જુલાઇથી લાગુ થશે GST, કઇ ચીજ વસ્તુ સસ્તી થશે ?

0
101
after eddect gst rate
after eddect gst rate

1 જુલાઇ થી આખા દેશમાં જીએસટી લાગુ થનાર છે. આ લાગુ થતા ની સાથે દેશમાં એક ટેકસ ની વ્યવસ્થા હશે પરંતુ દેશભરમાં એક ટેકસ લાગુ થવાની કોઇ વસ્તુ સસ્તી થશે તો કોઇ ચીજ વસ્તુ મોઘી થશે. આપનું ખીસ્સું થોડું ઢીલું કરવું પડશે. કઇ ચીજ સસ્તી થશે અને કઇ ચીજ મોંઘી બનશે.
– પેકડ ચા અને કોફી
હાલ વર્તમાન ટેકસનો દર 10.29 છે. જીએસટીમાં આ દર પાંચ ટકા છે. એટલે કે એક મહિનામાં 150 રુપિયા પેકેટ ચા ના તથા કોફી ની કિંમત 143 રુપીયા આવશે. જેમાં 7 રુપિયાનો ફાયદો થશે.
– કોલ્ડ્રીંકસ
હાલ વર્તમાન માં 53.85 પ્રતિશત ટેકસ છે. જે જીએસટી માં 40 ટકા થશે. આપ મહિનામાં કોલ્ડ ડ્રિંકસમાં 300 રુપિયા ખર્ચ કરો છો તો તે ઘટીને 269 થઇ જશે. એટલે કે 71 રુપિયાની બચત થશે.
– મસાલા :
વર્તમાન સમયમાં મસાલા ઉપર 9.09 પ્રતિશત ટેકસ છે, જે જીએસટી લાગુ થયા બાદ પાંચ ટકા થઇ જશે. જો મહિનામાં આપ મસાલા 500 ગ્રામ ઉપયોગ કરો છો અને તેની કિંમત 150 રુપિયા છે તો આ ખર્છ ઘટીને 144 થઇ જશે. એટલે કે 6 રુપિયાનો ફાયદો થશે.
– પેકડ દહિં
આના ઉપર હાલમાં 8.7 ટકા ટેકસ છે, જે જીએસટી માં ટેકસ ફ્રિ કરી દેવાયું છે. અટેલે કે આપ વર્તમાનમાં 100 રુપિયા નું પેકેટ ના હિસાબથી ચાર પેકેટ 400 રુપિયામાં ખરીદ કરો છો તો તે સીધા 368 થઇ જશે.એટલે 32 રુપિયાનો ફાયદો થશે.

– પેકડ પનીર :
આના ઉપર હાલમાં 9.17 પ્રતિશત ટેકસ છે. જે જીએસટી લાગુ થયા બાદ પાંચ ટકા થશે. એટલે કે આપ મહિનામાં 250 રુપીયાના હિસાબથી 500 રુપિયાના બે પેકેટ ખરીદો છો તો તે ઘટીને 471 રુપિયા થશે એટલે કે 19 રુપિયાની બચત થશે.

– ટૂથપેસ્ટ :
આના ઉપર હાલમાં 39.53 ટકા ટેકસ છે, જે જીએસટી બાદ ઘટીને 18 ટકા રહેશે. જો મહિનામાં આપ 60-60 રુપિયા વળી બે પેકેટ લેખે 120 રુપિયાની ટુથપેસ્ટ ખરીદો છો તો તે ખર્ચ ઘટીને 102 રુપિયા થશે એટલે કે 18 રુપીયાની બચતથશે.

– શેમ્પૂ :
આના ઉપર 38.89 ટકા ટેકસ છે જે જીએસટી પછી ઘટીને 28 ટકા થશે. એટલે કે મહિનામાં 250 રુપિયાની એક બોટલ ઉપયોગ કરો છો તો તે જીએસટી પછી તેની કિંમત 230 રુપિયા થશે. અટેલે 20 રુપિયાનો ફાયદો થશે.
– કોર્ન ફલેકસ :
આના ઉપર 32.74 ટકા ટેકસ છે. અને જીએસટી પછી 18 ટકા રહેશે. એટલે મહિનામાં 150 રુપિયા ના હિસાબ થી બે પેકેટ ખરીદો છો એટલે કે 300 રુપિયા ની ખરીદી કરો છો તો તે ઘટીને 268 રુપિયા થશે. એટલે 32 રુપિયાનો ફાયદો થશે.
– ચોકલેટ :
આના ઉપર હાલમાં 33.33 ટકા ટેકસ છે. જે 25 ટકા રહેશે. મહિનામાં જો 20 રુપિયાન પેકેટના હિસાબ થી 100 રુપિયાના પાંચ પેકેટ ચોકલેટ ખરીદો છો તો તે માટે 95 રુપિયા ચૂકવવા પડશે. પાંચ રુપિયાનો ફાયદો થશે.

શાક, દાળ, વર્તમાનપત્ર, બ્રેડ દવા, ગર્ભનિરોધક, હેંડલુમ, વોશિંગ મશીન, એરકુલર, ફ્રિજ,રેસ્ટોરન્ટ તથા હોટલ સેવા , નકશા, માટીના બર્તન, પોસ્ટ વિભાગના કવરો,

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS