ઉમા ભારતી સામે ગિરફતારી વોરંટ જારી

0
40

ભોપાલ : ભોપાલ ની જિલ્લા અદાલતે ગઇકાલે કેન્દ્રિય જલ સંશાધન મંત્રી ઉમા ભારતી સામે ગિરફતારી વોરંટ જારી કર્યું છે. ઉમા સામે મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ દ્વારા કોર્ટમાં લગાવેલ માનહાનિ મામલે કેસ ચાલી રહ્યો છે. કેન્દ્રિય મંત્રી ઉમા ભારતી જયારે તારીખ ઉપર ગેરહજાર રહ્યા છે. તેના સામે ગિરફતારી વોરંટ જાહેર કરાયું છે.
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશમાં 2003 માં વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે તત્કાલીન મુખ્યમંત્રી દિગ્વિજય સિંબ ઉપર 1પ હજાર કરોડ ના ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દિગ્વિજયે કોર્ટમાં માનહાની નો દાવો કર્યો હતો.
આ મામલો ત્યારનો ચાલુ છે. ઉલ્લેખનિય છે કે. દિગ્વિજય ની એક શરત છે કે ઉમા ભારતી બધાની સામે માફી માંગી લે તો મામલો પાછો ખેંચી લે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS