શિવાલયોમાં દર્શન કરવા જનારા માટે ઉપયોગી સૂચનો

0
140

–  શિવાલયમાં પૂજા કરવા કે દર્શન કરવા જાઓ ત્યારે મુખ્ય દરવાજાના ઉંબરા ઉપર ચોખા મૂકવાના બંધ કરજો તેને બદલે ચોખા રાખવા માટે થાળી કે પેટી રાખી હોય તેમાં મૂકજો.યાદ રાખો કે મહાદેવના લિંગ ઉપર કે પાર્વતી, ગણપતિ, હનુમાનજી, નંદી, કાચબો વગેરે મૂર્તિ આગળ ચોખા મૂકવાથ તમે પંખીઓ, ખિસકોલા ચકલીઓ તથા ઉંદર વગેરેને નોંતરો છો ને આ અજ્ઞાન જીવો પવિત્ર મૂર્તિઓને અપવિત્ર કરે છે. જેનું પાપ ચોખા મૂકનારને લાગે છે. શિવાલયમાં ચોખા મૂકનારને લાગે છે.
– શિવાલયમાં પૂજા કરવા જાઓ ત્યાં કે શિવાલય માટે તમારે દર વર્ષે કંઇક મદદ કરવી જોઇએ. તેમ કરવાથી જ શિવાલયનો તમે ઉપયોગ કરો છો તેનું ઋણ અદા થયું ગણાય. શિવાલયમાં પાણી, ધોળામણ કે રંગામણ, ર્જીણોધ્ધાર પૂજારીનો પગાર, ને દીવા આરતી માટેના ખર્ચ લાભ લેનારા આપે તો તેમનામાં વિશેષ ભકિત ભાવ વધે છે ને દુ:ખોનો જલદી નાશ થાય છે.
–  શિવાલયને સ્વચ્છ રાખો, જરાપણ ગંદવાડ કરનારને પાપ લાગે છે, પૂજા કરતી વખતે પ્રથમ કોઇએ ચડાવેલ બીલી, ફૂલ ઉતારી ટોપલીમાં નાખો, કેટલાક લોકો દૂધ ચઢાવે છે. પણ દૂધ ચડાવ્યા પછી પાણી ચડાવવું જોઇએ તથા જળાધારીને પણ વધુ સ્વચ્છ બનાવવી જોઇએ. આરતી, દિવી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી યોગ્ય જગ્યાએ રાખો.
– શિવાલયમાં આવીને વારંવાર ઘંટ વગાડવો નહીં. તેને બદલે શાંત મનથી ભગવાનની પ્રાર્થના કરજો. ઘંટતો ફકત આરતી વખતે જ વગાડવાનો હોય છે.
–  શિવાલયોની ભીંતો ઉપર સુંદર વાકયો લખાવજો જેથી દર્શનાર્થીને પ્રીતિ થાય અને દુ:ખો નાશ કરવાની સમજણ મળે અને પાપ કરતા અટકે.
– શિવાલયમાં જાઓ ત્યારે પીપળાના વૃક્ષને તથા બીલીના વૃક્ષને, તુલસી કયારાને પગે લાગજો. સાત પ્રદિક્ષણા કરજો, જળસિંચન કરજો.
– શિવાલયમાં દેખરેખ રાખનાર કે વ્યવસ્થા કરનારે પુજારીને પસંદ કરતા પહેલા યાદ રાખજો પુજારી શંકરમાં શ્રધ્ધા હોય સ્વચ્છતા પાળતો હોય, કુટેવો વગરનો હોય, અને ધર્મિષ્ઠ હોય.
– શિવાલયમાં મૂર્તિ ખંડિત થઇ હોય તો તેને વેળાસર બદલાવી નાખજો. જે
શિવાલયમાં ખંડિત મૂર્તિ રહે તે શિવાલય બનાવનાર પૂજા કરનાર તથા દર્શન કરનાર સૌના ઉપર ભાર રહે છે.
–  કુતરા, પંખીઓ, ઉંદર, ખિસકોલી, ચકલીઓ વગેરે શિવાલયમાં પ્રવેશ ન કરે તે માટે નાના કાણાંવાળી જાળીનું બારણું મુખ્ય દ્વાર ઉપર બેસાડજો.
– દરેક બેને માતા પાર્વતીની પૂજા રોજ કરવી જોઇએ તેમ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
– તમે ગમે તે ભગવાનને માનતા હો પરંતુ શિવલીંગને જરુર નમન કરજો. શિવનો અર્થ છે. કલ્યાણ પરમાત્મા કલ્યાણ કરનારા છે. અને લિંગ તે સમગ્ર બ્રહ્માંડ જેમાં રહેલું છે તેનું પ્રતિક છે. શિવલીંગ જ બધાનું આદિ અને અંત છે.
8 દરરોજ ઓમ નમ: શિવાયની માળા કરજો, સોમવારે બીલીપત્ર ચડાવજો, શ્રાવણમાસમાં દરરોજ બીલીપત્ર ચડાવજો, શિવરાત્રીએ ઉપવાસ રાખવો, વર્ષમાં 12 વખત શિવજીને થાળ ધરાવજો. પુજારીને સીધુ આપજો.
– તમારા ઉપર જયારે દુ:ખ આવે ત્યારે શિવાલયમાં જઇને ભગવાનને એકાંતમાં તેનો ઉપાય પૂછજો. તેમનો જવાબ ન મળે ત્યાં સુધી ત્યાંજ બેસી રહેજો. તમને તે આડકતરી રીતે ઉપાય સુજાડશે. મદદ કરશે.
– જે બ્રાહ્મણ યજમાનનું કાર્ય જેવું કે અભિષેક, જપ, પાઠ વગેરે કાર્ય કરવા હાથ ઉપર લે છે તેણે પૂર્ણ શ્રધ્ધાથી તે કાર્ય પુરું કરવું જો તેમ નહીં કરે તો તે બ્રાહ્મણને નુકશાન થશે ને યજમાનને ફળ પ્રાપ્ત નહીં થાય . પવિત્ર બ્રાહ્મણને દક્ષિણા, ભોજન, વસ્ત્ર દાન પ્રેમપૂર્વક આપજો.
–  શિવલિંગ પાસે પોતાની પૂજા થઇ ગયા બાદ બીજા ભકતજનોને જગ્યા આપવી જોઇએ. અને સ્વચ્છતા રાખવી જોઇએ. અને મોટે મોટેથી ભગવાનનું નામ ન લેવું જોઇએ.
– તમારા ઘરના તમામ મનુષ્યને શિવ પૂજન દર્શન કરવાનો અનુરોધ કરજો. અને દર્શન કર્યા સિવાય ન જમવાનો નિયમ રાખજો. ઘરમાં શિવપુરાણ રાખજો. તેનું વાંચન શ્રવણ કરજો.

NO COMMENTS