વિહિપ : અમરનાથ યાત્રા માર્ગ સેના હવાલે કરવા માંગ

0
27
vhp : Amarnath Yatra route handle by indian army
vhp : Amarnath Yatra route handle by indian army

જમ્મુ કાશ્મીરમાં તનાવભર્યા હાલત વચ્ચે અમરનાથ યાત્રા ને લઇને વાતાવરણ ગરમીભર્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદે અમરનાથ યાત્રા ના રસ્તા ભારતીય સેનાના હવાલે કરવા માંગ કરી છે. વિહિપ મહાસચિવ સુરેન્દ્ર જૈને જમ્મુ કાશ્મીરના રાજયપાલ વોહરા અને સી.એમ. મહબૂબા મુફતી ને લખેલા પત્રમાં તેમને આગ્રહ કરી રજૂઆત કરી છે કે અમરનાથ યાત્રા ના રસ્તાઓને ભારતીય સેનાના હવાલે કરવા જોઇએ. છેલ્લા થોડા સમયથી જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજો, અલગાવાદિયો તથા આતંકીયો દ્વારા યાત્રામાં વિધ્ન નાખવામાં આવ્યા છે. તેને ધ્યાને રાખી બધા અમરનાથ યાત્રાના માર્ગો યાત્રા નો પ્રારંભ થતા પહેલા સેનાને હવાલે કરવા જોઇએ.
જેથી યાત્રિકોની સુરક્ષા નિશ્ચિત રહે અને યાત્રા સુખદ બની રહે તેવી માંગ કરવામાં આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

 

 

NO COMMENTS