15 મી ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસ

0
577

(રાજેષભાઇ ત્રિવેદી- રાજકોટ.)

15 મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર દિવસ આ દિવસ આવતા જ આપણું સમગ્ર રાષ્ટ્ર એક અનેરા રાષ્ટ્રીય ઉજવણીમાં તરબોળ થઇ જતું હોય છે. કારણ કે આપણે અનેક વર્ષો ગુલામીમાં પસાર કર્યા અંગ્રેજોએ આપણા રાષ્ટ્ર પર આશરે 200 વર્ષ જેટલું રાજ કર્યું અને આપણા રાષ્ટ્રને સમગ્ર રીતે તેઓ ચુસ્તા રહ્યા અને આપણી ભોળી પ્રજાને અંદરો અંદર લડાવી કુટ નીતી કરી આપણા રાષ્ટ્ર પર તેનો તખ્તો વર્ષો સુધી અકબંધ રાખ્યો.
15 મી ઓગસ્ટ એ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે. આજનો આપણો સ્વાતંત્ર દિવસ 200 વર્ષની અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો તે આપણા ઇતિહાસનું સુવર્ણ સોનેરી પાનું કહી શકાય તેવો દિવસ બની ગયો છે. અને તીરંગો લહેરાયો.
અત્યારે આપણે આપણા આઝાદિના અર્થને સમજીએ છીએ ખરા ? નહીં કારણ આપણે જયારથી જન્મ્યા ત્યારથી આઝાદ છીએ આઝાદિનો શ્ર્વાસ લઇએ છીએ. સ્વતંત્ર છીએ. કહેવાય છે કે જે વસ્તુ આપણને સહેલાઇથીી કે મફતમાં મળે તેની કિંમત આપણા મને કંઇ જ હોતી નથી.
અરે આઝાદિ શું ? કેવી ? શા માટે ? તે બધા પ્રશ્ર્નોના જવાબો તો આપણા સ્મરણીય વંદનીય શહીદો ને જ ખબર હોય તેને જો આપણે પુછીએ તો ? એ સમયના આપણા સ્વાતંત્ર વીરોને પુછો ( આજે અમુક સ્વાતંત્ર સેનાની હયાત હશે ) લોહીની નદીઓ વહાવીને જેમણે સામી છાતીએ ગોળીઓનો વરસાદને જીલ્યો છે. (લાઠીઓ તો અવાર નવાર દૈનિક ક્રમ હતો ) તેવા લોકોને પુછીએ તો સ્વાતંત્રતાનું મહત્વ સમજી શકાય ! આ આપણા પુર્વજોએ આપણને સ્વતંત્રતા ની અમુલ્ય ભેટ આપી છે. તેને સાચવવાની જવાબદારી મારી તમારી અને આપણા સહુ ની છે. આપણા રાષ્ટ્રની સ્વતંત્રતા માટે અનેક લોકોએ પોતાના બલીદાન આપ્યા છે. જેમાં શહીદોની નામાવલી તો મોટી છે. જેમ કે શહીદ મંગલ પાંડે, લાલ બાલ પાલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મીલ, સરોજીની નાયડુ, ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ, તાત્યા ટોપે, વીરાંગના રાણી લક્ષ્મીબાઇ, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, આ શહીદોની નામાવલી છે. પરંતુ નામાવલીમાં જેનું નામ ના હોય અને શહીદ થયેલા હોય તેવા શહીદોની સંખ્યા પણ વિશાળ છે.
આ વીર સપુતોના કારણે જ લૂચ્ચા અંગ્રેજોએ આપણા રાષ્ટ્રને મુકત
કરેલ છે.
ખેર 1947 15 મી ઓગ્સ્ટે આપણા રાષ્ટ્ર માટે આઝાદિનો સુરજ ઉગ્યો તે સમયે લોકોએ ઉમંગ ભેર ઉજવ્યો. પણ દેશ સામે અનેક સમસ્યાઓ ખડી થયેલ હતી. ભાંગી પડેલ રાષ્ટ્રને બેઠો કરવાનો હતો. આ લોકોએ આપણા રાષ્ટ્રનું શોષણ સીવાઇ કંઇ કરેલ ન હતું. પણ તે સમયે આપણા રાષ્ટ્રના નેતાઓ વંદનીય લાલબહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઇ પટેલ, રાજેન્દ્રપ્રસાદ જગજીવનરામ જેવાઓએ વીકાસના કાર્યો આદર્યા હતા.
આ વાત થઇ આઝાદિની પણ આઝાદિ બાદ મારે તમારે અને આપણી ભાવિ પેઢીને એ આજે ઘણું કરવાનું છે. મીત્રો આજે આપણે ઘણા ક્ષેત્રોમાં પરાવલંબી છીએ. દેશપ્રેમ જાગ્રૃત થાઇ. સાચાને સાચા. અને ખોટા ને ખોટા. કહેતા શીખીએ આજે આપણે સમગ્ર સમાજ રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રને સમર્પીત થઇશું તો જ હિંદુસ્તાન વિશ્ર્વના તકતા પર એક તાકાત બની ઉભરશે.
મીત્રો..! રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીયતાની વાત કરીએ તો રાષ્ટ્રવાદ આપણા હદયમાં હોવો જોઇએ. માત્ર વાતોથી નહીં ચાલે ! કેમ કે આજકાલ આપણે જોઇએ છીએ કે ચીન એ આપણા દેશનો મોટો ભાગનો વિસ્તાર પચાવી લીધો છે. અવારનવાર પાકિસ્તાન આપણા સૈનિકોને શહીદ બનાવે છે. તો હવે આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાષ્ટ્રવાદના સંકલ્પ કરીએ અને કરાવીએ નહીંતર આજના ખોખલા રાજકારણીઓ આવનારી પેઢીને ગુલામી તરફ લઇ જશે માટે જાગો..!
અને દેશ ભકિતને હદયમાં ઊતારી આપણે પણ રાષ્ટ્રના પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનુ મહત્વ સમજાવીએ સાથે સાથે આપણા રાષ્ટ્ર માટે પ્રથમ શહીદ વંદના એવા મંગલ પાંડે થી લઇને આજે રાષ્ટ્ર માટે સમર્પિત તમામ જવાનોને નત મસ્તક વંદન..
– રાજેષભાઇ ત્રિવેદી
લાયબ્રેરીયન,
પી.ડી.યુ.કોલેજ
રાજકોટ. મો. 9898027514

NO COMMENTS