શહીદ બેટા ની અર્થી ને 80 વર્ષ ની મા એ કાંધ આપી

0
94

ભારતીય સેનાની 20 ડોગરા રેજીમેંટ ના શહીદ હવાલદાર મદન લાલ શર્મા ને સોમવારે તેમના ગામ ઘરોટા માં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે જમ્મુ કાશ્મીર ના નૌગામ સેકટર માં થયેલા આંતકી હુમલામાં શહીદ થયા હતા. શહીદ સપૂત ની અર્થી ને તેના 80 વર્ષીય માતા એ કાંધ આપી હતી. ત્યારે વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. આ દરમિયાન હાથ માં તિરંગા પકડી લોકો એ પાકિસ્તાન મુર્દાબાદ અને ભારતીય સેના જિંદાબાદ શહીદ મદન લાલ અમર રહે ના નારા લગાવ્યા હતા. તેમના પાર્થિવ દેહ ને પઠાનકોટ સ્થિત તેમના પૈતૃક ગામ પહોંચ્યા હતા. જયાં તેમની 80 વર્ષીય માતા ધર્મો દેવી ની તેમજ તેમના પત્ની ભાવના શર્મા ની ચીસો સાંભળી સૌ કોઇ ચોધાર આંસુએ રડી પડયા હતા. શહીદ ની માતા એ અર્થી ને કાંધ આપી દેશની સામે સંદેશો આપ્યો કે કર્તવ્ય પરાયણતા તેના માટે મુખ્ય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS