એલઓસી પર 3- સેકટર માં ત્રણ આતંકી ઠાર મારી નખાયા

0
84

કાશ્મીરમાં એલઓસી ઉપર આતંકિયો એ આજે સવારે ત્રણ સેકટરોમાં એક સાથે ઘૂસણખોરી ની કોશિ કરી હતી. આ દરમિયાન સેના અને આતંકિયો સાથે થયેલ મુઠભેડમાં ત્રણ આતંકીઓને ઠાર મરાયા છે. આતંકિયો ને નૌગામ, ગુરેજ અને ટંગધાર સેકટમાં એલઓસી પર થી ઘૂસણખોરી કરવા જતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે રવિવારે વહેલી સવારે આતંકિયો નું ગ્રુપ નૌગામ સેકટર માં ઘૂસણખોરી ની કોશિષ કરતા હતા. એલઓસીની પોસ્ટ ઉપર તૈનાત સેનાના જવાનો દ્વારા આતંકિયોને જોઇ જતા તેને સમર્પણ કરવા જણાવ્યું હતું. પરંતુ બનાવમાં આતંકિયો દ્વારા સામે ફાયરીંગ શરુ કરી દેવાયું હતું. પહેલેથી સાવધાન સેનાના જવાનો દ્વારા સામે જવાબ વળતો જવાબ આપતા ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આતંકિયો પાસેથી હથિયાર મળી આવ્યા હતા. બનાવ બાદ સેના દ્વારા તુરંત ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું છે. અન્ય કોઇ ઘૂસણખોરી નથી કરી ને. સામે કોઇ સેનાના જવાન ઘાયલ નથી થયા.
(સુત્રોમાંથી એજન્સી) (પ્રતિકાત્મકત્તસવીર)

NO COMMENTS