About Aastha Magazine Journey

logo

આસ્થા મેગેઝીન નીરંતર સંઘર્ષ, પુરૂષાર્થ, સત્ય, જ્ઞાન સમાજલક્ષી ભાવના તેમજ લાગણી સાથે વાંચક રસીકોના સહયોગથી પાંચ વર્ષ પરીપૂર્ણકરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રેશ કરી રહ્યું છે. ઇ.સ. 2011 થી સંઘર્ષયાત્રા ને વિવિધ સંકટોને સીધ્ધીમાં પરીવર્તીત કરીને દિવસે દિવસે સમાજને કશુંક આપવાની ભાવના સાથે એક આગવી ઓળખ ઉભી કરવામાં આસ્થા મેગેઝીન ને એક પારિવારીક મેગેઝીન નાં દ્રષ્ટાંત સ્વરૂપે ઉભું કરવામાં આવ્યું છે.
રાજકોટથી એક સામાન્ય પ્રક્રિયાથી શરૂ કરી એક પછી એક શીખર સર કરી અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રનાં ઘર પરિવારમાં કંઇક અલગ જ સ્થાન બનાવેલું છે. ત્યારે ખૂબ જ આનંદનની અનૂભુતિ આસ્થા પરિવાર અનુભવે છે. જે માત્ર ને માત્ર આપ લોકોના સહયોગને આભારી છે.
અત્યારે જયારે સમાજમાં રહેલા નકારાત્મક વલણો, બદીઓ તેમજ દૂષણો વધી રહ્યાં છે. ત્યારે આસ્થા મેગેઝીન સેતુરૂપ બની સમાજને સતત વાસ્તવીકતા, સત્ય, સેવા, નીષ્ઠા, ધર્મ, માનવતા તેમજ હકારાત્મક વલણનું પ્રસ્થાપન થાય તેવા આશયથી પ્રયત્નશીલ તેમજ કટીબદ્ધ છે.
અમારી આ પદયાત્રામાં કેટલાંયે એવા નામી-અનામી લોકોનો સાથ સહકાર અવિતરતપણે મળતો રહ્યો છે. જેનાં પરિણામ સ્વરૂપ આસ્થા મેગેઝીન અત્યારે બુલંદીનાં શીખરો સર કરી રહ્યું છે.
મહાન લેખકોનાં વિચારો, ધ્યેયો તેમજ તેમનાં અનુભવોનાં નીચોડને અમે લોકો સુધી ઉચ્ચ કોટીની ગુણવત્તામાં સુંદર પ્રિન્ટીંગ કવોલીટીમાં સરળતાથી પહોંચી શકે તેને માટે સતત આસ્થા પરિવાર પ્રયત્નશીલ રહે છે.
અસ્તુ કરતાં એટલું જ કહેવા માંગીએ છીએ કે આપનો આ સહકાર, પ્રેમ, આત્મીયતા, તેમજ આપનાં અનુભવો અને હૂંફ આસ્થા મેગેઝીનને મળતી રહે તેવી જ આસ્થા પરિવાર દરેક વાંચક મીત્રો, લેખકો તેમજ નામી અનામી લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ.

આસ્થા મેગેઝીન

આસ્થા મેગેઝીનની સ્થાપના એક ચોક્કસ ધ્યેય તેમજ દ્રઢ સંકલ્પ સાથે કરવામાં આવેલ છે. આજે સમાજમાં પશ્ર્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થઇ રહ્યું છે યુવાપેઢીમાં દૂષણોનો વ્યાપ વધી રહ્યો છે. માનવતા મરી પરવારી છે. ધર્મનાં નામે ધતીંગો થઇ રહ્યાં છે, ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે. તેમજ મહાકાય રોગો સમાજને વળગી રહ્યાં છે ત્યારે આસ્થા મેગેઝીન પોતાનાં મેગેઝીન દ્વારા સમાજને સુંદર વિચારો, યુવાપેઢીમાં સંસ્કારોનું સીંચન, સત્ય અને નીષ્ઠા સાથે ધર્મની વાસ્તવીકતાનાં નીરંતર દર્શન કરાવી સમાજને સાચી દિશા તેમજ સાચી વાસ્તવીકતાનાં દર્શન કરાવે છે.
આસ્થા મેગેઝીન બે પેઢ વચ્ચે સેતુ સમાન બની રહે તેવી ભાવના સાથે વૃદ્ધો થી લઇ બાળકો સુધી વ્યકિતગત ધ્યાન આપી પરિવારને અનુરૂપ મેગેઝીનનું દરેક વખતે નીર્માણ કરે છે અમો યુવાપેઢીને ધ્યાનમાં રાખી ટેકનોલોજી સાથે પણ સજજ થઇ આવી રહ્યાં છીએ.
આસ્થા મેગેઝીન માત્ર મેગેઝીન જ ઘેર ઘેર નથી પહોંચાડતું પરંતુ આસ્થા મેગેઝીનનાં સ્વરૂપમાં પ્રેમ, લાગણી, કરુણા અને પરીવારનાં એક સદસ્ય તરીકે સ્થાન પામી ચૂકયું છે. પરંતુ સમાજમાં અમુક હિસ્સાઓમાં રહેલી બદીઓને દૂર કરવા આંગળી પકડી સાચા રસ્તા પર લઇ આવવાનું કામ પણ આસ્થા મેગેઝીન જ કરે છે.
લોકો મુશ્કેલી પીડાય છે ત્યારે આસ્થા મેગેઝીન સમસ્યાઓનાં ઉકેલ માટે લોકોની સાથે ખભે ખભા મીલાવી સહયોગ આપી ઉકેલ લાવવા માટે બનતી મહેનત કરે છે જેથી ભવિષ્ય ઉજજવળ તેમજ સત્ય અને ન્યાય સમાજમાં જળવાઇ રહે તેમજ દેશ, રાજય, શહેર, પરિવારની અખંડિતતાની રક્ષા થાય તેવા પ્રયાસોને હાથ ધરી નીરંતર આગળ વધતાં રહીએ છીએ.
શું આપ લોકો અમારી આ સેવાયજ્ઞ માં સાથે છો ?

આસ્થા મેગેઝીન સમાજ સાથે જોડાઇ લોકો સુધી પહોંચી સામાજિક વ્યવસ્થા,આપણા પૂર્વજો, ઋષિ-મુનિ, ગુરૂઓ દ્વારા અપાયેલા ઉપદેશોનો વધુમાં વધુ ફેલાવો કરી સમાજને એક જૂથ કરી બધા ધર્મ સમભાવની ભાવના ઉપરાંત સામાજિક દૂષણોનું નષ્ટ કરી ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાપિત કરી તંદુરસ્ત સમાજ અને શકિતસભર યુવાનો માટે સતત કડી રૂપ બની શકીએ. વ્યકિતમાં ઉચ્ચ વિચારોનું પોષણ કરવું. યુવાવર્ગ માં જયારે તેમની સમય, શકિત વેડફાઇ રહી છે. ત્યારે તેમનામાં પડેલી શકિતને બહાર લાવી યોગ્ય રસ્તે વાળવી તે અમારી જવાબદારી સાથે મેગેઝીનમાં કોઇ ધંધાકીય ધ્યેય ઉપર પ્રકાશીત કરવામાં નથી આવી રહ્યું. અમો સમાજ પ્રત્યે વફાદાર છીએ. સત્ય એ અમારી એક સીક્કાની બીજી બાજુ છે. આસ્થા મેગેઝીન સમાજ માટે સારું વાંચન, ઉચ્ચ વિચાર, ચારિત્ર્ય ઘડતર, માટે હંમેશી જવાબદારી સ્વીકારે છે.

We are Produce Your Aastha Magazine with Stretegy...

STAY CONNECTED WITH SOCIAL

0FansLike

Readers Statistics

  • Senior
  • Youth
  • Womens
  • Mens
  • Children

AASTHA MAGAZINE

60,000 Above regular readers

Aastha Magazine become largest readership in all over gujarat since last 5+ years. We give impact positive attitude in our readers and realize feelings in society…

%d bloggers like this: