બ્રહ્મરૌદ્ર : અમદાવાદ આપ પાર્ટીની ઓફિસમાં તોડફોડ : કેજરીવાલ માફી માંગે

0
82

અમદાવાદ : આમ આદમી પાર્ટીની અમદાવાદ સ્થિત ઓફિસ માં ગઇકાલે બ્રહ્મકાર્યકરો દ્વારા તોડફોડ કરાઇ છે. અને અરવિંદ કેજરીવાલ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા ગીર સોમનાથ ની સંગીતા ચાપડા એ બ્રાહ્મણો વિષે અભદ્ર અને અણછાજતા શબ્દો નો ઉચ્ચારણ એક વિડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. બાદમાં સમગ્ર ગુજરાતમાં બ્રહ્મરોષ ફાટી નીકળયો હતો. આ બનાવના અનુસંધાને અમદાવાદના નવરંગપુરા માં આવેલ આમ આદમી પાર્ટીની ઓફિસમાં કાર્યકરો દ્વારા તોડફોડ કરાઇ હતી. અને અરવિંદ કેજરીવાલના ફોટા ઉપર કાળી શાહી લગાડી હતી.
સંગીતાના અભદ્ર વાકયો થી સૌરાષ્ટ્રભરમાં સંગીતા વિરુધ્ધમાં પોલીસ ફરિયાદો પણ નોંધાણી હતી. પરંતુ આજદિન સુધી તેનું કોઇ નિવારણ થયું નથી.

(સુત્રોમાંથી )

NO COMMENTS