ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અભિષેક બચ્ચન નું નામ

0
95

અભિષેક બચ્ચન પોતાની ફિલ્મી કેરીયરમાં પોતાના અભિનય થી ઓછા લોકોના દિલ જીતા હશે પરંતુ દર્શકો અને તેમના ફેન્સ ને જાણીને ખુશી થશે કે જૂનિયર બચ્ચન નું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં નોંધાણું છે. હા જી…અભિષેક નું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં 12 કલાક ના સમયગાળામાં સૌથી વધારે વાર પબ્લિક સામે નજર આવવા બદલ સ્ટાર રુપે શામેલ થયું છે.
અભિષેક વર્ષ 2009 માં પોતાની ફિલ્મ દિલ્હી-6 ના પ્રમોશન દરમિયાન 12 કલાક સતત 7 શહેરોમાં નજરે આવ્યા હતા. જેમાં ગાજિયાબાદ, નોઇડા, ફરીદાબાદ, દિલ્હી, ગુડગાંવ, ચંદીગઢ અને મુંબઇ જેવા શહેરો શામેલ છે. તેમણે આ કામ માટે પ્રાઇવેટ જેટ અને કાર દ્વારા 1800 કિ.મી. અંતર કાપ્યું હતું.
આ મામલે અભિષેકે હોલીવૂડ એકટર વિલ સ્મિથને પણ ચેલેન્જ કરી દીધી છે. 2004 માં પોતાની ફિલ્મ આઇ, રોબોટ ના પ્રમોશન દરમિયાન 2 કલાકમાં ત્રણ વાર પબ્લિક સામે નજરે આવ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS