રાજયમાં સર્વત્ર વરસાદ : હજુ વરસાદની આગાહી

0
103

ચોમાસું પત્યા બાદ નવરાત્રિમાં આખા ગુજરાતમાં વરસાદ પડયો હતો હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી 3 દિવસ હજુ વરસાદની આગાહી રહેશે. નવરાત્રિના સમયમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડયો હતો. ગુજરાતમાં સામાન્ય 1 થી 4 ઇંચ સુધી બધે વરસાદ પડયો હતો. જયારે રાજકોટ, જસદણ, વાંકાનેર, ઉપલેટામાં ગઇકાલે બપોરે રાત્રી જેવું અંધકાર છવાઇ ગયું હતું બાદમાં વરસાદ વરસયો હતો. મોરબીના માણેકવાડામાં વિજળી પડતા એક વ્યકિતનું મોત નિપજયું હતું.
જયારે બોટાદ માં 4 ઇંચ જેવો વરસાદ પડયો, ભાવનગર, સુરેન્દ્રનગરમાં નિચાણવાળા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાણા હતા. રાજકોટ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, 150 ફુટ રીંગ રોડ પર વીજળી પડતા પોલીસ મથકની મશીનરી ઠપ્પ થઇ ગઇ હતી. સર્વત્ર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા થતા હતા. જયારે અમદાવાદ માં દાંડિયારાસના સમીયાણા ધરાશયી થઇ ગયા હતા. પોરબંદર, કુતિયાણા, ધ્રોલ, પડધરી, જામનગર માં વરસાદ સામાન્ય હતો પરંતુ સાથે વિજળી ના ઘડાકા થતા ઘણા કોમ્પ્લેક્ષ હલી ગયા હતા.

NO COMMENTS