ગધેથડ ખાતે પપ1 કુંડી ગાયત્રી યજ્ઞ

0
1123

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે શ્રી લાલબાપુની બિરાજમાન છે તેવી પવિત્ર ભૂમિ ઉપર-યુવા સંમેલન-ભાગવત સપ્તાહ 

એક એવું ધાર્મિક સ્થળ એટલે ગધેથડ જે ઉપલેટાથી 14 કિલોમીટર દૂર આવેલુંછે. જયાં ભવ્યાતિ ભવ્ય ગાયત્રી મંદિર (આશ્રમ) છે. જેના સંત વંદનીય પૂ. શ્રી લાલબાપુ બિરાજમાન છે. તા. 17 ફેબ્રુઆરી થી 23 ફેબ્રુઆરી સુધી ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં પપ1 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા ભાગવત સપ્તાહ, બાળ મહોત્સવ, કૃષિ મહોત્સવ-મેળો, ધાર્મિક પુસ્તક મેળો, ભવ્યતા ભવ્ય સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, બાળકો માટે આનંદ મેળો જેવા વિવિધ આયોજનો હાથ ધરાયા છે.
ઉકત કાર્યમાં આશરે 25 થી 30 લાખ ભકતજનો ઉપસ્થિત રહી ધર્મમય વાતાવરણમાં તેઓની જાત ને પવિત્ર થવાનો લાભ લેનાર છે.
આ ધાર્મિક ઉત્સવના શરૂઆતના ભાગરૂપે તા. 14-02-2016ને રવિવાર ના રોજ ઉપલેટા તાલુકાના પર ગામના બાળકોને ભોજનરૂપી પ્રસાદ, બટુકભોજન સાથે યજ્ઞ કાર્યથી પ્રારંભ થનાર છે. સાથો સાથ તે જ દિવસે બટુક ભોજન બાદ યુવાનો માટે ભવ્ય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુવાનોને ધર્મ એટલે શું ? ધર્મ સાથે યુવાનોનો સમન્વય જેવા વિષયો પર યુવાનોને માર્ગદર્શન આપનારું છે. સાથો સાથ ઉપલેટા તાલુકાના પર ગામડાના પશુ, પંખીઓ માટે ઘાસ તથા ચણની વ્યવસ્થા રાખવામાં આવનાર છે. સાથો સાથ કુતરાને લાડવા પિરસવામાં આવશે.
મહાસુદ 10 તા. 17-02-2016 ને બુધવારથી મહાસુદ પુનમ તા. 22-01-2016 સોમવાર સુધી ગાયત્રી મહાયજ્ઞનું રસપાન ચાલનાર છે. જેની પૂર્ણાહૂતિ તા. 23-02-2016ના રોજ મંગળવારે સાંજે પ.30 કલાકે થનાર છે. આ પપ1 મહાકુંડી યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી શાંતિલાલ ઠાકર બિરાજમાન થઇને સંપૂર્ણ ધાર્મિક શાસ્ત્રોકત વિધિ થી યજ્ઞ કરાવનાર છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહના આચાર્ય પદે ખ્યાતનામ શાસ્ત્રી ધનસુખભાઇ કાનજીભાઇ કથાનું રસપાન કરાવશે. ઉપસ્થિત સંતો મહંતોના પ્રમુખ સ્થાને ગુરૂ ગોરખનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ જુનાગઢ તથા ભગવત ગુરૂ આશ્રમના મહંત જગજીવનદાસ બાપુ ઉપસ્થિત રહેનાર છે. તેમજ કથા રસપાન દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક પ્રદર્શન, વેશભુષા, પણ અત્યંત ભાવુકતાથી રજુ થનાર છે.
જયારે આ આશ્રમમાં પ્રવેશ કરો. એટલે સંપૂર્ણ ધર્મમય વાતાવરણમાં આપને ધાર્મિકતા અને મનને શાંતીનો અહેસાર થાય છે. અંદર આવતા મંદિર પાસે આશ્રમમાં ઘેઘુર વડલાના દર્શન થાય તે વડલો એટલે આ આશ્રમની જેટલી જ પવિત્રતાનું આસ્થાનું કેન્દ્ર છે. જયારે આ ગધેથળ ગાયત્રી આશ્રમ વેણુ નદી કાંઠે કરોડો ગાયત્રી મંત્રના જાપથી પ્રજવલીત છે. અને તે ગાયત્રી મંદિર તેમાં ગાયત્રી માતાજીની આબેહૂબ મૂર્તિ તે દર્શનની સાથે જીવ માત્રમાં ચેતનાનો સંચાર થાય અને તે સંચાર ધર્મસુધી નિરૂપણ થાય જયારે આ વાત થઇ યજ્ઞ અને મરિદની તો આ લાલદાસ બાપુ વિષે થોડું જાણીએ.
આ વંદનીય લાલદાસ બાપુ વિશ્ર્વકલ્યાણ અર્થે જે કાર્ય કરી રહ્યા છે તે શ્રી લાલદાસ બાપુનો જન્મ ઉપલેટા તાલુકાના નાના એવા ગામ ગધેથડમાં થયેલો હતો. પૂ. બાપુ બાલ્યાવસ્થાથી પુર્ણ ધર્મમય અને ખાસ કરીને ગાયત્રી મંત્ર અને ગાયત્રી માતાના ઉપાસક રહેલાં અને ધર્મ સાથે જોડાયેલા છે. તેઓ નાનપણમાં નાગવદર માં પાઇપ સિમેન્ટ ફેકટરીમાં મજૂરી કરતા હતા અને જીવન નિર્વાહ માટે પરિવારને આર્થિક સહયોગ આપતા શ્રી બાપુ મૌનથી જ તેઓ ગાયત્રી જાપ કરતા અને સાથે સાથે કામ, મહેનત પણ કરતા તેઓ અંબોડી પણ રાખતા હતા આ ધાર્મિક લાગણી જોઇને તે ફેકટરીના માલીક ધીરુભાઇ ચિખલીયા વાળાએ તેોને પુજા પાઠ માટે કારખાનામાં અલગ રૂમ આપેલ જેમાં શ્રી બાપુએ આશરે 24 લાખ મંત્રનું જાપ અનુષ્ઠાન કરેલ. ત્યારબાદ 22 વર્ષની યુવા વયે બાપુએ નાગવદર ગામના પાદરમાં એક નાના એવા મકાનમાં ગાયત્રી આશ્રમ ચાલુ કર્યો અને બાપુ 17 વર્ષ સુધી ત્યાં રહી અને અનુષ્ઠાન પણ ચાલુ રાખેલ. 1992માં બાપુએ સંકલ્પ કર્યો કે સાડા ત્રણ વર્ષ સુધી કોઇને મળવું નહીં માત્ર ગાયત્રી મા નું અનુષ્ઠાન અને એકાંત માં રહેવું કોઇપણ વ્યકિતના સંપર્કમાં આવવું નહિં. માત્ર તેમના શિષ્ય એવી રાજુ ભગત ભોજનની થાડી પહોંચાડે બાપુએ ત્રણ વર્ષ સુધી એક આસને સવા કરોડ મંત્ર પૂર્ણ કર્યા. આ અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે 23-03-96 ના રોજ પપ1 કુંડી ગાયત્રી યજ્ઞ કરેલ અને જેમા આશરે પ લાખ લોકોને ભોજન રૂપી પ્રસાદ લીધેલ. ત્યારબાદ 1997માં બાપુએ ગધેથડ વેણુ ડેમના કાંઠે ટેકરા પર વડલો વાવી ત્યાં આશ્રમ બનાવાની ટેક લીધેલ વિશેષ વાત એ છે કે કાર્બનના ટેકરા પર વડલો વાવવો અને આજે તે વડલો આશરે 100 વર્ષ જુનો હોય તેવુ આપને નજરે નિહાળતા લાગશે અને તેવું વિશાળ વટવૃક્ષ છે. આ મંત્ર શકિતના માધ્યમથી આજે અહીંવિશાળ ગાયત્રી શકિતપીઠ છે. ત્યારબાદ બાપુએ સંકલ્પય કર્યો કે આ મંદિરનું નિર્માણ આ ટેકરા પર નહીં થાય ત્યાં સુધી આશ્રમ ની બહાર પગ નહીં મુકુ તે તેની ટેક 12 વર્ષ સુધી ચાલી બાપુએ 12 વર્ષ સુધી આશ્રમની બહાર પગ ન મુકયો અને અંદર ને અંદર અનુષ્ઠાન અને પુજા પાઠ જ ચાલ્યા.12 વર્ષ પછી શિખરબંધ ગાયત્રી મંદિર બનેલ જયા શ્રી બાપુ તેના શિષ્ય એવા રાજુ ભગત સાથે શાક અને સંભારો રોજ બનાવે રાજુ ભગત રોટલી બનાવે અને ઉપસ્થિત ભકતજનોને ભોજનરૂપી પ્રસાદ કરાવે. ત્યારબાદ પોતે ભોજન લે નિત્ય પ્રક્રિયા આજે પણ ચાલુ છે. આ મંદિરમાં ચારે તરફ પ્રકાશ પ્રકાશ જ છે. અંદર જતા જ માતા ગાયત્રી, માતા સરસ્વતિ અને માતા લક્ષ્મીની ત્રણ મૂર્તિ સ્થાપિત છે. તેમાં શિષ જુકાવતાજ અનન્ય શાંત અને વાતસ્લ્યનો અહેસાસ થાય છે. આ મંદિર કાર્ય પૂર્ણ થતા 351 કુંડી ગાયત્રી યજ્ઞનું તે સમયે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આશરે 23 લાખ લોકોએ ભોજનરૂપી પ્રસાદ લીધેલ અને દરરોજના આશરે 300 ભકતજનો પ્રસાદ લે છે.
જે વ્યવસ્થા અને ખાસ નાણા કયાંથી આવે છે તે આજે પણ ખ્યાલ નથી ? આયોજન શું ? તે ખ્યાલ જ નથ આતો આપણા સંતનો સાક્ષાત્કાર છે તેમજ કહેવાય છે શ્રી બાપુના ગુરૂ મગનલાલ જોષી અત્યારે બ્રહ્મલીન છે. અને શ્રી બાપુ કહે છે કે વૈભવ પ્રેમી નહિં પ્રભુ પ્રેમી બનો. આજે આવડા વિશાળ આશ્રમમાં મોટરકાર નથી, સ્કુટર નથી, ટીવી નથી, મોબાઇલ ફોન નથી અરે ન્યુઝ પેપર પણ નથી માત્ર ને માત્ર પ્રભુમય વાતાવરણ માત્ર એક સાયકલ છે. શ્રી બાપુ કહે છે સમાજના પૈસાથી અમારે કોઇ પ્રસાધન સાધનો ન રાખવા જોઇએ અને રાત્રે માત્ર ચટાઇ પર જ સુવે છે. આશ્રમની આજુબાજુના ગામમાં પશુબલીની પ્રથા હતી જે આજે સંપૂર્ણ બંધ થઇ ગઇ છે. આ શ્રી બાપુની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. માટે સૌને વિનંતી છે કે આ યજ્ઞમાં એક વખત જરૂર પધારજો અને સાક્ષાત્કાર નો અનુભવ મેળવશો આ અંગેની સંપૂર્ણ માહિતી ઉપલેટા ના સેવાભાવી યુવાન જયેશભાઇ ત્રિવેદી, હકુભા વાળૌ, દિલીપભાઇ રાડીયા, રાજેશભાઇ ત્રિવેદી ના માધ્યમથી પ્રાપ્ત થઇ શકશે.
આ યજ્ઞ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, મંત્રી બાબુભાઇ બોખરીયા, મંત્રી ગોવિંદભાઇ પટેલ, ડો.વલ્લભભાઇ કથીરીયા, મંત્રી જયેશભાઇ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા, ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા યજ્ઞના દર્શનાર્થે ઉપસ્થિત રહેશે.
વધુ વિગત તેમજ માહિતી માટે : રાજેશભાઇ ત્રિવેદી મો. નં. 98980 27514 ઉપર સંપર્ક સાધી શકાશે.

NO COMMENTS