ૐ ના જાપ અનેક રોગોમાં વરદાન સમાન છે

0
38
Aum chanting symbol on good health
Aum chanting symbol on good health

જો આપને ઉંઘ નથી આવતી અથવા તો બ્લડ પ્રેશર હંમેશા ઉંચુ આવે છે. તો આપને ૐ મંત્ર ના જાપ કરવા જોઇએ. હિંન્દૂ ધર્મમાં ૐ શબ્દ સૌથી પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક રીતે આ શબ્દ ને ઇશ્વર સાથે મિલનનો રસ્તો બતાવ્યો છે. પરંતુ આપ જાણો છો કે ૐ શબ્દ નો જાપ કરવાથી ફકત આધ્યાત્મિક જ નહીં, પરંતુ શારીરિક ફાયદાઓ પણ થાય છે.
આપને ઘબરાહટ તથા બેચેની રહેતી હોય તો વહેલી સવારે ૐ ના જાપ કરવાથી ફાયદો થાય છે. ૐ ના જાપ કરવાથી અસંખ્ય ફાયદાઓ થાય છે. થાઇરોઇડ રોગ ના દર્દીઓએ ૐ ના જાપ ના ઉચ્ચારણથી ફાયદો થાય છે. જયારે કોઇ વ્યકિત ૐ નો જાપ કરે છે ત્યારે ગળામાં એક પ્રકારનું કંપન પેદા થાય છે. એક ધ્વની ઉત્પન્ન થાય છે. જેના દ્વારા થાઇરોડઇડ ગ્રંથિ ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. ૐ ના ઉચ્ચારણથી મન તનાવ રહિત બને છે. માનસિક શાંતિ રહે છે. ૐ ના ઉચ્ચારણથી લોહીનો પ્રવાહ સંતુલિત રહે છે. બાળકો વિદ્યાર્થીઓ ૐ ના જાપ કરે તો તેમના માં એકાગ્રતા અને યાદશકિત વધે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને ભણવામાં મન રહે છે. ૐ ના જાપ થી લોહીનું પરિભ્રમણ હૃદચ સુધી તેની માત્રામાં જ રહે છે. તેના દ્વારા હાઇબ્લડપ્રેશર પણ મટી શકે છે. શરીરના મોટાભાગના રોગોમાં ૐ ના જાપ એટલે એક અકસીર ઇલાજ સમાન છે. આજના સમયમાં તનાવભર્યું જીવન તેમજ દોડાદોડી વાળી જિંદગીમાં દિવસમાં વહેલી સવારે ૐ ના જાપ સાથે ધ્યાન કરવાથી માણસની જિંદગીમાં ચમત્કારીક બદલાવ આવે છે.

(સુત્રોમાંથી)

 

NO COMMENTS