યમરાજા પણ ઘર ભૂલ્યા..! 145 વર્ષ ના ગોથો

0
239

આજકાલ ના સમયમાં કોઇ વ્યકિત 100 વર્ષ પણ જીવી શકે તો પણ મોટી વાત કહેવાય પરંતુ એક વ્યકિત એવી છે કે યમરાજ ખુદ રસ્તો ભૂલી ગયા છે. 145 વર્ષ ની આ વ્યકિત પોતાના મોત નો ઇંતઝાર કરે છે. ઇંડોનેશિયા ના મબહ ગોથે એ દાવો કર્યો છે કે તેનીઉંમર 145 વર્ષ ની છે. ઇંડોનેશિયાના સુત્રો તરફથી માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર ગોથો નો જન્મ 31 ડિસેમ્બર 1870 માં થયો હતો. જો જન્મના પ્રમાણપત્રો સાચા હોય તો, આ દુનિયાનો સૌથી મોટો વુદ્ધ વ્યકિત હોઇ શકે..!
માહિતી મુજબ ગોથો ના કુટુંબમાં 10 ભાઇ બહેનો, તેની ચાર પત્નિ અને બધા બાળકો મૃત્યુ થઇ ગયા છે. હવે તે પોતાના પૌત્રો અને સંબંધી સાથે રહે છે. ગોથોએ ઘણા વર્ષો પહેલા પોતાના મોત ની તૈયારી કરી છે. ત્યાં સુધી કે તેણે કબર માટે પથ્થર પણ બનાવી લીધા છે. પરંતુ આખરે હજુ તે જીવીત છે. તે પોતે કોઇ કામ નથી કરી શકતા અને આખો દિવસ રેડિયો સાંભળે છે.
145-years-old-person

NO COMMENTS