અમરનાથ યાત્રા સંપન્ન : 2016 માં સૌથી ઓછા યાત્રિકો

0
106

શ્રાવણ પૂર્ણિમા રક્ષાબંધન ઉપર છડી મુબારક ના પવિત્ર ગુફામાં ભગવાન અમરેશ્ર્વર ના હિમલીંગ રુપ ના દર્શન કર્યા બાદ વીરવારે અમરનાથ યાત્રા પૂર્ણ થશે.

છેલ્લા 40 દિવસથી યાત્રા ઉપર કાશ્મીર હિંસા નો ભારે અસર પહોંચી હતી. આ વર્ષે 2,20399 લાખ યાત્રીકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.
છેલ્લા 12 વર્ષનો સૌથી ઓછા યાત્રિકોએ દર્શન કર્યાનો રેકોર્ડ તૂટયો છે. આ વર્ષે કાશ્મીર ઘાટીમાં હવામાન ના બદલે કાશ્મીરમાં ભડકેલ હિંસા ના કારણે ભકતો આ વર્ષે રોકાઇ ગયા હતા. છેલ્લે ગઇકાલે 100 ભકતોએ દર્શન કર્યા હતા. 2 જુલાઇના રોજ અમરનાથ યાત્રા શરુ કરાઇ હતી. જેમાં પહેલગામ રુટ થી અમરનાથ યાત્રા ની શરુઆત કરાઇ હતી. આ વર્ષે ઘાટીમાં હાલાત ખરાબ હોવાથી આ રુટ ઘણીવાર બંધ રખાયો હતો. આ વર્ષે 6 વખત અમરનાથ યાત્રાને રોકી રાખવી પડી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS