ભારતીય સીમા માં ઘૂસવા જતા 10 આતંકી ઠાર મરાયા

0
410

ઉરી બનાવ ને હજુ કલાકો નોે સમય થયો છે ત્યારે ઉરી જ સેકટર ના લાચિપુરા વિસ્તારમાં દર આતંકીયો ને મારી નખાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આતંકીઓ ઘૂસણખોરી કરવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે ભારતીય સેના ના જવાનો એ તેને ઠાર મારી નાખ્યા છે. આજે મંગળવારે ઉરી સેકટરમાં પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ વિરામ નો ઉલ્લંઘન કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી ઓપન ફાયરીંગ કરાયું હતું. ભારત તરફથી પણ વળતા જવાબમાં ફાયરીંગ કરાયું હતું.
ઉલ્લેખનિય છે કે, તે જ સેકટરમાં રવિવારે આતંકી હુમલામાં ભારતીય સેનાના 17 જવાનો શહીદ થયેલા છે. રવિવારે 18 સપ્ટેમ્બરે સવારે ભારી હથિયારો થી આતંકીઓએ એક બટાલીયન ના મુખ્યાલય ઉપર હુમલો કર્યો હતો. આ સૌથી મોટો ઘાતક હુમલો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS