પાણી તો ઠીક હવે હવા નું પણ વહેંચાણ થાય છે..!

0
367

(પ્રિતી ધોળકિયા-મુંદ્રા,કચ્છ) priti_preet@gmail.com

પાણી બોટલમાં વેંચાતુ હતું એ ઓછું હતું કે હવા પણ આજે એ જ ટોળકી માં આવી ગઇ. આમ તો ચોખ્ખી હવા વિજ્ઞાનની નજરે ઓષધીરુપ છે. પણ જગત ભરના ગીચ શહેરોમાં કુદરતે બક્ષેલા પાંચ તત્ત્વો પૈકિનું હવાનું તત્ત્વ તો કુદરત મફતમાં આપે છે. પણ હવે દુનિયામાં બોટલમાં કે ટીનમાં ભરીને હવાવાળા ટીન વેચાવા માંડયા છે ! તે નવાઇની વાત લાગી !
બહારના દેશોમાં કેનેડા,ચાઇના, બ્રાઝીલ, ફ્રાંસ જેવા દેશોમાં 100 ટકા પ્યોર હવાની બોટલ શ્ર્વાસ લેવા માટે વહેંચાય છે. તેની એક હવની બોટલ ની કિંમત 38 ડોલર છે. હવે તો ઘણા દેશમાં ગીચ શહેરોમાં વાટિાલીટી કંપની બોટલ્સ હવા નિકાસ કરવા માંડી છે. તેમાં થાઇલેન્ડ અને તૃર્કી જેવા દેશો અગ્રણ્ય છે. પરંતુ ભારતવાસીઓ પણ ચેતવું જોશે.હવે દિલ્હી, મુંબઇ, કલકતા, અમદાવાદ જેવા મહાનગરોમાં ચોખ્ખી હવા બોટલમાં મળશે તેવી પણ શકયતાઓ નકારી ન શકાય. તો વધુ જાણતા હવા અને ઓકિસજનમાં શું ફેર છે ? આપણે જે હવા નાક શ્ર્વાસ દ્વારા લઇએ છીએ તેમાં માત્ર 30 ટકા જેટલો જ ઓકિસજન હોય છે. તેથી જ આપણા ભારતમાં પ્રાણાયામ દિર્ઘશ્ર્વાસની જૂની પ્રથા છે.
આજે ચીનમાં બેજિંગ શહેર બોટલમાં હવાનું મોટું ઉત્પાદન કરે છે. બેજિંગ શહેરની હવા એટલી ખરાબ થઇ ગઇ છે કે ઘણી શાળાઓ બંધ રાખવી પડી હતી. ઘણીવાર ઊંચી બિલ્ડીંગનું બાંધકામ બંધ કરાવવું પડયું હોય તેવું પણ બન્યું છે.
જે દિલ્હી માં અરવિંદ કેજરીવાલે અમુક નંબર કાર અમુક દિવસે (ઓડ ઇવન ) ચલાવવી તેવો નિયમ કર્યો છે તે વાત બેજિંગમાં ઘણા સમયથી લાગુ છે.
બેજિંગની સરકારે તો ગરીબ માણસો જે મોંઘી બોટલ હવા વેચાતી ન લઇ શકે તેને ઘરમાં બેસી રહેવા ભલામણ કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ત્યાં સુધી કહ્યું છે કે બેજિંગની હવા હવે તો ઘણી ગંદી થતી જાય છે.
ઘણી ચીનની રેસ્ટોરન્ટ-હોટલો માં અમેરિકાથી એર ફિલ્ટર્સ મશીનો મંગાવીને ધરાકોને ચોખ્ખી ગાળેલી હવા પૈસા લઇને આપવા લાગ્યા છે. રેસ્ટોરન્ટનાં બિલમાં એર સરચાર્જ લખી શકાય છે. આખા જગતવાસીઓને આ સમસ્યા સતાવે છે કે પાણી અને હવામાં આજકાલ તેમના બાળકોને ઝેરી ધાતુઓ પીવા અને શ્ર્વાસ લેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગે. ના કહેવા પ્રમાણે હવા કે પાણીમાં સીસાના કારણે શ્ર્વાસમાં જવાથી મગજ જલ્દી વિકસીત થતું નથી. તેમનો ઇન્ટેલીજન્સી પાવર પણ નીચે જાય છે. અને રોગપ્રતિકારક શકિત પણ ઘટે છે. અરે..મુંબઇની વાત કરીએ તો ત્યાંની લોકલ ટ્રેનમાં ભયંકર ભીડ થકી શ્ર્વાસ રુંધાતા ઘણા મુસાફરોને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ સર્જાય છે.
આ બધું સમજી ચાલો આપણે પણ કુદરતનું જતન કરીએ. વધુમાં વધુ વૃક્ષોનું ઉછેર અને ઓછામાં ઓછું પ્રદૂષણ કરીએ…

NO COMMENTS