જીએસટી : ફિલ્મોની ટિકીટ થશે સસ્તી : ફિલ્મો ટેકસ ફ્રિ નહિં થાય

0
47
after gst apply movie rate
after gst apply movie rate

1 જુલાઇથી લાગુ થનાર ગુડસ એન્ડ સર્વિસ ટેકસ થી તે લાખો લોકોને રાહત મળશે જે મલ્ટીપ્લેકસ અથવા સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં જઇ ફિલ્મ જોવે છે. પરંતુ આના દ્વારા તે ફિલ્મોને નુકસાન થશે જેને સરકાર દ્વારા ટેકસ ફ્રિ ન છૂટ મળે છે.
જીએસટી કાઉંસીલે સિનેમા ટિકીટ માટે બે સ્તર તૈયાર કર્યા છે. પહેલો સ્તર 28 ટકા નો છે બીજો 18 ટકાનો નકકી કરાયો છે. 28 ટકા નો ટેકસ તે ટિકિટ ઉપર લાગશે જેની મુળ કિંમત 100 રુપિયા થી વધુ છે. 100 રુપિયા થી ઓછી કિંમત વાળી સિનેમા ટિકીટ ઉપર 18 ટકા ટેકસ લાગશે.
જીએસટી લાગુ થયા પછી હવે કોઇ પણ રાજય સરકાર કોઇ ફિલ્મને ટેકસ ફ્રિ નહીં કરી શકે. એવું એ માટે કે ટેકસ ના નવા દર નકકી થયા પછી ટિકિટ ની કિંમત ઓછી હશે હાલમાં ઘણા રાજયોમાં મનોરંજન ટેકસ 30 ટકા થી લઇને 125 ટકા છે.
એવામાં જે રાજયોમાં મનોરંજન ટેકસ વધુ છે ત્યાં ફિલ્મો નો ટેકસ ફ્રિ કરવાથી ફાયદો મળે છે. પરંતુ હવે ફિલ્મો રાજય સરકાર દ્વારા ટેકસ ફ્રિ કરવા માટે કોઇ પણ પ્રકારની નિયમ નથી.
જે રાજયોમાં મનોરંજન ટેકસ ત્રિસ ટકા છે ત્યાં જીએસટી લાગુ થયા પછી ફકત સિંગલ સ્ક્રીન ને ફાયદો મળશે. એવું એ માટે કે તેના ભાવ ઓછા થઇ જશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS