બનારસ ના ઘાટ ઉપર અક્ષય કુમાર ની ફિલ્મ શૃટિંગ

0
118

અક્ષય કુમાર ની આગામી ફિલ્મ જોલી એલએલ બી-2 ના શૃટિંગ માટે બનારસ કાશી પહોંચ્યા હતા. બોલીવૂડ અભિનેતા અક્ષયકુમારની એક ઝલક જોવા લોકો ઉમટયા હતા. બનારસની શેરી ગલીઓમાં ભીડ ઉમટી હતી. શિવાલા વિસ્તાર ઘાટ ઉપર સ્ત્રીઓ તેમજ બાળકો વચ્ચે અક્ષયકુમારને જોવા માટે ધક્કામુકી થઇ ગઇ હતી. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અક્ષય કુમાર ગંગાજળનું આચમન કર્યું હતું. બાદમાં બોટીંગ કર્યું હતું. બાદમાં ફિલ્મના શૃટિંગનો પ્રારંભ કરાયો હતો. આગામી ત્રણ દિવસ તે શૃટિંગ માટે બનારસમાં રહેશે.
લાલરંગના શર્ટ માં દેખાતા અક્ષયકુમાર ઘાટ ના દાદરા ઉતરતા લોકસાથે હાથ મીલાવી અભિવાદન કર્યું હતું. શિવાલા ઘાટ ઉપર હવેલી ખાતે રોકાઇ ભોજન પણ ત્યાં કર્યું હતું. ભીડ અને લોકોના ટોળા વચ્ચે તેને માનવ સાંકળ બનાવી ઘાટ સુધી લઇ જવાયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS