આજે હિંદી દિવસ : યુવાનો ને હિંદી ભાષા થી દૂર ન થવા દેવા જોઇએ

0
157

આજના યુવાનોના હાથમાં મોબાઇલ ફોન આવીગયા છે ત્યારે યુવાન હિંદી ના બદલે અંગ્રેજી ભાષાનો પ્રયોગ વધુ કરી રહ્યો છે. કોઇને નિરાશ કરવા માટે કહેવાય છે કે અંગ્રેજી નથી આવડતું ? તો તું કંઇ નો કરી શક ! આટલા વર્ષો પછી પણ આપણી પનોતી ભાષા હિન્દી નો ઉપયોગ અને ભાષા પ્રત્યેનું ઋણ તેમજ પ્રેમ મળ્યું નથી. આ બધા વચ્ચે રાજકારણ માં તેમજ આપસની લડાઇમાં હિન્દીએ પોતાનું સ્થાન ગુમાવ્યું નથી. હાલમાં પણ ભારતના અમુક રાજયમાં હિન્દી ભાષાનું જ ચલણ છે. હિન્દી ભાષાએ દેશના લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કર્યું છે. 14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
હિન્દી આપણી તાકાત છે. યુવા વર્ગમાં હિંદી પ્રત્યે ઓછી રુચી છે. સારી રીતે કોઇ હિંદી બોલી શકતા નથી. હિંદી પ્રત્યે પ્રેમ વધારવા બધાએ આગળ આવવું પડશે. આઝાદીના દિવસોમાં હિંદી મુખ્ય ભાષા હતી. દેશનું માન વધારવું હશે તો હિંદીને સ્થાન આપવું જ પડશે.
હિંદી પ્રત્યે પ્રેમ હોવાના કારણે હિંદી વિષય ભણાવવાનું નકકી કરાયું છે. છાત્રોને હિંદી પ્રત્યે સભાનતા લાવવામાં આવી રહી છે. હિંદીને યુવાનો થી દૂર ન થવા દેવા જોઇએ. હિંદી ભાષા અંગ્રેજી કરતા સરળ છે.

NO COMMENTS