામે અપીલ કરી હોય તેની ટૂંકી વિગત અને હુકમની તારીખ અને ક્રમાંક નંબર
(પ)માહિતી માંગતી અરજી કર્યાની તારીખ
(6) માંગવામાં આવેલી માહિતીની વિગત
(7) માહિતી માંગતી અરજીને ત્રીસ દિવસ પૂરા થતા હોય તે તારીખ
(8) અપીલ માટેનાં કારણો
(9) જેના માટે વિનંતી કરી હોય તે દાદની વિગત
(10) ખરાઇ : હું આથી જણાવું છું કે ઉપર આપેલી માહિતી અને વિગતો મારી જાણ અને માનવા મુજબ સાચી છે.
સ્થળ : અપીલ કરનારનું નામ :
તારીખ : સહી :
સરનામું :
પ્રથમ અપીલનો નિકાલ સામાન્ય રીતે 30 દિવસમાં અને વધુમાં વધુ 45દિવસમાં અપીલ સત્તાધિકારી કરશે.
નિર્ણય ના મળવા બાબતે કે મળેલા હુકમથી નારાજ વ્યકિત રાજય માહિતી આયોગને 90 દિવસમાં બીજી અપીલ કરી શકે છે.
માહિતી અધિકારના અમલને સુદ્રઢ બનાવવા તેમજ તેના ભંગ બદલ ધ્યાન દોરવા અને યોગ્ય પગલાં લેવા રાજયના મુખ્ય માહિતી આયોગને કાયદાની કલમ 18 અને 19 હેઠળ ફરિયાદ અને અપીલ કરી શકાય.
કાયદાનો ભંગ કયારે થયો ગણાય ?
કોઇ વિભાગ કે કચેરીમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારીની નિમણૂક કરવામાં આવી ન હોય.
પ્રોએકટીવ ડિસ્કલોઝર તૈયાર ન હોય
જાહેર માહિતી અધિકારી અરજી કે ફી સ્વીકારવાની ના પાડે.
અરજી રજૂ કર્યાના ત્રીસ દિવસમાં માહિતી પૂરી પાડવામાં ના આવે.
અરજદારે માગેલી માહિતીનો નાથ કરવામાં આવે, ઇરાદાપૂર્વક ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરે તેવી માહિતી પૂરી પાડવામાં આવે.
અપ્રમાણસર ફી માંગવામાં કે વસૂલ કરવામાં આવે.

  • કાયદાભંગ બાબતે

પ્રથમ અપીલ સત્તાધિકારી અપીલ સાંભળી જાહેર માહિતી અધિકારીને માહિતી પૂરી પાડવા હુકમ કરી શકે છે.
કાયદાની કલમ 19 (પ) મુજબ અપીલ અને ફરિયાદની સુનવણી દરમિયાન માહિતી નકારવાનું પૂરી ના પાડવાનું વાજબીપણું સાબિત કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની છે.
રાજય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને, માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ.250, વધુમાં વધુ રૂ. 25000ની મર્યાદામાં દંડ કરી તે વસુલ કરવાનો હુકમ કરી શકે છે.
અરજદારને જરૂરી માહિતી પૂરી પાડવાનો તથા ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ વળતર ચૂકવવાનો આદેશ કરી શકે છે.
જાણી બૂઝીને ખોટી, અધૂરી ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવાનિયમો હેઠળ શિસ્તભંગના પગલાં લેવા સરકારને રાજય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.
સામેથી જાહેર કરવાની વિગતો
કાયદાની કલમ-4(1) (ખ) મુજબ દરેક સત્તામંડળે આ માહિતી સામેથી જાહેર કરવાની છે.
માહિતી અધિકારનો કાયદો-2005 અનુસાર દરેક જાહેર સત્તામંડળે નીચે મુજબની માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે આ માહિતીને કાયદામાં પ્રોએકટીવ ડીસ્કલોઝર કહેવામા આવે છે.
1. પોતાના વ્યવસ્થાતંત્રનાં કાર્યો અને ફરજોની વિગતો
2. અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
3. દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ
4. પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો
પ. કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળ કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમ વિનિયમો, સૂચનાઓ નિયમસંગ્રહો અને તે સંબંધી પત્રક
6. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તે દસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણું પત્રક
7. વિભાગ કે સત્તામંડળે અનુસરવાની નીતિ અથવા તે અમલીકરણ સંબંધમાં નાગરિકો સાથે વિચાર વિનિમયમાં અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યામાન ગોઠવણ વિગતો.
8. તેના ભાગ તરીકે અથવા તેની સલાહ હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યકિતઓના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતિએ બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ
9. તેના અધિકારીઓ અને કર્મચારીની માહિતી
10. તેના વિનિમયોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતરની વિગતો.
11. તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલા નાણાંકીય સંસાધનોની વિગતો.
12. ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોની લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોના અમલ બજવણીની રીત
13. છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો
14. ઇલેકટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાયેલી માહિતીને લગતી વિગતો
15. જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથા તેવા વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગત
16. જાહેર માહિતી અધિકારીનાં નામો, હોદ્ાઓ અને બીજી વિગતો
17. ઠરાવમાં આવે તેવી બીજી માહિતી
આ માહિતી મેળવવા અરજીદારે અરજી ફી ભરવાની કે 30 દિવસ રાહ જોવાની જરૂર નથી.
આ પ્રકારની માહિતી, કાયદાની કલમ 4 (4) મુજબ ફકત નકલ ફી (ઝેરોક્ષના ખરેખર થયેલા ખર્ચની રકમ) ભરી નાગરિક તરત મેળવી શકે છે.
કાયદાનુસાર જણાવેલી 17 પ્રકારની માહિતી જો જાહેર સત્તામાં મંડળ પાસે મેન્યુઅલના સ્વરૂપમાં ઉપલબ્ધ ના હોય તો તે જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી નકારવાનો ગુનો બને છે.
જરૂરી માહિતી માંગવાની અરજી કરતાં પહેલા એટલું ચકાસી લો કે , તે માહિતી પ્રોએકટીવ ડિસ્કલોઝરની કક્ષામાં આવતી માહિતી તો નથી ને ? જો તેમ હોય તો તમારે રૂ. 20 ફી ભરવાની કે 30 દિવસમાં રાહ જોવાની જરૂર નથી. આવી માહિતી તમે જાહેર માહિતી અધિકારી પાસે જોઇ શકો છો. તેના ઉતારા કરી શકો અને જરૂર જણાય તો નકલ પણ માંગી શકો છો.

  • : ખાસ નોંધ :

કોઇપણ તબક્કે તમને એવું લાગે કે તમારા માહિતી અધિકારને કોઇપણ રીતે અવરોધવામાં આવી રહ્યો છે, અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો તમે રાજયના મુખ્ય માહિતી કમિશ્નરને કાયદાની કલમ (18) (1) (2) મુજબ સીધી ફરિયાદ કરી શકો છો.
માહિતી અધિકાર ગુજરાતનો પહેલો સ્વૈચ્છિક પ્રયાસ છે, તેની કોઇ શાખા નથી. સલાહ કે માર્ગદર્શન માટે કોઇ ફી લેવામાં આવતી નથી. સ્વૈછિક યોગદાન આવકાર્ય હોય છે.
હેલ્પલાઇન માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપતી દેશની સૌથી પહેલી હેલ્પલાઇન છે. માહિતી અધિકારના કાયદાની પહેલી વર્ષગાંઠના પ્રસંગે 12મી મે, 2006ના રોજ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી આવી. સોમવારથી શનિવાર સવારે 11.00 થી 6.00 જાહેર રજાઓ સિવાય હેલ્પલાઇન પર સંપર્ક થઇ શકે છે. હેલ્પલાઇન પર કાયદાની તાલીમ લીધેલા સ્વયંસેવકો દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે. આવી જ એક રાષ્ટ્રીય હેલ્પલાઇન પણ ડિસેમ્બર-2006થી શરૂ કરવામાં આવી છે.
રૂબરૂ મુલાકાત માટે માહિતી અધિકાર ગુજરાત પહેલના કાર્યાલય પર દર શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન નીચેના સરનામે સંપર્ક કરી શકાય છે.

  1. માહિતી અધિકાર ગુજરાત પહેલ
  2. જનપથ,બી-3, સહજાનંદ ટાવર, 
  3. જીવરાજ પાર્ક,અમદાવાદ-51
  4. ફોન : (079) 26821553, 26820719

 

NO COMMENTS