અમરનાથ યાત્રા : 30 હજાર જવાનો તૈનાત રખાશે : 29 જૂનથી યાત્રાનો પ્રારંભ

0
26
AMARNATH YATRA-2017
AMARNATH YATRA-2017

29 જૂનના રોજ શરુ થનારી અમરનાથ યાત્રામાં ચૂસ્ત બંદોબસ્ત ની વ્યવસ્થા માટે સ્થાનીક પોલીસ ની સાથે લગભગ 30 હજાર જવાનો ની તૈનાતી કરાશે. તીર્થ યાત્રા દરમિયાન સુરક્ષા દળો ના બે રુટો ઉપર જવાનો તૈનાત કરાશે.
ગૃહ મંત્રાલય ના અધિકારી મુજબ અમરનાથ યાત્રા માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઇ છે. સ્થાનીક પોલીસ દળ અને 30 હજાર અર્ધસૈનિક દળો ને ફરજ ઉપર મુકાશે. અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જુન થી થશે અને 7 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.
આ તીર્થ સ્થળ હિમાલય ઉપર 12756 ફુટની ઉંચાઇ ઉપર છે. શ્રીનગર થી 141 કિમી દૂર છે. શ્રીઅમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા આ તીર્થયાત્રાનું અયાોજન કરાય છે. જેમાં જુદા જુદા રસ્તાઓ ઉપરથી યાત્રા કરી શકાય છે. 13 વર્ષથી નાના અને 75 વર્ષથી ઉપરના માટે તીર્થયાત્રાએ જવું હિતાવહ નથી. યાત્રા માટે શ્રાઇનબોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS