અમેરિકા ભારતને હારપૂન મિસાઇલ આપશે

0
88

અમેરિકા રક્ષા વિભાગ ભારત ને યુદ્ધપોત ભેદી, હારપૂન મિસાઇલો ને પૂરતી કરશે. બોઇંગ થી 81 મિલયન એટલે કે 500 કરોડ થી વધુ રકમ ના સહયોગ કરશે. આ સહયોગ મુજબ, વિદેશ સૈન્ય વેંચાણ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર માટે બોઇંગ 89 હારપૂન મિસાઇલો, સંબંધિત કંટેનરો અને ઉપકરણો ની 22 ટ્રીપ માટે 81 મિલીયન ડોલર થી વધુ કરારો કરાયા છે.
આ મિસાઇલો અમેરિકા માં ઘણા સ્થાનો ઉપર બનાવવામાં આવશે. વધુ ઉત્પાદન સેંટ ચાર્લ્સ, મિસુરી માં થશે. ઉત્પાદન બ્રિટનમાં જ થશે. મિસાઇલ જૂન 2018 સુધી માં તૈયાર થઇ જશે.
અમેરિકાની સૌથી મોટી રક્ષણ શસ્ત્રો ઉત્પાદીત કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવેલી હારપૂન મિસાઇલ 124 કિ.મી. સુધી નો વિસ્તાર કવર કરી શકે છે. જે જમીનની વિરુધ્ધ દિશામાં પણ લક્ષ્ય હાંસલ કરી લે છે.
હારપૂન મિસાઇલ વજન 1 હજાર કિલો જેટલું હોય છે. 864 કિ.મી. પ્રતિ કલાક થી હુમલો કરી શકે છે. આ મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીમાં કરાયું હતું. હારપૂન મિસાઇલ ઓવર ધ હોરિજોન સુધિધા યુકત છે. જે એક રડાર વગરની હોય છે. જેની મદદ થી મિસાઇલ ઘણા કિ.મી. દુર નિશાનો લઇ શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS