સુરત થી ગિરફતાર : આપના ગુલાબસિંહ ને જામીન

0
41

આપ ના વિધાયક ગુજરાત થી ગિરફતાર કરી દિલ્હી લઇ જવા પછી આજે દ્રારકા કોર્ટે પોલીસ ને ફટકાર લગાવતા તેને જામીન આપ્યા છે. કોર્ટે જામીન આપતા જણાવ્યું કે ગુલાબસિંહ ને જેલ માં રાખવા નો કોઇ મતલબ નથી અને કોઇ મકસદ પુરો થતો નથી.
ઉલ્લેખનિય છે કે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી ના વિધાયક ગુલાબ સિંહ ને રવિવારે સુરત થી ગિરફતાર કર્યો હતો. ગુલાબ સિંહ ઉપર દિલ્હીમાં વસૂલી કરવાનો કેસ દાખલ છે. આ મામલા માં તેના સામે ગેર જમાનતી વોરંટ પણ જાહેર કરાયું હતું. ગુલાબસિંહની ગિરફતારી દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ના એક અઠવાડિયા અગાઉ ગુજરાત પ્રવાસ ના આગલા દિવસે કરવામાં આવી હતી. આ મામલે કેજરીવાલે જણાવ્યું હતું કે અમારી સરકાર સારું કામ કરે છે માટે અમને સરકાર પરેશાન કરી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS