આધાર કાર્ડ થી બધા મોબાઇલ નંબર જોડે સરકાર : સુપ્રિમ કોર્ટ

0
111
adhar card linkup with mobil nomber
adhar card linkup with mobil nomber

સુપ્રિમ કોર્ટે સરકાર ને જણાવ્યું કે દેશના બધા મોબાઇલ વપરાશકારોના નંબર આધાર કાર્ડ થી જોડી દો સોમવારે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર ને આદેશ કરતા જણાવ્યું કે આવતા એક વર્ષમાં પ્રીપેડ અને પોસ્ટપેઇડ બધા મોબાઇલ વપરાશકર્તા ના નંબર આધાર કાર્ડથી જોડવાની જરુર છે.
કોર્ટે વધુમાં જણાવ્યું કે ભારતમાં લગભગ 100 કરોડ જેટલા મોબાઇલ વપરાશકર્તાઓ છે. જેમાં પ્રીપેડ સીમ ઉપભોકતા પણ શામેલ છે. અદાલતે આ બધા વપરાશકર્તા ઓને એક વર્ષની અંદર આધાર કાર્ડ થી જોડવા જણાવ્યું છે. કોર્ટે સરકાર ને તે પણ જણાવ્યું કે સરકાર એવી યુકિત બનાવે જેમાં પ્રીપેડ સિમ માં તે જાણી શકાય કે કોણે કયારે રિચાર્જ કરાવ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS