68 ઉપવાસ બાદ : 13 વર્ષીય છોકરી નું મૃત્યુ !

0
189

હૈદ્રાબાદ માં 68 ઉપવાસ દરમિયાન 13 વર્ષીય છોકરી નું મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ છોકરી જૈન ધર્મ ના પવિત્ર દિવસ ચૌમાસુ ના 68 દિવસ ના વ્રત રાખ્યા હતા. આઠમા ધોરણની વિદ્યાર્થિની આરાધના ના પરિવાર ના એક સદસ્ય મુજબ 68 દિવસ ના ઉપવાસ પછી જયારે આરાધનાએ ઉપવાસ ના પારણા કર્યા ત્યારે તેની તબિયત બગડી ગઇ હતી. તેને હોસ્પિટલમાં ભરતી કરાઇ હતી. જયાં તેને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ પહેલા પણ આરાધનાએ 41 દિવસના ઉપવાસ સફળતાપૂર્વક કર્યા હતા.
બધા તેને બાલતપસ્વીના નામથી ઓળખતા હતા. અંતિમયાત્રાને શોભાયાત્રાનું નામ અપાયું હતું. આ બાબતે ઘણા લોકોએ પ્રશ્ર્નો ઉઠાવ્યા છે આટલી નાની છોકરી ને આટલા ઉપવાસની મંજૂરી અપાય જ નહીં. તેમના ઘરના અનુસાર : અમે કોઇ વસ્તુ છુપાવી નથી આરાધના ઉપવાસ ઉપર હતી બધા જાણતા હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS