શરીર પરના તલ શું કહે છે

0
1926

મનુષ્યના શરીર પર જન્મથી જ વિવિધ જગ્યાએ તલ હોય છે. સામુદ્રિકશાસ્ત્રમાં તલનું વિશેષ મહત્ત્વ છે. વ્યક્તિના ચહેરા પરના તલ દ્વારા તેનું ભવિષ્ય જાણી શકાય છે.
– ચહેરા પર તલ હોય તો વ્યક્તિ ધનવાન હોય છે.
– ચહેરા પર જમણી બાજુએ તલ હોય તો વ્યક્તિના માન-સન્માનમાં વધારો થાય છે.
– ચહેરા પર ડાબી બાજુએ તલ હોય તો વ્યક્તિનું જીવન વ્યાકૂળતાથી પસાર થાય છે.
– બંને ભ્રમરોની વચ્ચે તલ હોય તેવી વ્યક્તિને યાત્રાવિષયક વિશેષ લાભ મળે છે.
– ડાબી આંખ પર તલ ધરાવતી વ્યક્તિને તેની પત્ની સાથે હંમેશા ઝઘડો થયા કરે છે.
– જમણી આંખ પર તલ ધરાવતી વ્યક્તિ પોતાની પત્નીને સવિશેષ પ્રેમ કરતી હોય છે.
– હડપચી પર તલ હોય તેવી વ્યક્તિ પોતાની પત્નીને ઓછો પ્રેમ કરતી હોય છે.
– ડાબા ગાલ પર તલ હોય તેવી વ્યક્તિ ખર્ચો વધુ કરતી હોય છે.
– જમણા ગાલ પર તલ હોય તેવી વ્યક્તિની ધનસંપત્તિમાં વધારો થાય છે.
– ઉપલી બાજુના હોઠ પર તલ ધરાવતી વ્યક્તિ વિષયવાસનામાં આસક્ત રહેતી હોય છે.
– નીચેના હોઠ પર તલ ધરાવતી વ્યક્તિને નાણાની તંગીનો અનુભવ થતો રહે છે.
– કાન પર તલ ધરાવતી વ્યક્તિને કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે.
– તર્જની આંગળી પર તલ જોવામાં આવે તો શત્રુઓને જીતનારી તથા ધનવાન હોય છે.

NO COMMENTS