સી.જે. ગ્રુપ : કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ના મહિલાઓનું અદકેરું સન્માન

0
27
rajkot : kathiyavad nirashrit balashram
rajkot : kathiyavad nirashrit balashram

રાજકોટ : રાજકોટમાં સેવા અને સમર્પણ ના ભાવથી ચાલતી સંસ્થા સી.જે. ગ્રુપ ચિરાગભાઇ ધામેચા દ્વારા શહેરના કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે બાલાશ્રમ માં ફરજ બજાવતા 22 બહેનોનું મધર્સ ડે નિમિતે સન્માન કરવામાં આવ્યું હતું. જયાં સર્વસ્વ સેવા અને નિ:સ્વાર્થના ભાવથી ચાલતી સંસ્થા એવા બાલાશ્રમમાં જે મહિલાઓએ બાળકોને પ્રેમ અને હૂંફ દ્વારા બાળકોની સંભાળ રાખી રહ્યા છે. આવા બહેનોને નવાઝવામાં આવ્યા હતા.

તા. 9-05-2017 ના રોજ ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે બહેનોને સન્માનવાનો કાર્યક્રમ સી.જે. ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અલ્કાબેન કામદાર (શિક્ષણ સમિતિ-વાઇસ ચેરમેન) શિલ્પાબેન પૂજારા ( અખિલ ગુજરાત લોહાણા સમાજ રાષ્ટ્રીય મંત્રી) કોમલબેન વૈશ્ણવ (લાયન્સ કલબ ઇન્ટરનેશનલ રાજકોટ) મધુરીકાબેન જાડેજા ( પૂર્વ આચાર્ય-બાઇસાઇબા સ્કૂલ રાજકોટ ) મૌસબી દવે (આસ્થા મેગેઝીન )
મહેમાનો દ્વારા દરેક મહિલાઓનું એક યાદગીરી રુપે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જયારે યાદગાર ક્ષણોમાં જે મહિલાઓ બીજાનું દુ:ખ પોતાનું સમજી નિ:સ્વાર્થ સેવા આપે છે તેમને બિરદાવવા એ એક સમાજ ની ફરજ સમાન છે આ ફરજ ને પૂર્ણ કરતા સી.જે. ગ્રુપ દ્વારા એક પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.જે. ગ્રુપના રાજેન્દ્રભાઇ રાઘેલીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, સી.જે. ગ્રુપ સમાજમાં લોકોનો સેવાકાર્યમાં ભાવ જળવાઇ રહે તે માટે હંમેશા તત્પર રહે છે.

 

 

NO COMMENTS