સહેલાણીઓનું સ્વર્ગ, આસ્થાળુઓનું તીર્થ સ્થાન : માઉન્ટ આબુ

0
1232

(આલેખન-તસવીરો, ભાટી.એન.વાંકાનેર)
પૃથ્વીના સ્વર્ગ સમાન માઉન્ટ આબુ પ્રાચીન સંસ્કૃતિનો અનુપમ ખજાનો સહેલાણીઓનું મનમોહક પ્રવાસન સ્થાન, આસ્થાળુઓનું યાત્રાધામ, જૈનોનું કલાત્મક પ્રવાસન સ્થાન, ઋષીઓની તપોભૂમિ ઉચ્ચા ગગનચૂંબી શિખરો ઊનાળાનો ઉષ્ણતામાનનો પારો ઉચ્ચે ચઢે તેમ શિતલહેરની મોજ મજા માણવા પ્રવાસીઓ આ તરફ દોટ મૂકે છે. માઉન્ટ આબુનું સર્વોચ્ચ શિખર ગુરુ શિખર પ653 ફૂટ ઉંચાઇએ આવેલ છે અને મનહર જગ્યાએથી સૃષ્ટિ નું નિર્દેશન કરતાં જાણે એરોપ્લેન માથી નિહાળતા હોય તેવી અનુભૂતિ તંતોતંત થાય છે. અરવલ્લી પર્વતમાળાનો ભાગ આબુ પર્વત 30 કિ.મી. લાંબો 24.36 ઉત્તર અક્ષાંસ તથા 72.45 પૂર્વ દશાંતર આવેલ છે. રાજસ્થાન આખો રેગીસ્તાન રેતીનો વિસ્તાર છે. જેમાં આબુ પર્વત જ લીલોછમ છે. જયાં ગરમીની સિઝનમાં ઠંડુગાર વાતાવરણ રહે છે. હિન્દુ લોકો દેવતાઓનું નિવાસસ્થાન માને, જૈન લોકો દેલવાડાના દેરાના કારણે તીર્થ સ્થળ ગણે છે. માઉન્ટ આબુની કંદરાઓ ગગનચૂંબી છે તેમાં વાંસ, તાડ, DSCF2012આંબા, ચંપો, ચમેલી, કેવડો, અને જુહી જેવા ફુલો વૃક્ષોમાં જોવા મળે છે. પશ્ર્ચિમ ભારતમાં ખાસ ઠંડકતા માટે પ્રચલીત એવું માઉન્ટ આબુ પર્વત બનાસ નદીના પાદરમાંથી પસાર થાય છે. આબુ રોડ અમદાવાદ થી 168 કિ.મી. દૂર આવેલ છે. આબુ રોડ રેલ્વે સ્ટેશન બહાર નીકળતા બસ સ્ટેન્ડ આવે ત્યાંથી 28 કિ.મી. દૂર માઉન્ટ આબુ જઇ શકાય છે. આ 28 કિ.મી. નો રસ્તો ઉંચા શિખરોનો ગોળાકાર ફરતા ચઢાણ વાળા વિસ્તારમાંથી ધીમી ગતિએ ચાલતી બસમાંથી પર્વતોને નિરખવાનો લ્હાવો અદભૂત લાગે છે. આબુ એટલે આરસ પથ્થરની ખાણો આવેલ છે. જેથી આબુ રોડ ગામમાં આરસની DSCF1958ઘણી ફેકટરીઓ આવેલ છે. આબુ રોડ થી માઉન્ટ આબુ પહોંચ્યા બાદ પ્રવાસમાં ગુરુદતાત્રેય સુધીનો પ્રવાસ કરાવે. અહીં. રહેવા તેમજ જમવાની સુવિધા પ્રાપ્ત છે. માઉન્ટ આબુમાં અસંખ્ય હોટલો અને ખરીદીનો ખજાનો છે. રોજના હજારો યાત્રીકો પ્રવાસીઓની આવન જાવના રહે છે. અહીં સુખી સંપન્ન લોકો પોતાની કાર લઇને ફેમીલી સંગાથે આવે છે. ઉનાળાની ઋતુમાં આકરા તડકા પડવાનો પ્રારંભ થાય ત્યારે ગરમીથી સુરક્ષા કવચ એટલે માઉન્ટ આબુ, જૈનોના DSCF1964દેલવાડા તેમજ અસંખ્ય ધાર્મિક સ્થાનો એ માનવ મહેરામણ ઉભરાય છે. પ્રવાસી-યાત્રીકોને ઉપયોગી થાય તે માટે રુબરુ મુલાકાત લઇ માહિતગાર ફોટો સાથે કર્યા છે. જે તમામ માહિતી અહિં પ્રસ્તૃત છે.
માઉન્ટ આબુ એટલે શિલ્પકળાનો ભંડાર દેલવાડાના જૈન મંદિરો આબુ પર્વત ઉપર ડાકધરની ઉતરની બાજુએ ત્રણ કિ.મી. દૂર જૈન મંદિરો આવેલ છે. જેમાં વિમલ વસહિ મંદિર બારીક શિલ્પકારી સંગેમરમાંથી બનાવેલ છે. પ્રાચીન તથા DSCF2042વાસ્તુકલા, શિલ્પકારીગરી બધામાં અવલ નંબર આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરના રાજા ભીમદેવના સેનાપતિ વિમલ શાહે બનાવ્યું હતું. સન 1031 માં તે સમયે 18 કરોડ પ3 લાખના ખચે આ ભવ્ય કલાત્મક બેનમૂન મંદિર બનાવેલ. જેમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવજીની મુળનાયક પ્રતિમા ભવ્ય ને દિવ્ય છે.
ણ વસહિ મંદિર ગુજરાતના સોલંકી રાજાવીર વીર ધ્વનના મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ નામના બે ભાઇઓએ પોતાના સ્વર્ગસ્ત ભાઇઓના નામ પર મંદિર બનાવ્યું હતું. જેનું નામ લુણ વસહિ રાખેલ. આ મંદિર દેલવાડાના મંદિરોમાં આકર્ષણનું કેન્દ્ર છે. સને 1230 માં 12 કરોડ 53 લાખના ખર્ચે બનેલ જેમાં 22 માં તિર્થંકર ભગવાન નેમિનાથજીની મૂર્તિ રાખવામાં આવેલ છે.
DSCF2007દેલવાડાના દેરા ઉપરાંત અન્ય તિર્થોની વિગત જોઇએ અચલેશ્ર્વર મહાદેવ મંદિર પ્રાચીનતમ છે. જેમાં શંકર ભગવાનના ચરણની પૂજા થાય છે. જેમાં બે સ્ફટીકની મૂર્તિઓ છે. જે મૂર્તિ પાછળ દિપ રાખતા ગોલ્ડન મૂર્તિઓ લાગે છે. દિપ લઇ લેવામાં આવે તો સફેદ મૂર્તિઓ લાગે છે. જે દ્રશ્ય જોવા મળે છે. મંદિર કલાત્મક પ્રાચીન છે.
આરસની ઉપર બારીક નકસીકામ કરેલ મંદિરની સામે 4320 કિલોના પંચધાતુવાળો પોઠીયો રાખવામાં આવેલ છે. જે અન્ય શિવમંદિરોમાં આવો પોઠિયો જોવા મળતો નથી. ગુરુ શિખર આબુ પર્વતમાં છેલ્લું શિખર આવેલ છે. જે શિખર પર ગુરુ દતાત્રેયનું મંદિર પથ્થર ની વચ્ચે આવેલ છે. જયાં વિશાળ ઘંટ રાખેલ છે તે ખૂબ જ પ્રસિધ્ધ છે. સહેલાણીઓ ઘંટ પાસે અચૂક તસ્વીર પડાવે છે. આ શિખર 5653 ફુટની ઉંચાઇએ આવેલ છે. ત્યાંથી દૂર નીચે ઉતરતા સનસેટ પોઇન્ટ સંધ્યાકાળે ક્ષિતિજે સુરજદાદાને આથમતી વેળા ગોલ્ડન પલ્લો કેશરી રેડ રંગોથી થાળી જેવા ઓજસ્વી સુરજ આરણી હથેળીમાં આવી જાય તેવું દ્રશ્ય જોવા મળે છે. તસ્વીરકારોને આથમતા સુરજની તસવીર લેવાનો રોમાંચ રહે છે. માઉન્ટ આબુ હરવા ફરવાનું ઉતમ સ્થળ છે. ત્યાંના ગામની મધ્યભાગમાં આવેલી નખી તળાવમાં બોટીંગ કરવાનો લ્હાવો છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક ક્રાંતિનું અનુપમ વિદ્યાલય છે. અહીં આધ્યાત્મિક જ્ઞાનની સરિતા તદન મફત સેવા આપવામાં આવે છે. શાંતિ ભવન સને 1983 માં બનાવેલ છે. જેમાં હજારો વ્યકિતઓ બેસી શકે છે. શ્ર્વેત શાંતિ ભવન શ્ર્વેતક્રાંતિ તન,મનમાં લાવી દે છે. આ ઉપરાંત અહીં આવેલ વિવિધ તિર્થો મંદિરોની નામાંવલી ગાંધી વાટીકા, શ્રી રઘુનાથ મંદિર, ટાંક રાંક નખી તળાવની બાજુમાં આવેલ ઉચ્ચી પહાડી ઉપર વિશાળ પથ્થરને ટાંક રાંક કહે છે. નનરાંક વૈજલેજ વાક, કરોડી ધ્વજ, વિવેકાનંદ ઉદ્યાન, નિલકંઠ મહાદેવ, હનીમુન પોઇન્ટ, ગણેશ મંદિર, શંકરમઠ, પાલનપુર પોઇન્ટ, હનુમાન મંદિર, ગૌમુખ વશિષ્ઠ આશ્રમ, અગ્નિકુંડ, વયસતીર્થ, નાગર્તિ, ગૌતમ આશ્રમ, સંગ્રહાલય, ભારત માતા મંદિર, શાંતિપાર્ક, શ્રી બિહારી મંદિર, બ્રહ્માકુમારીઝ ગાર્ડન, અચલગઢ પણ પ્રવાસન છે. પૃથ્વીનું સ્વર્ગ નિહાળવા નો અનેરો અવસર બની જશે. રાત્રીના આબુ પર્વત જાણે વિશાળ નગરી લાગે છે. દિવસના ધાર્મિક તીર્થ નગરી લાગે છે. આબુ પર્વત માઉન્ટ આબુની એકવાર મુલાકાત લેશો તો વારંવાર જવાની ઇચ્છા થાશે.

આલેખન-તસવીરો, ભાટી.એન.વાંકાનેર

NO COMMENTS