અમરનાથ યાત્રા : યાત્રિકોની સુરક્ષા માટે 27 હજાર જવાના તૈનાત કરાશે

0
30
Amarnath yatra begins tight security
Amarnath yatra begins tight security

અમરનાથ યાત્રામાં પત્થરબાજો અને આતંકીયો સાથે નીપટવા માટે કેન્દ્ર સરકારે 27 હજાર જવાનો ને તૈનાત કરવાનો નિર્મય કર્યો છે. 29 જૂનથી શરુ થનારી બાબા અમરનાથ ની યાત્રા ઉપર પથ્થરબાજો અને આતંકીયો ના હુમલાની આશંકા ના કારણે ગૃહ મંત્રાલય ના સલાહકારો જણાવ્યું કે નૌશેરા માં પાકિસ્તાની ચોકિયો ને ભારતીય સેના દ્વારા તબાહ કર્યા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજના બનાવવામાં આવશે. આતંકી ખતરો અને શ્રધ્ધાળુઓ ઉપર પથ્થરબાજી ની આશંકા વચ્ચે કેન્દ્રિય ગૃહ સચિવ ની ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ, ડીજીપી, કેન્દ્રિય અર્ધસૈનિક દળના ડીજી શામેલ થયા હતા. કોઇપણ ખતરાથી નીપટવા માટે આ વર્ષે યાત્ર દરમિયાન પહેલા કરતા વધારે સુરક્ષા વ્યવસ્થા કરાશે. ગત વર્ષે 20 હજાર જવાન તૈનાત કરાયા હતા.
અમરનાથ યાત્રા માટે લગભગ એકલાખ 52 હજાર ભકતો પોતાનું રજીસ્ટ્રેસન કરાવી ચૂકયા છે. આ તેવા યાત્રિકો છે જે પગે ચાલીને શિવલીંગ ના દર્શન કરશે. સાથે 25 હજાર યાત્રિકોએ હેલીકોપ્ટર સેવા માટે રજીસ્ટે્રશન કરાવી લીધું છે. આ વર્ષે જમ્મુ કાશમીર સરકારે કેન્દ્ર પાસે 279 સુરક્ષા કંપનીઓની માંગ કરી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS