રોજ કાચી ડુંગળી ખાવાથી થતા ફાયદા

0
2036

ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટીક, શક્તિપ્રદ, સ્નિગ્ધ, ગુરુ, તીખી અને મધુર છે. ડુંગળી યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે. ડુંગળીથી મૅલેરીયા સામેની પ્રતિકાર શક્તિ વધે છે. આથી યુરોપ-અમેરીકામાં ગરમ ગરમ ઓનીયન સૂપ પ્રચલિત છે. અનુકુળ હોય તેમણે પરમ ગુણકારક ડુંગળીને આહારમાં સ્થાન આપવું. ડુંગળી તીક્ષ્‍ણ હોવાથી શરદી, મુર્ચ્છા કે ગરમીના કારણે માથું દુ:ખતું હોય તો તે એનાથી મટે છે. વાઈના રોગમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સારું પરીણામ મળે છે. કૉલેરામાં ૧ કપ રસમાં ચપટી હીંગ, વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાનું ચાલુ રાખવું જોઈએ. બન્ને સમય ભોજનમાં ડુંગળીનું કચુંબર ખાવાથી ભુખ ઉઘડે છે, તથા અશક્તિ દુર થાય છે. કાચી ડુંગળી વાયુ કરતી નથી. ડુંગળીમાં ઓજસ-કાંતિવર્ધક ગુણ રહેલો છે. કાચી ડુંગળીમાં સલ્ફર અને જરૂરી વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે અને અનેક રોગોને દૂર રાખે છે. કામશક્તિ અને શુક્રવૃદ્ધી માટે ડુંગળીના અડધા કપ જેટલા તાજા રસમાં બે ચમચી ઘી નાખી સવાર-સાંજ પીવું. અથવા ઘીમાં સાંતળેલું ડુંગળીનું તાજું અને કાચું શાક ખાવું. ડુંગળીના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી હેડકી અને શ્વાસમાં તરત જ ફાયદો થાય છે. કાચી ડુંગળી રોજ ભોજન સાથે ખાવાથી થતાં ફાયદા :- કબજિયાત દૂર કરે છે : કાચી ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેંલા ખોરાકને બહાર કાઢે છે. જેથી પેટ દુરસ્ત રહે છે અને સાફ પણ થઈ જાય છે. જેથી જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. ગળામાંથી કફ દૂર કરે છે : જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવાથી ચોક્કસ ફાયદો થશે. રસમાં ગોળ અથવા મધ મિક્ષ કરીને પણ પી શકાય છે. આ સાથે શિયાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે. એનીમિયામાં લાભકારક : કાચી ડુંગળીમાં સલ્ફર વધુ માત્રામાં હોવાને કારણે ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી નિકળે છે. જે નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ સલ્ફરમાં એક પ્રકારનું તૈલીય પદાર્થ રહેલું હોય છે. જે એનીમિયાના રોગીઓ માટે અત્યંત લાભકારક હોય છે. પરંતુ ખારોક બનાવતી વખતે તે સલ્ફર બળી જાય છે. જેથી કાચી ડુંગળીનું સેવન જ કરવું જોઈએ. નાકમાંથી લોહી પડવું : જો નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘવાથી લોહી નિકળતું બંધ થઈ જશે. આ સાથે જો તમને હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે. કેન્સર સામે રક્ષણ કરે છે : કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, ફેફસા, બ્રેસ્ટ, પોસ્ટેટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ પેશાબમાં થતાં સંક્રમણની સમસ્યાને પણ ખતમ કરે છે. ડાયાબિટીસના રોગીઓ માટે ફાયદાકારક : જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈંસુલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે. હૃદયની સુરક્ષા કરે છે : કાચી ડુંગળીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી લોહીની બંધ ધમનીઓ પણ ખુલી જાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે : ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. સાવધાની : ડુંગળી શુક્રવર્ધક, બળવર્ધક, વાયુનાશક તથા યકૃત અને હૃદયની ક્રિયાશક્તિ વધારનાર છે. વળી એ આંતરડાનું કેન્સર અટકાવવાનો ગુણ ધરાવે છે. ડુંગળી ઉષ્ણ અને તીક્ષ્‍ણ હોઈ પિત્તવર્ધક છે આથી પ્રકૃતિને અનુકુળ હોય તેઓએ જ એનું સેવન કરવું. એનાથી આળસ, ઉંઘ અને કામેચ્છા વધે છે. ડુંગળી સ્વાદે મધુર, પચ્યા પછી પણ મધુર, પચવામાં ભારે, વાયુનાશક પણ કફકારક, ગરમ, બલ્ય, દીપક અને ભુખ વધારનારી છે. તે મેદસ્વી, આળસુ, ક્રોધી, કામુક અને ઉંઘણસી માટે વર્જ્ય છે

NO COMMENTS