સૌપ્રથમ ગુજરાતી વેબ-સીરીઝ કાચો પાપડ પાકો પાપડ

0
47
​SONY NETWORK-kacho papad pako papad
​SONY NETWORK-kacho papad pako papad
ગુજરાત અને ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવના સમાચાર છે. સોનીલીવ  વિશ્વની સૌપ્રથમ ગુજરાતી વેબ-સીરીઝ, “કાચો પાપડ પાકો પાપડ” લોન્ચ કરી રહ્યા છે.

એક રૂઢીચુસ્ત મધ્યમવર્ગ સયુંકત ગુજરાતી કુટુંબ, સૌથી નાના પુત્રના લગ્નના સપના જોઈ રહ્યા છે. ઘરના સભ્યો એવું માને છે કે પુત્રના પ્રેમ લગ્ન થશે તો પછી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી જશે અને બધાના નાના મોટા સપના પુરા થશે…

પુત્ર સાત વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડે છે અને એનો પરિચય કરાવવા ઘેર લઇ આવે છે! સાત વર્ષ મોટી છોકરી? ઘરમાં અફળાતફળી મચી જાય છે…અટહાસ્ય, હાસ્ય અને વ્યંગનું હુલ્લડ શરુ થાય છે. ત્યાં જ બીજો મસ્ત જબરદસ્ત વળાંક આવે છે. છોકરા કરતા સાત વર્ષ નાની હોટ, સેક્સી અને પૈસાદાર છોકરી છોકરાના પ્રેમમાં પડે છે! એક બાજુ સાત વર્ષ મોટી અને બીજી બાજુ સાત વર્ષ નાની છોકરીના ચક્કરમાં બંને છોકરીઓ, છોકરો અને સમસ્ત કુટુંબ હાસ્ય અને મસ્તીના હિલ્લોળે ચડે છે. 

આંતરરાષ્ટ્રીય એન્ટરટેઈનમેન્ટ સેટેલાઈટ ચેનલ સોનીએ એની વેબ-ચેનલ  સોનીલીવ પર ૧૯ મેં શુક્રવારથી આ સીરીઝ લોન્ચ કરી છે. ૧૨ એપિસોડમાં રજુ થનારી આ વેબ-સેરીઝ સોનીલીવ વેબ-સાઈટ પર જોવા મળશે. દર શુક્રવારે નવો એપિસોડ પ્રસારિત થશે.

સોની જેવી ખ્યાતનામ ચેનલે સૌપ્રથમ ગુજરાતી વેબ-સીરીઝ શરુ કરીને એક ઈતિહાસ રચ્યો છે.  

શ્રી ઉદય સોઢી, ઈવીએમ અને ડીજીટલ બીઝ્નેસ હેડ, સોનીલીવ,માને છે કે ડીજીટલ માધ્યમમાં પોતીકી ભાષા માટેની માંગ અને ભૂખ વધી રહ્યા છે. એ ધ્યાનમાં લઈને અમે આ સૌપ્રથમ  ગુજરાતી વેબ સીરીઝ લોન્ચ કરી છે. ગુજરાતમાં ડીજીટલ પ્રગતિ ઘણી છે…ઈન્ટરનેટનો વ્યાપ પણ બહુ સારો છે, એટલે ગુજરાતી પ્રેક્ષકો આ સીરીઝ સારી રીતે જોઈ અને માણી શકશે. સોની હમેશા શ્રેષ્ઠ અને અર્થપૂર્ણ મનોરંજન આપવામાં માને છે અને આ સીરીઝ એ દિશામાં પ્રથમ પગલું છે.

કલાકારો અને કસબીઓ

Gujarati goes digitalએ ઉદેશને ધ્યાનમાં લઈનેએક અર્થપૂર્ણ વિષયને ખડખડાટ હાસ્ય અને ચોટદાર વ્યંગ અને ભાવતા મસાલા સાથે લેખક નિર્માતા હસમુખ ગાંધીએ આ અદભૂત વેબ-સીરીઝ “કાચો પાપડ પાકો પાપડ” લખી છે.

શીર્ષકની જેમ જ વાર્તામાં સરસ ઉતારચઢાવ અને મજેદાર વળાંકો છે. આ વેબ-સીરીઝમાં લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારોનો કાફલો છે. રૂપા દિવેટિયા, પ્રતાપ સચદેઓ, ભક્તિ રાઠોડ, સાગર દરિયાઈ, સોનિકા બાવરા, ડો. હીના મીસ્ત્રી, રીવા રાચ્છ, તુશારિકા રાજગુરુ, શીતલ અંતાણી, તુષાર કાપડિયા વગેરે કલાકારો આ સીરીઝમાં છે અને સક્ષમ ડીરેક્ટર શ્રી ચેતન શર્માએ આ સીરીઝ નિર્દેશિત કરી છે.

આ સીરીઝમાં બીજી કોઈ ભાષાની વેબ-સીરીઝમાં જોવા ના મળે એવા ઘણા સરપ્રાઈઝ છે. મદમસ્ત ડાન્સ છે, સ્પાઈસી રોમાન્સ છે, અને શ્વાસ અદ્ધર કરે એવું રહસ્ય છે. 

આ વેબ-સીરીઝ માટે બે સ્પેસીઅલ ગીત ફિલ્માવવામાં આવ્યા છે. એક તો આધુનિક નવરાત્રી સ્ટાઇલનું ગીત છે. ચેનલ યથા સમયે આ ગીતો લોન્ચ કરશે.

આ સીરીઝના નિર્માતા શ્રી હસમુખ ગાંધી છે અને એમ સ્ક્વેર એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ આ સીરીઝ બનાવી છે.

વેબ-સીરીઝના લેખક અને નિર્માતા શ્રી હસમુખ ગાંધી મને છે કે વિશ્વની સૌપ્રથમ ગુજરાતી અને ગુજરાતીઓનું ગૌરવ સમાન આ વેબ-સીરીઝને અદભૂત સફળતા અને લોક્પ્રીયતા મળવી જોઈએ. જેથી ભવિષ્ય માટે આપણી ગુજરાતી ભાષામાં નવી અને સારી વેબ-સીરીઝ બનતી રહે.

સોનીલીવની વેબ-સાઈટ પર આ સીરીઝ અત્યારે ઉપલબ્ધ છે. દર શુક્રવારે એનો નવો એપિસોડ રજુ થશે.

Contact and communications:

Hasmukh Gandhi                              hihasmukhg@gmail.com                   9892421447

Dr. Hina Mistry                                  hinaishina@gmail.com                      9867768611

સ-રસ અને અદભૂત વળાંકો સાથે રમૂજ અને ધમાલની કોમેડી હાસ્યનું ધીંગાણું રમે છે.

ખ્યાતનામ ચેનલ 

​SONY NETWORK, નું વેબ-પોર્ટલ ​

સોનીલીવ  (SonyLIV)વિશ્વની સૌપ્રથમ ગુજરાતી વેબ-સીરીઝ, “કાચો પાપડ પાકો પાપડ”  લોન્ચ કરી રહ્યું છે.

 
ગુજરાતી એન્ટરટેઈન ઇન્ડસ્ટ્રી માટે આ એક ઈતિહાસ રચાયા જેવું છે અને બહુ જ વધાવવા જેવા અને શાનદાર સમાચાર છે.
 
જયારે Gujarat is going digital,  ત્યારે ગુજરાતી તરીકે અને ગુજરાતી ભાષાને ભવિષ્યમાં પણ એક આંતર રાષ્ટ્રીય પ્લેટફોર્મ સતત મળતું રહે એ માટે આ વેબ-સીરીઝને આપણે જોઈએ, માણીએ અને  શક્ય હોય એ રીતે સારી રીતે વિસ્તૃત ફલક પર માર્કેટ અને પ્રોમોટ કરીએ.  
એપિસોડ લીંક
પ્રોડક્શન હાઉસ લીંક 
 

NO COMMENTS