એટીએમ હજુ લોકો ને પરેશાન કરશે ?

0
61

જુદી જુદી બેંકો ના એટીએમ ઉપર ગત પાંચ દિવસોમાં પારાવાર ભોગવેલી મુશ્કેલી તેમજ અન્ય સમસ્યા નો હલ જલ્દી આવે તેવી શકયતા નથી. ઉલ્લેખનિય છે કે 8 નવેમ્બર ની રાત્રે 500-1000 ની નોટો નું ચલણ પ્રતિબંધ કરવા અને 2000 ની નોટ બહાર પાડવાની જાહેરાત સાથે બેંકો માં નવા સોફટવેર ની કોઇ તૈયારી ન હતી. 2000 ની નવી નોટની ડિઝાઇન આ બેંકો પાસે ઉપલબ્ધ ન હતી. આવા માં નવી નોટ આવ્યા બાદ બેંકો એ નવા સોફટવેર બનાવવાનું શરુ કર્યું. આવામાં પહેલા સોફટવેર ડેવલપ કરી તેનું પરીક્ષણ કરાશે. તે બાદ તેને એટીએમમાં નાખવાની પ્રક્રિયા કરાશે. આવા સંજોગોમાં દરેક એટીએમ માં આ પ્રક્રિયા કરવી પડશે ત્યારે સ્વભાવિક છે કે, તે કાર્ય ઝડપથી થઇ શકશે નહીં. આરબીઆઇ નોટો ની અછત નો દાવો કરે છે પરંતુ હકિકતમાં 100 ની નોટો ની અછત બજારમાં દેખાઇ રહી છે. એટીએમ માં નવી નોટો નો વ્યવહાર સામાન્ય થતા સૌ પ્રથમ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ થશે આ સંજોગોમાં ઓછામો ઓછું એક મહિનો જેવો સમય તો લાગી જ શકે છે તેવું લોકોનું માનવું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS