સવારે વહેલા ઉઠવાથી થતા ફાયદાઓ…

0
1857

રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઉઠે વીર, બળ, બુધ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. બ્રાહ્મમુહર્તમાં સવારના વહેલા ઉઠીને પથારીનો ત્યાગ કરવો જોઇએ તે સંસ્કૃતિનો કાયદો છે. મનુષ્યના તન,મન અને ધનની વૃધ્ધિ માટે ઋષિમુનિઓએ આપેલો આ આદેશ છે આ આદેશમાં ઘણું રહસ્ય સમાયેલું છે. સવારે વહેલા ઉઠવાથી કસરતો કરવા માટે સમય મળે છે. કસરતો, વ્યાયામ, યોગ કરતા હોય ત્યારે શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયામાં ઝડપ આવે છે. વહેલી સવારનું વાતાવરણ શુધ્ધ હોય છે. શ્ર્વાસની પ્રક્રિયા નિર્મળ બને છે.
વહેલી સવારની હવામાં ઓઝોન નામનો વાયુ થોડા પ્રમાણમાં હોય છે. ઓઝોન એટલે ઓકિસનનું ઘટ્ટ સ્વરૂપ ઓઝોનમાં દહન કરવાની ક્રિયા વધુ હોય છે. શરીરની ખરાબીઓને સાફ કરવાની પ્રક્રિયા જલ્દી થાય છે. સુતા હોઇએ ત્યારે શ્ર્વાસની ગતિ ધીમી હોય છે. સૂતા હોઇએ ત્યારે વહેલી સવારે એકવાર ઉંઘ ઉડી જાય છે ત્યારે પથારીનો ત્યાગ કરવો જોઇએ. શરીર વધૂ સ્ફૂર્તિલું બને છે. વહેલી સવારે વાતાવરણમાં શાંતિ હોય છે. તેથી કોઇપણ કાર્યમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.
એકવાર જાગ્યા પછી પાછા સૂઇ જઇએ તો શરીરમાં જોઇએ તેટલી સ્કૂર્તી રહેતી નથી. અને કામમાં મન ચોટે નહીં. ઝાડ,પાન, ફૂલમાંથી જે સવારે સુગંધ પ્રસરે છે તે આપણા મનને પ્રફુલિત બનાવે છે. સવારે વહેલા ઉઠીને પાણી પીવાથી હરસ,મસા, ઘડપણ, મેદના વિકારો, રકત્તપિત, મૂત્રઘાત, મસ્તિકના દર્દો, આંખના રોગો અને તે ઉપરાંત વાત, કફ, અને પિત્તજન્ય રોગો મટે છે. અથવા થતાં નથી.
કુદરત ઉપર સૂર્યનો ખૂબ જ પ્રભાવ છે. સવારે 4 વાગ્યાથી જ તેની અસર શરૂ થઇ જાય છે. બ્રહ્મમૂહર્તમાં ઉઠનારને હદયની બિમારી કે તકલીફ થતી નથી. તે સમયે ઉઠી શરીરને કાર્યરત રાખવાથી શકિતનું નિર્માણ થાય છે. સ્વસ્થ જીવન જીવવા માટે વહેલું ઉઠવું તે અનિવાર્ય છે. દરેક મહાન માણસની જીંદગીમાં જોશો તો તે પોતાના વિચારો અને કાર્યો વહેલી સવારે જ કરતા હશે. વહેલી સવારે વાંચન કરવાથી પણ ફાયદો થાય છે. મોડા ઉઠવાથી સવારનો કિંમતી સમય વેડફાઇ જાય છે.

NO COMMENTS