એસિડિટી નો અકસીર ઉપાય

0
656
aciditi care

– સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
– અનાનસના ટુકડા પર સાકર અને મરી ભરભરાવીને ખાવથી એસિડિટી મટે છે.
– સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે.
– આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે.
– એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
– દ્રાક્ષ અને હરડે સરખે ભાગે લઇ, એટલી જ સાકર મેળવી, તેની ગોળીઓ બનાવી લેવાથી એસિડિટી મટે છે.
– કેળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
– ગંઠોળા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
– સૂંઠ, ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે.
– અર્ધા લિટર પાણીમાં એક લિંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.
– ધાણાજીરુનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જ્મ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
– ગાજરનો રસ પીવાથી પણ એસિડિટી મટે છે.
– 100 થી 200 ગ્રામ દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા 4-5 નંગ કાળાં મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે.
– 1 થી ર ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે.
– તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
– લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
– ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે.
– કુમળા મૂળા અને સાકર મેળવી ખાવાથી એસિડિટી મટે છે.
– સતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે.
– સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો ફાયદો થાય છે.

NO COMMENTS