રાજકોટ કૃષ્ણમય બન્યું : વિ.હિ.પ. દ્વારા પરંપરાગત શોભાયાત્રા યોજાઇ

0
82

(ધ્રુવ કુંડેલ-રાજકોટ) (તસવીર : હિરેન અનડકટ)

રાજકોટ ના રાજમાર્ગો ઉપર જય કનૈયાલાલ કી ના જયઘોષ સાથે સમગ્ર રાજકોટ કૃષ્ણમય બની ગયું હતું. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પરંપરાગત 31 મી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રાજકોટના રાજમાર્ગો ઉપરફરી હતી ત્યારે શોભાયાત્રાનું પ્રસ્થાન મવડી ચોકડી થી પ્રારંભ કરી બીગબઝાર, કે.કે.વી. હોલ ચોક, ઇન્દિરા ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી, કિસાન પરા, જિ.પંચાયત ચોક થઇ ફુલછાબ ચોક પાસે પસાર થઇ બાલક હનુમાન પેડક રોડ, થઇ પાણીના ઘોડો પૂર્ણાહૂતિ થઇ હતી. શોભાયાત્રા સવારે 8.30 કલાકે પ્રારંભ થઇ સાંજે પ.00 કલાકે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરાઇ હતી. શોભાયાત્રા દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાનની ઝાંખી કરાવતા વિવિધ ફલોટસ નું આયોજન કરાયું હતું. વિવિધ ટ્રકો માં સામાજીક સંદેશો આપતા પણ ફલોટસ જોડાયા હતા. શહેરની અનેક સંસ્થાઓ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
શોભાયાત્રાના મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ડો. સુરેન્દ્ર જૈન (વિ.હિ.પ. દિલ્હી) પરમાત્મા નંદજી, ત્યાગવલ્લભ સ્વામી, કમલેશભાઇ મીરાણી, જૈમન ઉપાધ્યાય, દેવાંગ માંકડ વગેરે અગ્રણીઓ જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ ઝાંખી કરતા 100 જેટલા ફલોટસ અને વિવિધ રાસમંડળો અને સંસ્થાઓ જોડાયા હતા.
શોભાયાત્રાના રુટ ઉપર વિવિધ અગ્રણીઓ તેમજ સંસ્થાઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું હતું. રથયાત્રાના રુપ ઉપર ઠેર ઠેર પ્રસાદ વિતરણ તેમજ ફુડ પેકેટ ની વ્યવસ્થા પણ કરાઇ હતી. ખાસ નોંધનીય નશામુકિત તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પણ ફલોટસનું આયોજન કરાયું હતું. રથયાત્રા દરમિયાન સમગ્ર રાજકોટ કેશરીયું અને કૃષ્ણમય બન્યું હતું.

NO COMMENTS